ઇટાલીમાં ક્રુરતા! ભારતીય શ્રમજીવીનો હાથ કપાઇ જતા કચરા પેટીમાં તડપતો છોડી દેવાતા નિપજ્યું મોત
નવી દિલ્હી : ઇટાલીમાં કામ કરતા એક ભારતીય ખેત મજૂરનું બુધવારે હાથ કપાઈ જવાની ઘટના બાદ મોત નિપજ્યું છે. આ શ્રમજીવી સાથે ખુબ જ અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. શ્રમજીવીનો હાથ ઘાસ કાપવાના મશીનમાં આવી ગયા બાદ રસ્તાના કિનારે છોડી દેવાયો હતો. ખુબ જ લોહી વહી જવાના કારણે તેનું તડપી તપડીને મોત નિપજ્યું હતું. તે બિનકાયદેસર રીતે કામ કરતો હતો અને ઘાસ કાપવાની કામગીરી દરમિયાન તેનો હાથ મશીનમાં આવી ગયો હતો. ફ્લાઈ સીજીઆઈએલ ટ્રેડ યુનિયને આ ઘટનાની નિંદા કરી છે.
સતનામ સિંઘ તરીકે શ્રમજીવીની ઓળખ
આ શ્રમજીવીની ઓળખ 30 અથવા 31 વર્ષની વયના સતનામ સિંઘ તરીકે થઈ છે. જે 17 જૂને લેટિનામાં ખેતરમાં કામ કરતી વખતે ઘાયલ થયો હતો. તે રોમની દક્ષિણે ગ્રામીણ વિસ્તાર છે જે હજારો ભારતીય સ્થળાંતર કામદારોનું ઘર માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમજીવીને તેના એમ્પ્લોયર દ્વારા સિંઘની મદદ કરવાને બદલે તેના ઘરની નજીક કચરાપેટી નજીક ફેંકી દેવામાં આવ્યો હતો. ટ્રેડ યુનિયને પરિસ્થિતિને "હોરર ફિલ્મ" સાથે સરખાવી હતી. આ ઘટનામાં સરકાર કડકમાં કડક પગલા લે તેવી માં કરી હતી.
કચરાપેટી નજીકથી સારવાર માટે ખસેડવામાં આવ્યો
પોલીસે જણાવ્યું કે, સિંહની પત્ની અને મિત્રો દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને એર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. સિંઘને રોમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ આજે બપોરે તેમનું મોત થયું હતું. શ્રમ પ્રધાન મરિના કેલ્ડરોને સંસદને સંબોધિત કરતી વખતે આ "ક્રૂરકૃત્ય"ની નિંદા કરી હતી. ભારતીય કૃષિ કાર્યકર જે લેટિનાના ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેને ખૂબ જ ગંભીર સ્થિતિમાં છોડી દેવામાં આવ્યો હતો તે મૃત્યુ પામ્યા છે તેવો ઉલ્લેખ સંસદમાં પણ કર્યો હતો.
સાંસદે માનવતા પર કાળા ધબ્બા સમાન ઘટના ગણાવાઇ
સાંસદે જણાવ્યું કે, આ ક્રૂરતાની હદ છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જે પણ વ્યક્તિ દ્વારા આ ક્રૂર કૃત્ય કરવામાં આવ્યું છે તેને છોડવામાં નહીં આવે. સાંસદે ઉલ્લેખ કર્યો કે, જે વિસ્તારમાં આ ઘટના બની છે તે વિસ્તાર શ્રમજીવી માટે નર્કસમાન છે. પરંતુ આ કૃત્ય તો માનવતા પર દાગ સમાન છે. આ વિસ્તારમાં ઓપરેટ કરતા મજૂર માફીયાઓ અને માનવતાના દુશ્મનો વિરુદ્ધ અમારી કાર્યવાહી સતત ચાલી રહી છે. દરેક વ્યક્તિને કામ કરવા માટેની યોગ્ય અને આરામદાયક પ્રણાલી મળી રહે તે અમારી પ્રાથમિકતા છે.
વાંચો : રશિયાના રાષ્ટ્રપતિએ કિમ જોંગ ઉનને ભેટમાં આપી લક્ઝુરિયસ કાર, જાણો તેની ખાસિયત
વાંચો : સુધરે એ ચીન કહેવાય? દક્ષિણી ચીન સાગરમાં ગલવાન જેવી ઘટનાનું કર્યું પુનરાવર્તન, Video