FBI : પત્નીના હત્યારા ભદ્રેશ પટેલના માથે 2.50 લાખ ડૉલરનું ઈનામ
FBI Most wanted : યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની (FBI Most wanted) યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશ પટેલનું નામ પણ છે. FBI એ તેના પર અઢી લાખ ડૉલરનું ઈનામ રાખ્યું છે. FBI એ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ 2015થી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.
ભદ્રેશ પટેલ પત્નીને ચપ્પાના ઘા માર્યા હતા
મીડિયા અહેવાલો અનુસાર તે સમયે ભદ્રેશ પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBI ભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
ભદ્રેશ પટેલ છેલ્લે નેવાર્ક અને ન્યુ જર્સી વિસ્તારમાં જોવા મળ્યો હતો
2017 માં તપાસની ગંભીરતા અને તાકીદને ચિહ્નિત કરીને ટોચના 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની એફબીઆઈની સૂચિમાં પ્રથમ વખત તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. FBI એ જણાવ્યું છે કે પટેલ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર,સેકન્ડ-ડિગ્રી મર્ડર, ફર્સ્ટ-ડિગ્રી હુમલો, સેકન્ડ-ડિગ્રી હુમલો,ઈજા પહોંચાડવાના ઈરાદા સાથે ખતરનાક હથિયાર અને કાર્યવાહીથી બચવા માટે ગેરકાનૂની ઉડાન માટે વોન્ટેડ છે.અગાઉ આ સંદર્ભે ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવામાં માહિર ભરત પટેલ ઉર્ફે બોબીની પણ સહાયતા લીધી હોય તેવું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભદ્રેશ પટેલ છેલ્લે નેવાર્ક અને ન્યુ જર્સી વિસ્તારમાં જોવા મળ્યો હતો.
FBI એ અગાઉ ઈનામ જાહેર કર્યું હતું
અગાઉ પણ FBI એ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું.વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડૉલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી.પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, 21, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા.પલકનો મૃતદેહ મળ્યો તે અગાઉના CCTV ફૂટેજમાં ભદ્રેશ અને તેની પત્ની પલક રેકની પાછળ ગાયબ થતા તથા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો - ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ગમે ત્યારે થશે યુદ્ધ, ભારત સરકારે નાગરિકોને યાત્રા ટાળવા માટે કરી અપીલ
આ પણ વાંચો - Israel-Hamas War : ઈદના દિવસે પણ ગાઝા પર ઇઝરાયેલની કાર્યવાહી! અમેરિકાએ ઇરાનને લઈ આપી આ ચેતવણી!
આ પણ વાંચો - War: મોટા હુમલાની થઈ રહી છે તૈયારી, 48 કલાકમાં ઉકેલ ન આવ્યો તો થશે ભયાનક યુદ્ધ!