23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ...!
Madison Bergmann Teacher: અમેરિકા (America) માંથી એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સાથે અમેરિકાર સાથે દેશના દરેક લોકો હચમચી ગયા છે. આ ઘટનામાં 24 વિર્ષની શિક્ષક અને 13 વર્ષનો વિદ્યાર્થીના નામ સામે આવ્યા છે. જોકે આ ઘટનાને લઈ અમેરિકા (America) ની શિક્ષણનીતિ પર અનેક પ્રશ્નો પણ ઉઠ્યા છે.
અમેરિકામાં શિક્ષક અને વિદ્યાર્થીની પોલ ખુલી
બંને વચ્ચે બંધાયા જાતીય સંબંધો
વિદ્યાર્થીના માતા-પિતાને ફોનમાંથી ફોટો મળી આવ્યો
એક અહેવાલ અનુસાર, અમેરિકા (America) ના વિસ્કૉન્સિનમાં સેંટ પૉલમાં રહેતી 24 વર્ષીની શિક્ષક મૈડિસન બર્ગમૈન (Madison Bergmann) એક પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કાર્ય કરતી હતી. પરંતુ આ શિક્ષિક (Madison Bergmann) દ્વારા શાળામાં 5 મી કક્ષામાં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ પ્રસંગ શરુ કર્યો હતો. આ અંગે જ્યારે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ થઈ, ત્યારે તેમણે શિક્ષિકા (Madison Bergmann) ને લઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: Saree Goes Global: 500 થી વધુ વિભિન્ન સાડીઓ સાથે Times Square રોશન થઈ ઉઠ્યું
વિદ્યાર્થીના માતા-પિતાને ફોનમાંથી ફોટો મળી આવ્યો
જોકે પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષિકા (Madison Bergmann) અને વિદ્યાર્થી વચ્ચે લાંબા સમયથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. તે ઉપરાંત બંને વચ્ચે અનેકવાર જાતીય સંબંધ (Sex) પણ બંધાયા હતા. પરંતુ જ્યારે રજાઓના સમયગાળામાં શિક્ષિકા (Madison Bergmann) દ્વારા વિદ્યાર્થીને અવાર-નવાર બહાર ફરવા અને જમાવા માટે બોલવામાં આવતો, ત્યારે વિદ્યાર્થીના માતા-પિતાને આ ઘટનાને જાણ થઈ હતી.
આ પણ વાંચો: America White House: વ્હાઈટ હાઉસના ગેટ પર કાર અકસ્માત કે પછી કોઈ આતંકી ઘટના?
બંને વચ્ચે બંધાયા જાતીય સંબંધો
વિદ્યાર્થીના ફોનમાંથી આ બંને (Madison Bergmann) ના અનેક ફોટાઓ પણ જોવા મળ્યા હતા. તે ઉપરાંત બંને ચેટ પણ સામે આવી હતી. જેમાં શિક્ષિકા (Madison Bergmann) એ લખ્યું હતું કે, મને તારો સ્પર્શ અત્યંત આનંદ આપે છે. વિદ્યાર્થી દ્વારા કહેવામાં આવ્યું છે કે, બંને વચ્ચે જાતીય સંબંધ શાળામાં અનેકવાર બંધાયા હતા. મુખ્યત્વે શાળામાં રિશેષ અને લંબ બ્રેક દરમિયાન બંને વચ્ચે જાતીય સંબંધ બંધાયા હતા. જોકે આ પોલીસે શિક્ષિકા (Madison Bergmann) વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પરંતુ તેને 25,000 ડૉલરના બોન્ડ પર જામીન આપી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત તેણીને શાળામાંથી હકાલ પટ્ટી કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ મામલે આગામી સયમમાં કેસ સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….