Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Israel Attack : ઈઝરાયેલમાં હવાઈ હુમલમાં મોટું નુકસાન, 300 થી વધુ લોકોના મોત

શનિવારની સવારે  ઈઝરાયેલ માટે ઐતિહાસિક દુર્ઘટના લઈને આવી,જે દેશે પહેલા ક્યારેય જોઈ ન હતી. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં આ સંઘર્ષમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જવાબી...
israel attack   ઈઝરાયેલમાં હવાઈ હુમલમાં મોટું નુકસાન  300 થી વધુ લોકોના મોત

શનિવારની સવારે  ઈઝરાયેલ માટે ઐતિહાસિક દુર્ઘટના લઈને આવી,જે દેશે પહેલા ક્યારેય જોઈ ન હતી. પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં આ સંઘર્ષમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. જવાબી હુમલામાં અત્યાર સુધીમાં 300 ઈઝરાયેલી લોકોના મોત થયા છે. જ્યારે ગાઝામાં 230 લોકો માર્યા ગયા છે. ઘાયલોની વાત કરીએ તો તેમની સંખ્યા 3500ને પાર થઈ ગઈ છે .

Advertisement

હમાસના મિસાઈલ અને જમીની હુમલાને કારણે ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 300 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 3500 ને પાર થઈ ગઈ છે. ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં જીવ ગુમાવનારા પેલેસ્ટાઈનની સંખ્યા 232 છે. અહીં 1700 લોકો ઘાયલ પણ થયા છે.ઇઝરાયલની નૌકાદળે દેશના દક્ષિણી વિસ્તારમાં જીકિમ બીચ પર હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે નૌકાદળે હમાસના સાત લડવૈયાઓને નિશાન બનાવીને હુમલો કર્યો, ત્યારબાદ તેઓ જીકિમ બીચ પરથી ભાગી ગયા.અલ જઝીરાના અહેવાલ મુજબ, ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો બોમ્બમારો રવિવારની વહેલી સવારે પણ ચાલુ રહ્યો હતો. અલ જઝીરાના રિપોર્ટરે જણાવ્યું કે ગાઝા સિટી પર હવાઈ હુમલાના અવાજો આવી રહ્યા છે. હવાઈ ​​હુમલામાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે હાલમાં જાણી શકાયું નથી.

Advertisement

ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહ્યું છે. ઇઝરાયેલ હમાસના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. મોટાભાગના લોકો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓમાં છુપાયેલા છે.ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે હમાસના હુમલામાં ઈઝરાયેલનો એક કમાન્ડર માર્યો ગયો છે. કર્નલ જોનાથન સ્ટેનબર્ગ કેરેમ શાહલોમ વિસ્તારમાં હમાસના ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં માર્યા ગયા છે. કેરેમ શાહલોગ એકમાત્ર ચેકપોઇન્ટ છે જ્યાંથી ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે પ્રવેશ અને બહાર નીકળી શકાય છે.હમાસે દાવો કર્યો છે કે તેણે ડઝનેક ઈઝરાયેલને બંધક બનાવ્યા નથી, પરંતુ તેમની સંખ્યા અનેક ગણી વધારે છે. હમાસની સૈન્ય પાંખના પ્રવક્તાએ કહ્યું કે જે ઈઝરાયલીઓને પકડવામાં આવ્યા છે તેમને ગાઝા પટ્ટીના અલગ-અલગ વિસ્તારોમાં બંધક બનાવવામાં આવ્યા છે.

Advertisement

તેલ-અવીવ જતી ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રાજધાની તેલ-અવીવ જતી ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરિકન એરલાઇન્સ, એર ફ્રાન્સ, લુફ્થાન્સા, અમીરાત, રાયનેર અને એગિન એરલાઇન્સે તેલ-અવીવમાં ઉડ્ડયન ન કરવાનો નિર્ણય લીધો છે.અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી છે. તેમણે પશ્ચિમ કાંઠે શાંતિ અને સ્થિરતાની વાત કરી છે. બ્લિંકને મહમૂદને કહ્યું છે કે તે હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરે છે.

મોટાભાગના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી રહ્યા નથી.

તેલ અવીવની શેરીઓમાં મૌન છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પર દબાણ છે. હમાસના હુમલા બાદ મોટાભાગના લોકોએ શેલ્ટર હોમમાં આશ્રય લીધો છે. પરંતુ મોટાભાગના લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી રહ્યા નથી.બાળકો માટે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફે કહ્યું છે કે તે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના બાળકો માટે ખૂબ જ ચિંતિત છે. યુનિસેફે કહ્યું કે સેંકડો લોકોના મોત થયા છે. તેથી, અમે હાલમાં બાળકોની સુરક્ષા પર નજર રાખી રહ્યા છીએ.

આ  પણ  વાંચો-ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ અપડેટ્સ : ઈઝરાયેલ સેનાએ ગાઝા પર કર્યો હવાઈ હુમલો

Tags :
Advertisement

.