Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

COP-28 Summit: PM મોદી દુબઈના પ્રવાસે,ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)માં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં તેમના આગમનને લઈને ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.  ...
cop 28 summit  pm મોદી દુબઈના પ્રવાસે ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)માં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં તેમના આગમનને લઈને ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવ્યા હતા.

Advertisement

PM મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ COP28 સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા છે. એક સારો ગ્રહ (પૃથ્વી) બનાવવા માટે આ સમિટમાં ભાગ લેવા માટે આતુર છું. તેમણે કહ્યું કે દુબઈમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગતથી તેઓ પ્રભાવિત થયા છે. તેમનો સહકાર અને ઉત્સાહ આપણી જીવંત સંસ્કૃતિ અને મજબૂત સંબંધોનો પુરાવો છે.

Advertisement

દુબઈ જતા પહેલા PM મોદીએ શું કહ્યું  હતું 

દુબઈ જતા પહેલા PM મોદીએ કહ્યું હતું કે જ્યારે પણ વાતાવરણની વાત આવે છે ત્યારે ભારતે હંમેશા જે કહ્યું છે તે કર્યું છે. તેમણે કહ્યું કે G-20ની યજમાની વખતે જળવાયુ પરિવર્તનનો મુદ્દો અમારી પ્રાથમિકતામાં ટોચ પર હતો. નવી દિલ્હીના નેતાઓની ઘોષણામાં જળવાયુ પરિવર્તન અને ટકાઉ વિકાસ અંગેના ઘણા નક્કર પગલાંનો સમાવેશ થાય છે. હું આ મુદ્દાઓ પર COP28 આગળ સર્વસંમતિની અપેક્ષા રાખું છું.

Advertisement

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે પીએમ મોદી COP28 સમિટ માટે UAE પહોંચી ગયા છે. UAE ના ડેપ્યુટી PM અને ગૃહમંત્રી શેખ સૈફ બિન જાયદ અલ નાહયાને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.બઈમાં PM મોદીની હોટલની બહાર ભારતીય મૂળના લોકોની મોટી ભીડ એકઠી થઈ છે. આ લોકો પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે ત્યાં પહોંચ્યા હતા. પીએમ મોદીની દુબઈ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે પીએમ મોદી શુક્રવારે યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ઓન ક્લાઈમેટ (COP28) દરમિયાન વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. આ સમિટમાં વિશ્વભરમાંથી અનેક નેતાઓ ભાગ લેશે. આ દરમિયાન ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે.

વિશ્વભરમાંથી 160 નેતાઓ ભાગ લેશે

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) ના 198 દેશો સભ્યો છે. દુબઈમાં યોજાનારી સમિટમાં 160 વૈશ્વિક નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે રાષ્ટ્રો વચ્ચેના સહકાર દ્વારા જ આનો સામનો કરી શકાય છે. આ સમિટમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપરાંત બિઝનેસ લીડર, યુવાઓ, વૈજ્ઞાનિકો, પત્રકારો, સ્થાનિક લોકો અને અન્ય નિષ્ણાતો સહિત 70,000 લોકો ભાગ લેશે.

આ  પણ  વાંચો -દેશની 70 ટકા વસ્તી એઇડ્સ વિશે જાગૃત નથી, નિવારણ માટે જાગૃત થવું જરૂરી

Tags :
Advertisement

.