ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસમાં વધુ એક ગાબડું, યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહે આપ્યું રાજીનામું, લગાવ્યા ગંભીર આક્ષેપો

કોંગ્રેસની (Congress) ગુજરાતમાં બાર સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશ જોડો અભિયાન શરૂ કરી રહ્યાં છે તેનાથી વિપરિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડો સુત્ર અપનાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Vishvnathsinh Vaghela) કોંગ્રેસમાંથી રાજà
10:24 AM Sep 04, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસની (Congress) ગુજરાતમાં બાર સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દેશ જોડો અભિયાન શરૂ કરી રહ્યાં છે તેનાથી વિપરિત ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડો સુત્ર અપનાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Vishvnathsinh Vaghela) કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ગુજરાતની રાજનિતીમાં ખળભળાટ મચી ગયો છે.
વિશ્વનાથસિંહે પોતાનું રાજીનામું વ્હોટ્સ એપમાં શેર કર્યું હતુ. તેમણે પરિવારવાદનો આક્ષેપ લગાવ્યો છે. કાર્યકર્તાઓને તેમણે 7 પાનાનો પત્ર લખીને સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. તેમણે યુથ કોંગ્રેસના પદ અને કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી તેમણે રાજીનામું સોંપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના (Hardik Patel) સમર્થનથી વિશ્વનાસસિંહ યુથ કોંગ્રેસની ચૂંટણી જીત્યા હતા. જે બાદ આજે તેઓએ રાજીનામું ધરી દેતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમયાંતરે કોંગ્રેસમાં પડી રહેલા રાજીનામાને જોતા ગુજરાતમાં કોંગ્રેસ તુટતી હોય તેમ જણાઈ રહ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસના (Congress) ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુજરાતમાં જ છે તેની વચ્ચે યુથ કોંગ્રેસના મહત્વપૂર્ણ હોદ્દા પરથી રાજીનામું પડતા રાજ્યની રાજનિતી ગરમાઈ છે અને આ રાજીનામું ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે તેનું જીવંત ઉદાહરણ છે.
પાર્ટીએ રૂ. દોઢ કરોડ લીધાં છે મને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે : વિશ્વનાથ સિંહ વાઘેલા
યુથ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા વિશ્વનાથસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી જેમાં કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું. કોંગ્રેસ દેશને આઝાદી અપાવી તેનાથી આકર્ષાઈ વર્ષ 2004માં NSUIથી રાજકિય સફર શરૂ કરી. આઝાદી અપાવનાર કોંગ્રેસ ને 1975માં ગળું દબાવીને મારી નખાઈ છે. રાહુલ ગાંધી એવું નિયમ લાવ્યા કે જોડાવા માટે ચૂંટણી લડવાનીહોદ્દો લેવો હોય તો ચૂંટણી લડવી પડે, ચૂંટણી માટે પૈસા લાવવા પડે, ચૂંટણી લડ્યા બાદ હોદા પર આવ્યો. મારા પિતા ગુજરી ગયા બાદ આવેલા પૈસા ચૂંટણીમાં વાપરી નાખ્યા, સામાન્ય પોલીસ પુત્ર ચૂંટણી જીત્યો પણ કોંગ્રેસને આનંદ ન થયો. હું છોડીશ એટલે મને પણ કચરો અને ગદાર કહેશે, કોંગ્રેસ ની સિસ્ટમમાં રહીએ તો ડિસ્ટર્બ કરે છે. તેમણે કહ્યું, મેં રાજકારણ માંથી રાજીનામુ નથી આપ્યું માત્ર  કોંગ્રેસમાંથી જ રાજીનામુ આપ્યું. પાર્ટીએ મને પ્રદેશ પ્રમુખ બનાવવા 1.5 કરોડ લીધા. મારી પાસે ચૂંટણી લડવા સિવાય વિકલ્પ નહતો. કોંગ્રેસમાં આંતરિક જુથવાદ છે. મારી સામેના જુથના મને સફળ નહી થવા માટેના પ્રયાસો કરતા હતા. ટોચના નેતાઓને ફોન કર્યા પણ જવાબ નહિ મળ્યા મારી પરેશાની સામે કોંગ્રેસના નેતાઓએ આંખ આડા કાન કર્યા. જૂથવાદ મને નડ્યો પણ મારે કોઈના નામ નથી આપવા, કોંગ્રેસ મારા કારણો જાણે છે.
Tags :
BJPGujaratCongressGujaratFirstresignedVishwanathSinghVaghelaYouthCongress
Next Article