Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hamas-Israel War : અન્ય હોસ્પિટલમાંથી હથિયારો મળ્યાઃ ઈઝરાયેલ

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે. આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી આવી...
hamas israel war   અન્ય હોસ્પિટલમાંથી હથિયારો મળ્યાઃ ઈઝરાયેલ
Advertisement

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ગાઝા બરબાદ થઈ ચુકયુ છે.ઈઝરાયેલી સેના હવે ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરી રહી છે. આ યુધ્ધના 42મા દિવસે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાં હમાસની સુરંગો મળી આવી છે.

Advertisement

Advertisement

42 દિવસ થવા છતા પણ હમાસ-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ યથાવત

Advertisement

ઈઝરાયેલ આ પહેલા લગાતાર આરોપ લગાવી ચુકયુ છે કે, હમાસના આતંકીઓ હોસ્પિટલો તેમજ બીજી સરકારી જગ્યાઓને પોતાનુ આશ્રય સ્થાન બનાવે છે.હમાસની સુરંગનો મોટો હિસ્સો અલ શિફા હોસ્પિટલની નીચેથી પસાર થાય છે. ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે અમારી પાસે નક્કર માહિતી છે કે હમાસે હોસ્પિટલમાં કેટલાક બંધકોને છુપાવ્યા છે. નેતન્યાહુએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કિબુત્ઝ બેરીથી બંધક બનાવવામાં આવેલી 65 વર્ષીય મહિલાનો મૃતદેહ અલ શિફા હોસ્પિટલ પાસે મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહ પાસે AK-47 જેવા હથિયારો મળી આવ્યા હતા. તેણે કહ્યું કે અમારી સેના આવે તે પહેલા જ હમાસે બંધકોને હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા અને તેમને બીજે ખસેડ્યા.

ગાઝામાં અત્યાર સુધીમાં હજારો આતંકીઓને ઠાર

બીજી તરફ ઈઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેણે ગાઝામાં અત્યાર સુધીમાં હજારો આતંકીઓને ઠાર કર્યા છે. વાયુસેના પ્રમુખે ગુરુવારે રાત્રે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસે આપણા દેશ પર હુમલો કર્યો હતો. હુમલા બાદથી અમે નક્કી કર્યું છે કે અમે હમાસને સંપૂર્ણપણે ખતમ કરીશું. અમે અત્યાર સુધીમાં હજારો આતંકીઓને ઠાર કર્યા છે.

ઈઝરાયેલની સેનાએ હવે ગાઝા બંદર પર પણ નિયંત્રણ મેળવી લીધું છે. સેનાને અહીં ઘણી સુરંગો પણ મળી છે જેને તેણે નષ્ટ કરી દીધી છે. સેનાએ કહ્યું કે હમાસ આ વિસ્તારમાં નેવલ કમાન્ડોને તૈયાર કરી રહ્યું હતું, અહીં પણ સેનાએ 10 કમાન્ડોને ઠાર કર્યા છે. દરમિયાન એવા સમાચાર છે કે ઉત્તરી ગાઝા બાદ હવે ઈઝરાયેલની સેના દક્ષિણ ગાઝાને પણ ખાલી કરાવવા જઈ રહી છે. સેનાએ દક્ષિણ ગાઝામાં અરબી ભાષામાં લખેલી પત્રિકાઓ ઉતારી છે.તમને જણાવી દઈએ કે આ પહેલા સેનાએ ઉત્તરી ગાઝામાં લોકોને વિસ્તાર ખાલી કરવા માટે પત્રિકાઓ ફેંકી હતી. પત્રિકાઓમાં લખવામાં આવ્યું છે કે કમાન્ડ સેન્ટરની નજીકના તમામ કામદારો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

આ  પણ  વાંચો -પ્લેનમાં એક ઘોડો છે…’, પાયલોટે મેસેજ કર્યો અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું…

Tags :
Advertisement

Trending News

.

×