ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Drone Attack: લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા આતંકનો માહોલ સર્જાયો

હુથી બળવાખોરોએ દ્વારા વધું એક જહાજને નિશાન બનાવાયું ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ તાજેતરમાં લાલ સમુદ્રમાં તેલ પરિવહન કરતા અન્ય જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ જહાજ પર ભારતનો ધ્વજ હતો. જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો...
11:33 AM Dec 24, 2023 IST | Aviraj Bagda

હુથી બળવાખોરોએ દ્વારા વધું એક જહાજને નિશાન બનાવાયું

ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ તાજેતરમાં લાલ સમુદ્રમાં તેલ પરિવહન કરતા અન્ય જહાજને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ જહાજ પર ભારતનો ધ્વજ હતો. જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં હાજર અમેરિકન યુદ્ધ જહાજને પણ ધમકીનો સંકેત મોકલવામાં આવ્યો હતો.

લાલ દરિયામાં ભારતીય ધ્વજ લગાવેલું જહાજ ડ્રોન હુમલાનું થયું શિકાર

અમેરિકી સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ગેબોન ઓઈલ ટેન્કર ડ્રોનનું નિશાન બન્યું હતું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અમેરિકન સૈનિકો પર એક સાથે બે જહાજો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આમાંથી એક નોર્વેજીયન ધ્વજવાળું કેમિકલ ટેન્કર એમવી બ્લેમેનેન હતું. પરંતું હુથિસનું ડ્રોનના નિશાનાથી બચી ગયું હતું. જો કે, ભારતીય ધ્વજ ધરાવતા એમવી જહાજ ડ્રોન હુમલા હેઠળ આવ્યા હતું.

શું હુથી બળવાખોરો હમાસ સાથે હાથ મળાવ્યોં છે ?

આ હરકતોથીએ સાબિત થઈ રહ્યું છે કે હુતીઓએ હમાસને સમર્થન આપ્યું છે, જેના કારણે તેઓ ઇઝરાયેલ સાથે સંકળાયેલ કોમર્શિયલ શિપિંગને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. પેન્ટાગોન અનુસાર, હુતીઓએ 35 થી વધુ વિવિધ દેશોના 10 જહાજોને નિશાન બનાવીને 100 થી વધુ ડ્રોન અને મિસાઈલ હુમલાઓ શરૂ કર્યા છે.

આ પણ વાંચો: Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો આતંક મસ્જિદ સુધી પહોંચ્યો

Tags :
attackdroneocean attackRed Seaterrorattack
Next Article