Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

France Abortion Rights: ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપ્યો

France Abortion Rights: ફ્રાન્સની સંસદે 4 માર્ચ 2024 એ ઐતિહાસિક કાયદો બંધારણમાં બનાવ્યો છે. મહિલાઓને ગર્ભપાત (Abortion) નો બંધારણીય (Constitutional) અધિકાર આપનારો ફ્રાન્સ (France) વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફ્રાન્સના બંધારણ (Constitutional) માં ગર્ભપાત (Abortion) ના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો...
09:06 AM Mar 05, 2024 IST | Aviraj Bagda
France Abortion Rights

France Abortion Rights: ફ્રાન્સની સંસદે 4 માર્ચ 2024 એ ઐતિહાસિક કાયદો બંધારણમાં બનાવ્યો છે. મહિલાઓને ગર્ભપાત (Abortion) નો બંધારણીય (Constitutional) અધિકાર આપનારો ફ્રાન્સ (France) વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફ્રાન્સના બંધારણ (Constitutional) માં ગર્ભપાત (Abortion) ના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા અધિકાર જૂથોએ તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, તો ગર્ભપાત વિરોધી જૂથોએ તેની ટીકા કરી છે.

ફ્રાન્સમાં મહિલાઓની સ્વતંત્રતા અને ગર્ભપાત (Abortion) કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવા ધારાશાસ્ત્રીઓએ 1958 ના બંધારણમાં સુધારો કર્યો હતો. ફ્રાન્સ (France) ની સંસદના સંયુક્ત ગૃહમાં ગર્ભપાત (Abortion) અધિકારો સંબંધિત બિલની તરફેણમાં 780 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 72 વોટ પડ્યા. આ નિર્ણય પછી, ગર્ભપાત અધિકાર કાર્યકર્તાઓ સેન્ટ્રલ પેરિસમાં એકઠા થયા અને તેની પ્રશંસા કરી.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમનું વચન પાળ્યું

સંસદ સ્પીકરે કહ્યું કે મને સંસદ પર ગર્વ છે, જેમાં આપણા બંધારણીય (Constitutional) કાયદામાં ગર્ભપાતનો (Abortion) અધિકાર સામેલ કરવામાં આવ્યો. આપણે આ પગલું ભરીને વિશ્વના પ્રથમ દેશ બની ગયા છીએ. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો (President Emmanuel Macron) ને કહ્યું કે તેમણે મહિલાઓને ગર્ભપાત (Abortion) નો બંધારણીય અધિકાર આપવાનું વચન આપ્યું હતું. આખરે હવે તેમનું આ વચન પૂરું થયું છે.

ફ્રાંસના બંધારણમાં આ 25 મો સુધારો છે

અમેરિકા અને અન્ય દેશોની સરખામણીમાં ફ્રાંસ (France) માં ગર્ભપાત (Abortion) ના અધિકારો અંગે વધુ જાગૃતિ છે. આ અંગે અનેક સર્વે પણ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સ (France) ના 85% લોકોએ તેનું સમર્થન કર્યું હતું. ફ્રાન્સ (France) ના બંધારણમાં (Constitutional) આ 25 મો સુધારો છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે ફ્રાન્સ (France) ના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હોય. આ પહેલા ફ્રાંસ (France) ની સંસદમાં બંધારણ (Constitutional) ના અનુચ્છેદ 34 માં સુધારો કરવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Lok Sabha Elections : ભાજપનું અમેરિકામાં પ્રચારનો પ્રારંભ, 25 લાખ લોકોને કોલ કરવાનો લક્ષ્યાંક

Tags :
abortionAbortion RightsConstitutionalFranceFrance Abortion RightsGujaratFirstHistoryInternationalwomen empowermentWomen Rights
Next Article