ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Greenland: ગ્રીનલેન્ડ સફેદમાંથી લીલું બની રહ્યું, વિશ્વ માટે સૌથી મોટો ખતરો સાબિત થશે

Greenland: છેલ્લા 30 વર્ષમાં ગ્રીનલેન્ડ (Greenland) ના 28,707 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો બરફ પીગળી ગયો છે. હવે ત્યાં હરિયાળી ઉગી રહી છે. મોટાભાગની વેટલેન્ડ વનસ્પતિ એટલે કે વૃક્ષો, છોડ અને ઘાસ દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના દૂરના વિસ્તારોમાં કાંગેરલુસૌકમાં ફેલાય છે. ગરમીને કારણે...
12:09 AM Feb 15, 2024 IST | Aviraj Bagda
Greenland turns from white to green, will prove to be the biggest threat to the world

Greenland: છેલ્લા 30 વર્ષમાં ગ્રીનલેન્ડ (Greenland) ના 28,707 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો બરફ પીગળી ગયો છે. હવે ત્યાં હરિયાળી ઉગી રહી છે. મોટાભાગની વેટલેન્ડ વનસ્પતિ એટલે કે વૃક્ષો, છોડ અને ઘાસ દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના દૂરના વિસ્તારોમાં કાંગેરલુસૌકમાં ફેલાય છે.

ગરમીને કારણે બરફ પીગળી રહ્યો

Greenland

અતિશય ગરમીના કારણે બરફ પીગળી રહ્યો છે. 1970 થી ગ્રીનલેન્ડ (Greenland) નો બરફ પીગળવાનો દર વિશ્વની સરેરાશ કરતા બમણો છે. 1979 થી 2000 દરમિયાન હવાનું સરેરાશ તાપમાન 2007 થી 2012 ની સરખામણીમાં 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.

Greanland માટે હરિયાળી હાનિકારણ છે

લીડ્ઝ યુનિવર્સિટી (Leeds University) ના વૈજ્ઞાનિકોએ ગ્રીનલેન્ડ (Greenland) ની બદલાતી બરફની ચાદરનો અભ્યાસ કર્યો. જેના કારણે આ કુદરતી સ્થળનું સંતુલન બગડી રહ્યું છે. જોકે ભવિષ્યમાં એવું થઈ શકે છે કે સફેદ બરફથી ઢંકાયેલો ગ્રીનલેન્ડ વૃક્ષો (Greenland) અને છોડવાઓથી સંપૂર્ણપણે લીલો થઈ જાય. લીડ્સ યુનિવર્સિટી (Leeds University) ના જોનાથન કેર્વિકે કહ્યું કે અમે જોયું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. હરિયાળી વધી રહી છે. ગ્રીનલેન્ડ (Greenland) માટે ખૂબ હરિયાળું હોવું હાનિકારક છે.

બરફ પીગળવાને કારણે પ્રાચીન વાયરસ ફરીથી ફેલાઈ શકે

આ અભ્યાસના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. માઇકલ ગ્રિમ્સે જણાવ્યું હતું કે પીગળતા બરફમાંથી વહેતું પાણી માટી અને કાંપ વહન કરીને આગળ વધે છે. આ wetland અને Fenlands ને સપોર્ટ કરે છે. જો જમીન આમ જ વધતી રહેશે. જેના કારણે દરિયાકાંઠાના શહેરોને નુકસાન થાય છે. જ્યારે આવી જમીન પર હરિયાળી ઉગે છે, ત્યારે નવા અને પ્રાચીન વાયરસ અને બેક્ટેરિયાના વિકાસની શક્યતા રહે છે.

આ પણ વાંચો: અમેરિકાની આ શોધથી ભારતને પણ થશે ફાયદો, હાથ લાગ્યું 2 અરબ ટન White Gold!

Tags :
FenlandsGreenlandGujaratGujaratFirstLeeds UniversitySciencesnowwetland
Next Article