300 મુસાફરોને 3 દિવસ પછી હાશકારો....ફ્રાન્સમાંથી વિમાનની 'મુક્તિ' ઉડાન
ફ્રાન્સમાં રોકાયેલી ફ્લાઈટ સોમવારે (25 ડિસેમ્બર) મુંબઈ માટે ટેકઓફ થઈ હતી. માનવ તસ્કરીની આશંકાથી શુક્રવારે (22 ડિસેમ્બર) પેરિસ નજીકના એરપોર્ટ પર મુંબઈ જતી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ભારતીય હતા.
ભારત સરકારે આ મામલે ફ્રાન્સનો આભાર માન્યો છે. ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા X પર લખ્યું, "પરિસ્થિતિને વહેલી તકે ઉકેલવા માટે ફ્રાન્સની સરકાર અને વત્રી એરપોર્ટનો આભાર." એમ્બેસીએ વધુમાં કહ્યું કે અમે સુરક્ષિત પરત ફરવા માટે સ્થળ પર હાજર રહ્યા છીએ.
લિજેન્ડ એરલાઈન્સે શું કહ્યું?
રોમાનિયન એરલાઇન લિજેન્ડ એરલાઇન્સના વકીલ લિલિયાના બકાયોકોએ જણાવ્યું હતું કે પ્લેન લીઝ પર લેનાર ભાગીદાર કંપની દરેક યાત્રીના ઓળખ દસ્તાવેજો ચકાસવા માટે જવાબદાર છે, અને ફ્લાઇટના 48 કલાક પહેલા મુસાફરોના પાસપોર્ટની માહિતી એરલાઇનને મોકલી હતી. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
શું છે મામલો?
ફ્રેન્ચ સત્તાવાળાઓએ રોમાનિયન કંપની 'લેજન્ડ એરલાઇન્સ' દ્વારા સંચાલિત A340 એરક્રાફ્ટને રવિવાર (24 ડિસેમ્બર) ના રોજ ફરી તેની મુસાફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી.દુબઈ, સંયુક્ત આરબ અમીરાતથી 303 મુસાફરો સાથે નિકારાગુઆ જતી ફ્લાઇટને શુક્રવારે (22 ડિસેમ્બર) પેરિસથી 150 કિમી પૂર્વમાં વિટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાથી અટકાવવામાં આવી હતી.
આ પણ વાંચો -ફ્રાંસમાં પકડાયેલા વિમાનમાં મહેસાણાના એજન્ટે મોકલેલા પેસેન્જરો મળ્યા