France Abortion Rights: ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપ્યો
France Abortion Rights: ફ્રાન્સની સંસદે 4 માર્ચ 2024 એ ઐતિહાસિક કાયદો બંધારણમાં બનાવ્યો છે. મહિલાઓને ગર્ભપાત (Abortion) નો બંધારણીય (Constitutional) અધિકાર આપનારો ફ્રાન્સ (France) વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ફ્રાન્સના બંધારણ (Constitutional) માં ગર્ભપાત (Abortion) ના અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા અધિકાર જૂથોએ તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે, તો ગર્ભપાત વિરોધી જૂથોએ તેની ટીકા કરી છે.
- ફ્રાંસના 1958 બંધારણમાં સુધારો કરવામાં આવ્યો
- ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમનું વચન પાળ્યું
- ફ્રાંસના બંધારણમાં આ 25 મો સુધારો છે
ફ્રાન્સમાં મહિલાઓની સ્વતંત્રતા અને ગર્ભપાત (Abortion) કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવા ધારાશાસ્ત્રીઓએ 1958 ના બંધારણમાં સુધારો કર્યો હતો. ફ્રાન્સ (France) ની સંસદના સંયુક્ત ગૃહમાં ગર્ભપાત (Abortion) અધિકારો સંબંધિત બિલની તરફેણમાં 780 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 72 વોટ પડ્યા. આ નિર્ણય પછી, ગર્ભપાત અધિકાર કાર્યકર્તાઓ સેન્ટ્રલ પેરિસમાં એકઠા થયા અને તેની પ્રશંસા કરી.
You are watching a scene from France as they CELEBRATE what will be a GENOCIDE of French babies after officially making abortion a constitutional right. pic.twitter.com/QhOmvWyUab
— Kristan Hawkins (@KristanHawkins) March 4, 2024
ફ્રાંસના રાષ્ટ્રપતિએ તેમનું વચન પાળ્યું
સંસદ સ્પીકરે કહ્યું કે મને સંસદ પર ગર્વ છે, જેમાં આપણા બંધારણીય (Constitutional) કાયદામાં ગર્ભપાતનો (Abortion) અધિકાર સામેલ કરવામાં આવ્યો. આપણે આ પગલું ભરીને વિશ્વના પ્રથમ દેશ બની ગયા છીએ. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો (President Emmanuel Macron) ને કહ્યું કે તેમણે મહિલાઓને ગર્ભપાત (Abortion) નો બંધારણીય અધિકાર આપવાનું વચન આપ્યું હતું. આખરે હવે તેમનું આ વચન પૂરું થયું છે.
ફ્રાંસના બંધારણમાં આ 25 મો સુધારો છે
#France has become the first country in the world to enshrine abortion rights in its constitution. French lawmakers from both houses of the Parliament, in a special session, voted 780 to 72 in favor of the move to amend the Constitution. pic.twitter.com/PSZvHhxFeH
— All India Radio News (@airnewsalerts) March 5, 2024
અમેરિકા અને અન્ય દેશોની સરખામણીમાં ફ્રાંસ (France) માં ગર્ભપાત (Abortion) ના અધિકારો અંગે વધુ જાગૃતિ છે. આ અંગે અનેક સર્વે પણ કરવામાં આવ્યા હતા. ફ્રાન્સ (France) ના 85% લોકોએ તેનું સમર્થન કર્યું હતું. ફ્રાન્સ (France) ના બંધારણમાં (Constitutional) આ 25 મો સુધારો છે. 2008 પછી આ પ્રથમ વખત છે જ્યારે ફ્રાન્સ (France) ના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હોય. આ પહેલા ફ્રાંસ (France) ની સંસદમાં બંધારણ (Constitutional) ના અનુચ્છેદ 34 માં સુધારો કરવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Lok Sabha Elections : ભાજપનું અમેરિકામાં પ્રચારનો પ્રારંભ, 25 લાખ લોકોને કોલ કરવાનો લક્ષ્યાંક