Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાઉદી અરબમાં વિદેશી કામદારો માટે બદલ્યા નિયમો, ભારત પર શું અસર થશે?

ભારતીય કામદારો અને વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ દેશ સાઉદી અરેબિયાએ વિદેશી ઘરેલુ કામદારો માટે મોટો ફેરફાર કર્યો છે. સાઉદી સરકારની સત્તાવાર વેબસાઇટ 'સાઉદી ગેઝેટ' અનુસાર, સરકારે વિદેશી ઘરેલુ કામદારોની ભરતી માટે જારી કરાયેલા વિઝા નિયમોને કડક બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાઉદીના...
સાઉદી અરબમાં વિદેશી કામદારો માટે બદલ્યા નિયમો  ભારત પર શું અસર થશે

ભારતીય કામદારો અને વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ દેશ સાઉદી અરેબિયાએ વિદેશી ઘરેલુ કામદારો માટે મોટો ફેરફાર કર્યો છે. સાઉદી સરકારની સત્તાવાર વેબસાઇટ 'સાઉદી ગેઝેટ' અનુસાર, સરકારે વિદેશી ઘરેલુ કામદારોની ભરતી માટે જારી કરાયેલા વિઝા નિયમોને કડક બનાવવાનો પ્રયાસ કર્યો છે.

Advertisement

સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવા નિયમો હેઠળ, સાઉદી અરેબિયાના અપરિણીત પુરુષો અથવા મહિલાઓ માટે ઘરેલું કામ માટે વિદેશી કર્મચારીઓની ભરતી કરવી થોડી વધુ મુશ્કેલ બની ગઈ છે. હવે કોઈપણ અપરિણીત સાઉદી નાગરિક 24 વર્ષની ઉંમર પછી જ વિદેશી નાગરિકને ઘરેલું કામ માટે રાખી શકે છે. આ શરતો પૂર્ણ થયા બાદ જ તે વિદેશી કામદારને વિઝા આપવામાં આવશે.

સાઉદી અરેબિયાનો આ નિર્ણય ભારત માટે પણ મહત્વનો બની જાય છે કારણ કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામ માટે સાઉદી અરેબિયા જાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયામાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે. હવે ભારતીયો સહિત વિદેશી કામદારો સાઉદી અરેબિયામાં 24 વર્ષથી ઓછી ઉંમરના અપરિણીત નાગરિકોના ઘરે હાઉસ હેલ્પર તરીકે કામ કરી શકશે નહીં.

Advertisement

કામદારોને વિઝા આપવા માટે અલગ પ્લેટફોર્મ
મળતી માહિતી અનુસાર , સાઉદી અરેબિયાએ ઘરેલુ શ્રમ બજારને સુવ્યવસ્થિત અને નિયમન કરવા માટે આ નિર્ણય લીધો છે. સાઉદી માનવ સંસાધન મંત્રાલયે ગ્રાહકો (નોકરીદાતાઓ) માટે મુસાનેડ પ્લેટફોર્મની પણ સ્થાપના કરી છે. જ્યાં તેમના અધિકારો, ફરજો અને તેને લગતી કામગીરી વિશે માહિતી આપવામાં આવશે. આ પ્લેટફોર્મ દ્વારા જ કામદારોને વિઝા આપવા અને કામદારો વચ્ચે વાટાઘાટો કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

આ સિવાય મુસાનેડ પ્લેટફોર્મ પર જ STC પે અને Urpay દ્વારા કામદારોને પગાર ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી છે. ઘરેલું મજૂર કરારનું પ્રમાણીકરણ અને વિવાદોના નિરાકરણ જેવી સુવિધાઓ પણ છે. એટલે કે, આ પ્લેટફોર્મ સાઉદી અરેબિયામાં ઘરેલું કામદારોની ભરતી માટે સત્તાવાર પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેનો હેતુ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો તેમજ નોકરીદાતાઓ અને કામદારો વચ્ચેના કોઈપણ પ્રકારના વિવાદોને ઉકેલવાનો અને બંનેના અધિકારોની ખાતરી કરવાનો છે.

ઘરેલું કામદારોની વિવિધ શ્રેણીઓ છે. તેમાં નોકરો, ડ્રાઈવરો, સફાઈ કામદારો, રસોઈયા, ગાર્ડ, ખેડૂતો, દરજીઓ, લિવ-ઈન નર્સ અને ટ્યુટરનો સમાવેશ થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામ કરવા માટે સાઉદી અરેબિયા જાય છે. સાઉદી અરેબિયામાં લગભગ 26 લાખ ભારતીયો કામ કરે છે.

આ  પણ  વાંચો-આ છે પાકિસ્તાનનુ હમાસ, દેશના ક્યાં ભાગને બનાવશે પખ્તૂનિસ્તાન?

Tags :
Advertisement

.