Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, જાણો શું છે તેનો ઈતિહાસ અને મહત્વ

જીવન જીવવા માટે કહેવાય છે કે ત્રણ ચીજોની ખાસ જરૂર પડે છે. રોટી, કપડા અને મકાન. આ 3 વસ્તુઓ વિના જીવન શક્ય નથી. દરેકને આ વિશે જાગૃત કરવા અને ખોરાકનો બગાડ ઘટાડવા માટે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day)ની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે વિશ્વમાં કરોડો લોકો પાસે રહેવા માટે સારો ખોરાક પણ નથી.વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે 7 મી જૂને ઉજવવામાં આવે છે. ખોરાક આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂ
આજે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ  જાણો શું છે તેનો ઈતિહાસ અને મહત્વ
જીવન જીવવા માટે કહેવાય છે કે ત્રણ ચીજોની ખાસ જરૂર પડે છે. રોટી, કપડા અને મકાન. આ 3 વસ્તુઓ વિના જીવન શક્ય નથી. દરેકને આ વિશે જાગૃત કરવા અને ખોરાકનો બગાડ ઘટાડવા માટે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safety Day)ની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે વિશ્વમાં કરોડો લોકો પાસે રહેવા માટે સારો ખોરાક પણ નથી.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે 7 મી જૂને ઉજવવામાં આવે છે. ખોરાક આપણા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈને ખોરાક ન મળે, તો તેના માટે જીવવું અશક્ય છે. આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) એ દેશનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે હેતુને પૂર્ણ કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે બીજા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો હેતુ લોકોને સંતુલિત અને સલામત ખાદ્ય ધોરણો વિશે જાગૃત કરવાનો છે. 
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની આ છે થીમ
લોકોને ખાદ્ય સુરક્ષા વિશે જાગૃત કરવા દર વર્ષે એક થીમ જારી કરવામાં આવે છે. આ વખતે World Food Safety Day 2022 ની થીમ "સલામત ખોરાક, સારું સ્વાસ્થ્ય" (Safer food, better health) છે, જે માનવ સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવામાં સલામત અને પૌષ્ટિક ખોરાકની ભૂમિકા પર પ્રકાશ પાડે છે.  
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનું શું છે મહત્વ
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો હેતુ ખાદ્ય સુરક્ષા, માનવ સ્વાસ્થ્ય અને ટકાઉ વિકાસ, નિવારણ અને ખાદ્ય પ્રદૂષણના સંચાલનમાં યોગદાન તરફ ધ્યાન દોરવાનો છે. WHOના રિપોર્ટ અનુસાર દર વર્ષે 10માંથી 1 વ્યક્તિ દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે. અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો દૂષિત ખોરાકને કારણે મૃત્યુ પામે છે. આ રોગનું સંકટ એવા બાળકોમાં વધુ જોવા મળે છે. જેમની ઉંમર 5 વર્ષથી ઓછી છે. WHOના રિપોર્ટ અનુસાર દર વર્ષે 1,25,000 બાળકો જીવ ગુમાવે છે.  
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ
આ પાંચમું વર્ષ છે કે વિશ્વ આ દિવસનું આયોજન કરવા જઈ રહ્યું છે. વર્ષ 2018 માં, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી આ દિવસ દર વર્ષે 7 મી જૂને ઉજવવાનું શરૂ થયું. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે આ દિવસનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ તેની ઓનલાઈન ઉજવણી કરવામાં આવની છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, દૂષિત ખોરાક અને બેક્ટેરિયાયુક્ત ખોરાકને કારણે ઘણા લોકો બીમાર પડી રહ્યા છે. વિશ્વભરમાં, ખોરાક અને પાણીજન્ય રોગોથી દર વર્ષે લગભગ 30 લાખ લોકો મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં, સંતુલિત આહાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ખાદ્ય સાંકળ અને વ્યવસાયિક સ્પર્ધામાં ધોરણો અને નિયમોનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ (SFSI) વિકસાવ્યો છે. આ ઉપરાંત ફૂડ કંપનીઓ અને વ્યક્તિઓના યોગદાનને માન્યતા આપવા માટે FSSAI દ્વારા 'ઈટ રાઈટ એવોર્ડ' શરૂ કરવામાં આવ્યો છે. આનાથી નાગરિકોને હેલ્થ ફૂડની પસંદગી કરવાની શક્તિ મળે છે. જોકે, ખાદ્ય સુરક્ષાનો વિષય હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા એવા દેશો છે જે અત્યંત ગરીબીની શ્રેણીમાં આવે છે. જેના કારણે અનેક લોકો ભૂખમરા જેવી ગંભીર બીમારીનો શિકાર બને છે.
Advertisement
Tags :
Advertisement

.