Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Republic Day 2024 : પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, ભારતે આપ્યું આમંત્રણ

ભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસની (Republic Day) ઉજવણી પર મુખ્ય અતિથિ તરીકે કોઈ ન કોઈ નેતાને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને (Emmanuel Macron) ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા ભારત તરફથી આમંત્રણ...
04:51 PM Dec 22, 2023 IST | Vipul Sen

ભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસની (Republic Day) ઉજવણી પર મુખ્ય અતિથિ તરીકે કોઈ ન કોઈ નેતાને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને (Emmanuel Macron) ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનએ 14 જુલાઈના રોજ પેરિસ ખાતે આયોજિત બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) વિશેષ અતિથિ તરીકે સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેસ્ટાઇલ ડે પરેડમાં (Bastille Day parade) સન્માનિત અતિથિ તરીકે ભારતના બીજા વડાપ્રધાન હતા. આ પહેલા સાલ 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ આ પરેડમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થયા હતા.

જી20 શિખર સમ્મેલન માટે મેક્રોન ભારત આવ્યા હતા

ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ નિમિત્તે ત્રણેય સેના પાંખમાંથી 241 સભ્યોની ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય સશસ્ત્ર દળની ટુકડીનું નેતૃત્વ પંજાબ રેજિમેન્ટે રાજપૂતાના રાઇફલ્સ રેજિમેન્ટ સાથે કર્યું હતું. આ સાથે, ભારતીય વાયુ સેનાના રાફેલ જેટ પરેડ દરમિયાન ફ્લાઈ પાસ્ટમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે, આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતની અધ્યક્ષતા હેઠળ જી20 શિખર સમ્મેલનનું (G20 Summit) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ થવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન પણ ભારત આવ્યા હતા. દરમિયાન 10 સપ્ટેમ્બરના રોજ જી20 શિખર સમ્મેલન દરમિયાન દિલ્હીમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોને દ્વિપક્ષીય બેઠક કરી હતી. જે પછી પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમણે ભારત અને ફ્રાંસ સંબંધોને વધુ મજબૂત કરવા અને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે.

 

આ પણ વાંચો - રાહુલ ગાંધી અપરિપક્વ, દેશની માફી માગવી જોઇએ: અનુરાગ ઠાકુર

Tags :
Bastille Day paradeemmanuel macronFrance-India RelationFrench PresidentG20 SummitIndia Republic Day 2024pm modiRepublic Day celebrations
Next Article