Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World News: અમેરિકા આર્થિક ક્ષેત્રે વિશ્વમાં મોખરે, અમેરિકન લેકમાંથી મળ્યું 'White Gold'

$540 બિલિયનના મૂલ્યના લિથિયમનો ભંડાર શોધાયો એક ભૂતપૂર્વ અહેવાલ પ્રમાણે દક્ષિણ કેલિફોર્નિયામાં રાજ્યના સૌથી મોટા સરોવર, સાલ્ટન સમુદ્રની શોધખોળ કરતા વૈજ્ઞાનિકોએ અંદાજે $540 બિલિયનના મૂલ્યના લિથિયમના ભંડારને શોધી કાઢ્યો છે. એટલે કે 'White Gold' ના સંશોધન કાર્યમાં આ ઘટના...
world news  અમેરિકા આર્થિક ક્ષેત્રે વિશ્વમાં મોખરે  અમેરિકન લેકમાંથી મળ્યું  white gold
Advertisement

$540 બિલિયનના મૂલ્યના લિથિયમનો ભંડાર શોધાયો

એક ભૂતપૂર્વ અહેવાલ પ્રમાણે દક્ષિણ કેલિફોર્નિયામાં રાજ્યના સૌથી મોટા સરોવર, સાલ્ટન સમુદ્રની શોધખોળ કરતા વૈજ્ઞાનિકોએ અંદાજે $540 બિલિયનના મૂલ્યના લિથિયમના ભંડારને શોધી કાઢ્યો છે. એટલે કે 'White Gold' ના સંશોધન કાર્યમાં આ ઘટના ગેમ-ચેન્જર તરીકે સાબિત થઈ છે. તો બીજી તરફ લિથિયમ મળેલા ભંડારને કારણે અમેરિકા વિશ્વમાં લિથિયમના શોધકર્તામાં મોખરે આવી ગયું છે.

Advertisement

આ નવા શોધાયેલા લિથિયમ ભંડારમાં 382 મિલિયનથી વધુ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સપ્લાય કરવાની ક્ષમતા છે, જે અમેરિકાને વૈશ્વિક લિથિયમ માર્કેટમાં મુખ્ય ખેલાડી બનાવી શકે છે. ગવર્નર ગેવિન ન્યુઝમે એકવાર સાલ્ટન સી લેકને 'લિથિયમનું સાઉદી અરેબિયા' કહયું હતું, જે સાચું સાબિત થઈ રહ્યું છે કારણ કે આ તળાવ વૈશ્વિક સ્તરે સૌથી મોટા લિથિયમ સ્ત્રોત તરીકે સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે.

Advertisement

White Gold ની શોધમાં આવતાં પડકારો

લિથિયમ ભંડારની શોધ ભવિષ્ય માટે આશાઓ ઊભી કરે છે. પરંતુ સાગરના નિમ્મસ્તરમાંથી તેને બહાર નીકાળવા માટે અથાગ પડકારોનો સામનો કરવો પડી શકે છે. કારણ કે એક અહેવાલ અનુસાર સાલ્ટન સી લેક નજીક રહેતા 1 લાખ 80 હજાર નાગરિકો અને પર્યાવરણ માટે લિથિયમની શોધકર્તા વૈજ્ઞાનિકો અને જીઓથર્મલ પ્રોક્શન કુવાઓનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત નિષ્કર્ષણ પ્રક્રિયા દરમિયાન પાણીના ઉપયોગ અને કોલોરાડો નદીના પાણી પુરવઠા પર મોટા પ્રમાણમાં અસર કરી શકે છે.

તો ઉદ્યોગક્ષેત્રે લિથિયમનો ભંડાર સફળ નિષ્કર્ષણ ઊર્જા લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવી શકે છે, જે ઇલેક્ટ્રિક વાહન બજાર માટે નોંધપાત્ર પ્રમાણમાં બેટરી સપ્લાય કરી શકે છે. આ શોધ યુનાઇટેડ સ્ટેટ્સને તેની લિથિયમ આત્મનિર્ભરતા સુરક્ષિત કરવાની અને સ્વચ્છ ઉર્જા તરફ વૈશ્વિક સંક્રમણમાં યોગદાન આપવાની ક્ષમતા પૂરી પાડે છે.

આ પણ વાંચો: આધુનિક દુનિયામાં પ્રકૃતિના પતન માટે શું ઈન્ટરનેટ સ્પીટ જવાબદાર?

Tags :
Advertisement

Trending News

.

×