Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગ્રીક ટાપુ પર માલવાહક જહાજ ડૂબ્યું, ચાર ભારતીયો સહિત 14 લોકો લાપતા

લેસ્બોસ ટાપુ પાસે તોફાની પવનોને કારણે એક જહાજ ડૂબી જતાં 14 લોકો ગુમ છે. પાંચ માલવાહક જહાજો, ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો, વાયુસેના અને નૌકાદળના હેલિકોપ્ટર તેમજ નૌકાદળના ફ્રિગેટ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ક્રૂ મેમ્બર્સમાં બે સીરિયન નાગરિકો, ચાર ભારતીય અને...
10:42 PM Nov 26, 2023 IST | Hiren Dave

લેસ્બોસ ટાપુ પાસે તોફાની પવનોને કારણે એક જહાજ ડૂબી જતાં 14 લોકો ગુમ છે. પાંચ માલવાહક જહાજો, ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો, વાયુસેના અને નૌકાદળના હેલિકોપ્ટર તેમજ નૌકાદળના ફ્રિગેટ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ક્રૂ મેમ્બર્સમાં બે સીરિયન નાગરિકો, ચાર ભારતીય અને આઠ ઇજિપ્તવાસીઓનો સમાવેશ થાય છે. આ જહાજ ઇજિપ્તના દેખેલાથી ઇસ્તંબુલ તરફ રવાના થયું હતું.

 

કોમોરોસ-ધ્વજવાળું કાર્ગો જહાજ લેસ્બોસ ટાપુ નજીક તોફાનના કારણે ડૂબી ગયું છે, જેમાં 14 લોકો ગુમ થયા છે. ગ્રીક કોસ્ટ ગાર્ડે રવિવારે જણાવ્યું હતું કે તે લોકો માટે એક મોટું બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

 

 

બચાવ કાર્યમાં લાગી ટીમ
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર નેવીના હેલિકોપ્ટરે ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. બચાવ કાર્યમાં પાંચ માલવાહક જહાજો, ત્રણ કોસ્ટ ગાર્ડ જહાજો, વાયુસેના અને નૌકાદળના હેલિકોપ્ટર તેમજ નૌકાદળના ફ્રિગેટ સામેલ છે.

14 સભ્યો સાથે જહાજ ડૂબ્યું
સરકારી એથેન્સ મળતી માહિતી અનુસાર  કે કાર્ગો જહાજમાં 14 ક્રૂ સભ્યો હતા અને તેમાં મીઠું ભરેલું હતું. કોસ્ટ ગાર્ડને ટાંકીને ન્યૂઝ એજન્સીએ કહ્યું કે તે રવિવારે વહેલી સવારે લેસબોસથી 4.5 નોટિકલ માઈલ દક્ષિણપશ્ચિમમાં ડૂબી ગયું છે.

ચાર ભારતીયોનો સમાવેશ
આ જહાજ ઇજિપ્તના દેખેલાથી ઇસ્તંબુલ તરફ રવાના થયું હતું. ન્યૂઝ એજન્સી અનુસાર ક્રૂ મેમ્બર્સમાં બે સીરિયન નાગરિકો, ચાર ભારતીય અને આઠ ઇજિપ્તના નાગરિકો સામેલ છે. શનિવારે ગ્રીસના ઘણા ભાગોમાં જહાજો ફસાયા હતા અને પવનની ઝડપ 9-10 સુધી પહોંચી હતી, જેને સામાન્ય રીતે મજબૂત આંધી માનવામાં આવે છે.

 

આ આપણ  વાંચો-ચીનમાં ‘રહસ્યમય રોગ’ બાદ કેન્દ્રએ લીધા આ પગલાં, હોસ્પિટલની તૈયારીઓ અંગે રાજ્યોને આપી મહત્વની સલાહ…

 

Tags :
bird habitatboardcarBurningcargoshipcarryingfirenearsensitive dutchstill
Next Article