Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Afghanistan : કાબુલમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટ, 2 લોકોના મોત, 12 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં (Kabul) ગુરુવારે એક વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાન ન્યૂઝ એજન્સી ખામા પ્રેસે અધિકારીઓના નિવેદનને ટાંકીને જણાવ્યું કે, ગુરુવારે કાબુલમાં એક વિસ્ફોટમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 લોકો ઘવાયા છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના...
02:15 PM Jan 12, 2024 IST | Vipul Sen

અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં (Kabul) ગુરુવારે એક વિસ્ફોટની ઘટનામાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાન ન્યૂઝ એજન્સી ખામા પ્રેસે અધિકારીઓના નિવેદનને ટાંકીને જણાવ્યું કે, ગુરુવારે કાબુલમાં એક વિસ્ફોટમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 લોકો ઘવાયા છે.

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ જારદાને કહ્યું કે, વિસ્ફોટ કાબુલના પીડી 18માં થયો. તેમણે કહ્યું કે, આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ પહેલા મંગળવારે પણ કાબુલમાં (Kabul) બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા હતા. ખામા પ્રેસના અહેવાલ મુજબ, ISIS-ખોરાસનને કાબુલના "કાલા-એ-નઝીર સ્ટેશન" માં નાગરિકો પરના હુમલાની જવાબદારી લીધી, જેમાં બે લોકોના મોત થયા અને 14 અન્ય ઘાયલ થયા.

પ્રવક્તા ખાલેદ ઝદરાને જણાવ્યું હતું કે, વિસ્ફોટ શનિવારે સાંજે 6 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) થયો હતો. તેમણે કહ્યું કે, હુમલામાં એક મિનિબસ વાહન સામેલ હતું. ISIS ની ખોરાસન શાખાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે વિસ્ફોટમાં 20 લોકો માર્યા ગયા છે. આ પહેલા દશ્ત-એ-બરચી વિસ્તારમાં સિટી બસ પર થયેલા બોમ્બ હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે, જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવ્યો છે, ત્યારથી સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જૂથ માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર છે. દેશમાં આતંકવાદી હુમલાઓ થતા રહે છે, જેના પરિણામે નિર્દોષ નાગરિકોના જીવ જાય છે.

 

આ પણ વાંચો - Pakistan : કંગાળ પાકિસ્તાન માટે આશાનું કિરણ, IMF એ આપી આટલા મિલિયન ડોલર લોનની મંજૂરી! જાણો કેટલું છે દેવું?

Tags :
AfghanistanGujarati NewsInternational NewsISISISIS-KhorasanKabulKhaled ZadraQala-e-Nazir Station
Next Article