Bangladesh Election: Bangladesh માં 7 જાન્યુઆરીએ ઈતિહાસ રચાશે
Bangladesh Election: Bangladesh માં 7 જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં દેશમાંથી પહેલીવાર કોઈ Transgender ઉમેદવાર તરીકે લડશે. આ Election માં અનવરા ઇસ્લામ રાની એકમાત્ર Transgender ઉમેદવાર બની છે જે ચૂંટણીની રેસમાં આગળ આવી છે.
એક અહેવાલ અનુસાર આ ચૂંટણીઓમાં વડાપ્રધાન Sheikh Hasina સતત ચોથી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. સામાન્ય ચૂંટણીના વિરોધ પક્ષોના બહિષ્કારને કારણે PM Sheikh Hasina ની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. તેનું એક મોટું કારણ માનવામાં આવે છે કે આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સહિત કુલ 7 પક્ષો ભાગ લઈ રહ્યા નથી.
Bangladesh માં કેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે?
સામાન્ય ચૂંટણીમાં અનવરા ઈસ્લામ રાનીની લડાઈ બાંગ્લાદેશ માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે. દેશભરમાં 849 Transgender મતદારો નોંધાયેલા છે. ત્યારે રાનીએ દેશના ઉત્તરીય ક્ષેત્ર રંગપુર-3 થી ઉમેદવારી નોંધાવી છે. તેમની ઉમેદવારીને સર્વ સમાવેશકર્તામાં મોટી પ્રગતિ તરીકે સામે આવી રહી છે. જો કે બાંગ્લાદેશ ચૂંટણી સચિવાલયના અધિક સચિવ અશોક કુમાર દેબનાથે તેમની ચૂંટણી લડવાની મંજૂરી આપી છે.
આ ચૂંટણી ઐતિહાસિક ગણાવામાં આવી રહી
Transgender ની ચૂંટણી લડવાની માન્યતાને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવી રહી છે. સચિવ દેબનાથ પણ કહે છે કે બાંગ્લાદેશના ઇતિહાસમાં આ પહેલી ચૂંટણી હશે, જ્યારે Transgender ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રેસમાં જોડાયા છે.
ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિ
ચૂંટણી પહેલા Bangladesh માં તણાવની સ્થિતિ વધી ગઈ છે. મુખ્ય વિપક્ષી પાર્ટી BNP એ ચૂંટણીમાં સંભવિત અનિયમિતતાના સંકેત આપ્યા છે. ઢાકા નજીક પલટનમાં એક વિશાળ પ્રદર્શન યોજાયું હતું. ચૂંટણી પંચ સચિવાલય દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તેના કારણે મતદારોની સુરક્ષા માટે 8,000,000 થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કુલ 42 મતદાન સ્થળો સાથે 2,61,000 મતદાન મથકો બનાવ્યા છે.
આ વખતે 44 માંથી માત્ર 28 પાર્ટીઓ જ સક્રિય છે
આ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના 1,972 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આમાં 120 મિલિયન લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન કરશે. આ વખતે સામાન્ય ચૂંટણીમાં 44 નોંધાયેલા રાજકીય પક્ષોમાંથી, માત્ર 28 પક્ષો સક્રિયપણે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.
આ પણ વાંચો: Alaska Airlines: Japan બાદ 171 મુસાફરો સાથે Alaska Airlines માં ખામી સર્જાઈ