Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં એલોન મસ્કની એન્ટ્રી,ગાઝામાં કરશે આ કામ!

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીની વિવાદને લઈને યુધ્ધ ચાલી  રહ્યું છે, જેના કારણે ગઈકાલે રાત્રે ગાઝા પટ્ટીમાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં માનવીય રાહત પુરી પાડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી...
ઈઝરાયેલ હમાસ યુદ્ધમાં એલોન મસ્કની એન્ટ્રી ગાઝામાં કરશે આ કામ

ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે જમીની વિવાદને લઈને યુધ્ધ ચાલી  રહ્યું છે, જેના કારણે ગઈકાલે રાત્રે ગાઝા પટ્ટીમાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં માનવીય રાહત પુરી પાડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દરમિયાન, એલોન મસ્કે તેની X પોસ્ટમાં વચન આપ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં માનવતાવાદી રાહત માટે તેની સ્ટારલિંક ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરશે.

Advertisement

Advertisement

Alexandria Ocasio-Cortez પર એક પોસ્ટ કરી "મને ખબર નથી કે આવા કૃત્યનો બચાવ કેવી રીતે કરી શકાય. યુનાઇટેડ સ્ટેટ્સે ઐતિહાસિક રીતે આ પ્રથાની નિંદા કરી છે." જવાબમાં, એલોન મસ્કએ પોસ્ટ કર્યું, "સ્ટારલિંક ગાઝામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સહાય સંસ્થાઓ સાથે જોડાણને સમર્થન આપશે."

Advertisement

તમને જણાવી દઈએ કે સ્ટારલિંક મસ્કની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડિંગ કંપની છે, જેના ડેવલપમેન્ટમાં તેની પોતાની સ્પેસ ફ્લાઈટ કંપની SpaceX નો મોટો ફાળો છે. જો કે સ્ટારલિંક સેટેલાઇટનું આયુષ્ય 5 વર્ષનું છે, પરંતુ હાલમાં SpaceX પાસે અવકાશમાં લગભગ 42 હજાર ઉપગ્રહો છે, જેના દ્વારા તે ગમે ત્યાં તેની ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડી શકે છે.

પેલેસ્ટિનિયન પ્રદેશ પર ઇઝરાયેલના ભારે બોમ્બમારો વચ્ચે શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઇન્ટરનેટ ઍક્સેસ અને ફોન નેટવર્ક સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યું હતું. પેલેસ્ટિનિયન ટેલિકોમ્યુનિકેશન પ્રોવાઈડર જવવાલ દ્વારા સંચાર બ્લેકઆઉટની પુષ્ટિ કરવામાં આવી હતી. "છેલ્લા એક કલાકમાં ભારે બોમ્બમારાથી ગાઝાને બહારની દુનિયા સાથે જોડતા બાકીના તમામ આંતરરાષ્ટ્રીય માર્ગો નાશ પામ્યા છે," જવાલે તેના ફેસબુક પેજ પર લખ્યું હતું

આ  પણ  વાંચો -હમાસ પર ISRAEL DEFENCE FORCE ના હુમલા થયા તેજ, ગાઝામાં રાતભર બોમ્બમારો કર્યો

Tags :
Advertisement

.