Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Imran Khan : ચૂંટણી પહેલા ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો ,તોશાખાના કેસમાં દોષી જાહેર

Imran Khan: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને (Imran Khan) સામાન્ય ચૂંટણીના બે અઠવાડિયા કરતાં ઓછા સમય પહેલાં મંગળવારે સાઇફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આજે ફરી કેસમાં ઈમરાન ખાન (Imran Khan) અને તેની પત્ની બુશરા...
05:38 PM Jan 31, 2024 IST | Hiren Dave
Toshkhana-Case

Imran Khan: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને (Imran Khan) સામાન્ય ચૂંટણીના બે અઠવાડિયા કરતાં ઓછા સમય પહેલાં મંગળવારે સાઇફર કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આજે ફરી કેસમાં ઈમરાન ખાન (Imran Khan) અને તેની પત્ની બુશરા બેગમએ (Bushra Bibi) સરકારી ભેટોના ગેરકાયદે વેચાણ સંબંધિત શાખાના કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

 

ઈમરાન ખાન એક પછી એક કેસમાં દોષિત સાબિત થઈ રહ્યા છે. જો કે, ભૂતકાળમાં ઘણા કોર્ટ કેસો અને કાનૂની પડકારો હતા જેમાં તે અને તેમની રાજકીય પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સામેલ હતા. આ કેસો ચૂંટણીમાં ગેરરીતિના આરોપોથી લઈને ભ્રષ્ટાચારના આરોપો સુધીના છે. ભૂતપૂર્વ વડા પ્રધાનને સાઇફર કેસ અને તોશાખાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને એક કેસમાં 10 વર્ષની અને બીજા કેસમાં 14 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ચાલો જાણીએ આવા કેટલા મામલા છે જેમાં હજુ સુનાવણી થવાની છે.

 

સાઇફર કેસ શું છે?

સાઇફર કેસ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે. આ મામલો પહેલીવાર 27 માર્ચ 2022ના રોજ સામે આવ્યો હતો. સત્તા પરથી હટ્યા બાદ ઈમરાન ખાને એક રેલી દરમિયાન લોકોને કેટલાક દસ્તાવેજો બતાવ્યા હતા. આ તમામ કાગળો બતાવીને તેણે દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય દળો દ્વારા તેમને સત્તા પરથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઈમરાન ખાન પર ગુપ્ત માહિતીનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપરાંત પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

શું છે તોશાખાના કેસ?

તોષાખાના એ સરકારનો એક વિભાગ છે જ્યાં વડા પ્રધાનને તેમની અન્ય દેશોની મુલાકાતોમાંથી મળેલી ભેટો રાખવામાં આવે છે. આ તમામ ભેટો રાજ્યના વડાઓ અને વિદેશી મહેમાનો દ્વારા આપવામાં આવતી કિંમતી ભેટ છે. આ ભેટો અંગેનો નિયમ એવો છે કે જ્યારે સત્તામાં રહેલી સરકાર તેને મળે ત્યારે તેને તોશાખાનામાં રાખવી જરૂરી છે.વર્ષ 2018માં જ્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા અને તેમણે તેમની સત્તા દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લીધી અને એ મુલાકાતો દરમિયાન તેમને જે પણ મોંઘી ભેટ મળી, તેમણે તોશાખાનામાંથી આ બધી ભેટો નફાકારક ભાવે વેચી. તેમની સરકાર પણ આ મામલે સામેલ હતી. આ કેસમાં ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને બુધવારે કોર્ટે સજા સંભળાવી હતી. તોશાખાના કેસમાં વિશેષ અદાલતનો નિર્ણય સામાન્ય ચૂંટણીના આઠ દિવસ પહેલા બુધવારે આવ્યો હતો.

 

શું હશે ઈમરાન ખાન અને પાર્ટીનું વલણ આગળ?
ઈમરાન ખાનનો પક્ષ બંને કેસમાં થયેલી સુનાવણી અને સજાથી ખુશ નથી. પીટીઆઈએ કહ્યું કે તે આ નિર્ણયને પડકારશે. "અમે આ ગેરકાયદેસર નિર્ણય સ્વીકારતા નથી, ઇમરાન ખાનના વકીલ નઈમ પંજુથાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર પોસ્ટ કર્યું.

ખાન સામે અન્ય કયા આરોપો છે?

સિફર કેસ અને તોશાખાના કેસ ભૂતપૂર્વ વડા પ્રધાન ખાન વિરુદ્ધ પેન્ડિંગ 150 થી વધુ કેસોમાં સામેલ છે. વર્ષ 2022માં સંસદીય અવિશ્વાસ પ્રસ્તાવમાં સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ ઈમરાન ખાન ડઝનેક કેસ લડી રહ્યા છે. અન્ય આરોપો કોર્ટની તિરસ્કારથી લઈને "આતંકવાદ" અને હિંસા ભડકાવવા સુધીના છે.

 

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાને તોશાખાનામાંથી આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી હતી અને તેને વેચીને 5.8 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. આ ભેટોમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં વેચાણની વિગતો શેર ન કરવા બદલ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

આ  પણ  વાંચો  - પાકિસ્તાનની કોર્ટે પૂર્વ PM Imran Khan ને 10 વર્ષ જેલની સજા સંભળાવી

 

Next Article