Bangladesh Train Collision : બાંગ્લાદેશમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર,12 થી વધુ લોકોના મોત
બાંગ્લાદેશનાં કિશોરગંજમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણમાં 12 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ ખાતે પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં થયેલા મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.
ટ્રેનનાં કોચ નીચે અનેક લોકો ફસાયા
બાંગ્લાદેશમાં કન્ટેનર અને પેસેન્જર ટ્રેન વચ્ચેની અથડામણમાં ઘણા લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્ષતિગ્રસ્ત કોચની નીચે ઘણા ઘાયલો ફસાયેલા પડ્યા છે. કિશોરગંજમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણમાં હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબ ખાતે પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક મીડિયાએ સાક્ષીઓના હવાલાથી જણાવ્યું હતું કે ઘણા લોકો ટ્રેનની નીચે ફસાયા છે.
ફાયર બ્રિગેડની બચાવ કામગીરી
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ક્ષતિગ્રસ્ત કોચની નીચે ઘણા ઘાયલો પડ્યા છે. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે ફાયર સર્વિસના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીની શરૂઆત કરી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો-‘આ પ્રકારના સંબંધ મોટેભાગે ટાઇમપાસ હોય છે’ જાણો કયા કેસમાં હાઇકોર્ટે કરી આ મોટી ટિપ્પણી