ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

China AI Technology: ચીનની AI સિસ્ટમ અમેરિકન સહિત વૈશ્વિક સ્તરે મુશ્કેલીમાં કરશે વધારો

ચીનની ટોચની ગુપ્તચર એજન્સી અમેરિકન જાસૂસો અને અન્ય લોકો પર નજર રાખવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ચીનની AI સિસ્ટમ અમેરિકન જાસૂસો પર નજર રાખવા માટે ઈન્સ્ટન્ટ ડોઝિયર બનાવી શકે છે. AI-જનરેટેડ પ્રોફાઇલ ચીની જાસૂસોને...
04:21 PM Dec 28, 2023 IST | Aviraj Bagda

ચીનની ટોચની ગુપ્તચર એજન્સી અમેરિકન જાસૂસો અને અન્ય લોકો પર નજર રાખવા માટે AI નો ઉપયોગ કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ચીનની AI સિસ્ટમ અમેરિકન જાસૂસો પર નજર રાખવા માટે ઈન્સ્ટન્ટ ડોઝિયર બનાવી શકે છે. AI-જનરેટેડ પ્રોફાઇલ ચીની જાસૂસોને અમેરિકન જાસૂસો તેમજ તેમના નેટવર્ક અને નબળાઈઓને ઓળખવામાં મદદ કરશે.

M.S.S. અમેરિકન સુરક્ષા દળનો આપશે માત

ચીનની મુખ્ય ગુપ્તચર એજન્સી રાજ્ય સુરક્ષા મંત્રાલય (M.S.S.) એ વ્યાપક ભરતી તૈયાર કરી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એજન્સી ચીનના નેતા શી જિનપિંગના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે વધુ સારી તાલીમ, મોટા બજેટ અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોતાને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. જેથી દેશ વિશ્વની અગ્રણી આર્થિક અને સૈન્ય શક્તિ તરીકે અમેરિકાને નિશાન બનાવી શકે.

પ્રોગ્રામના ડાયરેક્ટરે આપી પ્રતિક્રિયા

આ મુદ્દા પર ડીસીમાં સ્ટીમસન સેન્ટરમાં ચાઇના પ્રોગ્રામના ડાયરેક્ટર યુન સુનેએ  જણાવ્યું હતું કે વર્તમાન ટેક્નોલોજી અથવા અન્ય લોકોના વેપાર રહસ્યોનું શોષણ કરવું એ ચીન માટે લોકપ્રિય શોર્ટકટ બની ગયું છે, જેને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બીજી તરફ ચીન દ્વારા AI ના ઉપયોગ પર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ના ડેપ્યુટી ડાયરેક્ટર ડેવિડ કોહેને કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના નેતૃત્વમાં ગુપ્તચર એજન્સી ચીનના પડકારોનો સામનો કરવા માટે કામ કરી રહી છે.

આ પણ વાંચો: મુંબઈ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદને લઈ PAK મીડિયાનો મોટો દાવો, કહ્યું- ભારત સરકારે..!

 

Tags :
AIAI technologyAmericanChineElectronics and TechnologyGujaratGujaratFirst
Next Article