Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G 20 summit : અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden આવતી કાલે ભારત આવશે, કોવિડ રિપોર્ટ આવ્યો નેગેટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારતની યાત્રાએ આવશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિને વ્હાઈટ હાઉસમાં એક સંવાદદાતા સંમેલનમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે- ભારત યાત્રા દરમિયાન...
g 20 summit   અમેરિકાના રાષ્ટ્રપતિ joe biden આવતી કાલે ભારત આવશે  કોવિડ રિપોર્ટ આવ્યો નેગેટિવ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારતની યાત્રાએ આવશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલવિને વ્હાઈટ હાઉસમાં એક સંવાદદાતા સંમેલનમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું કે- ભારત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ બાઇડેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

Advertisement

અમેરિકાના પ્રથમ મહિલા 72 વર્ષના જિલ બાઇડેન સોમવારે કોવિડ પોઝિટિવ થયાં હતાં. જે બાદ 80 વર્ષના બાઇડેનનો સોમવાર અને મંગળવારે તપાસ કરાઈ, ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. NSA જેક સુલિવને કહ્યું કે- ગુરુવારે રાષ્ટ્રપતિ બાઇડેન જી-20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે નવી દિલ્હી જશે. શુક્રવારે તેઓ વડાપ્રધાન મોદીની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે અને શનિવાર તેમજ રવિવારે તેઓ જી-20 શિખર સંમેલનના આધિકારિક સત્રમાં સામેલ થશે.

Advertisement

Advertisement

NSA સુલિવને કહ્યું કે- રાષ્ટ્રપતિ જો બાઇડેન જ-20 શિખર સંમેલનમાં ભાગ લેનારા પ્રમુખ નેતા છે અને અમેરિકાના ભાગીદારોની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું- અમારું માનવું છે કે દુનિયા આ સપ્તાહના અંતમાં નવી દિલ્હીમાં આ જોશે. જી-20 પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતા ઓછી નથી થઈ. અમને આશા છે કે જી-20 શિખર સંમેલન આ સંદેશ આપશે કે દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓ પડકારભર્યા વાતાવરણમાં પણ મળીને સાથે કામ કરે છે.

આ  પણ   વાંચો- ELON MUSK ની થઇ શકે છે હત્યા…! જાણો કોણે ચિંતા વ્યક્ત કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.