Earthquake Update: જાપાનમાં કુદરતી હોનારતો બંધ થવાનું નામ નથી લઈ રહ્યા
Earthquake Update: ગત ડિસેમ્બરની શરૂઆતથી Japan માં વિકટ પરિસ્થિતિઓમાં ઘટાડો થઈ રહ્યો નથી. તેના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યાં છે, તો મોટા ભાગના લોકો ઘાયલ અવસ્થામાં છે. તે ઉપરાંત અનેક પરિજનોના સભ્યો આ છેલ્લા એક માસથી ગુમ થયેલા છે. આ બધાનું મૂળ કારણ એક જ છે, જે છે Earthquake
ત્યારે ફરિ એકવાર Japan માં જોરદાર Earthquake થી ધરતી હચમચી ગઈ છે. GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરી Japanના હોન્શુના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા ધરાવતો Earthquake આવ્યો હતો. જો કે Earthquake બાદ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ કે આંકડાઓ સામે આવ્યા નથી.
6 જાન્યુઆરીએ પણ Earthquake અનુભવાયો હતો
તાજેતરમાં Japanના નોટો પેનિનસુલામાં પણ 4.4 ની તીવ્રતાનો Earthquake આવ્યો હતો. રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ એજન્સીના જણાવ્યા અનુસાર આ Earthquake રાત્રે 11.20 કલાકે અનુભવાયો હતો. તે ઉપરાંત Japanની ધરતી 1 જાન્યુઆરીથી સતત ધ્રૂજી રહી છે.
Earthquake Update
Earthquake અંગે ચેતવણી જારી કરવામાં આવી
1 જાન્યુઆરીએ દેશમાં આવેલા ખતરનાક Earthquake બાદ લોકોમાં ભયાવહ માહોલ પ્રસરી ગયો છે. તેમજ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં નાના-મોટા ધરતીકંપના અનેક ઝટકા અનુભવાશે અને ફરીવાર અતિ તીવ્રતા સાથે Earthquake ના કેટલાક આંચકા જોવા મળી શકે છે.
126 લોકોના મોત થયા છે
1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના દિવસે 7.6 તીવ્રતાના ભૂકંપે Japan માં ભારે તબાહી મચાવી હતી. તે દરમિયાન ઘણી જગ્યાએ આગ ફાટી નીકળી હતી. ત્યારે મોટાભાગના વિસ્તારોમાં દુકાનો અને મકાનોને નુકસાન થયું હતું અને વૃક્ષો અને થાંભલાઓ પણ ધરાશાયી થયા હતા. Earthquake ના કારણે અત્યાર સુધીમાં 126 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: Afghanistan : કાબુલમાં મિની બસમાં જોરદાર ધમાકો, 2 ના મોત, 14 લોકો ઘવાયા