કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોનો હોબાળો, ટિકિટ વહેંચણીને લઇને ભરતસિંહ સોલંકીનો વિરોધ
કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોનો હોબાળો ટિકિટ વહેંચણીને લઇને ભરતસિંહ સોલંકીનો વિરોધ પ્રદેશ કાર્યાલયે ભરતસિંહ સોલંકીના પોસ્ટર્સ સળગાવ્યા ભરતસિંહ સોલંકીના નામની તકતી પણ કાર્યકરોએ તોડી નથી ભરતસિંહ સોલંકી અંગે અભદ્ર લખાણ લખાયા ઇમરાન ખેડાવાળાને જમાલપુરથી રિપીટ કરતા હોબાળોરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. à
09:53 AM Nov 14, 2022 IST
|
Vipul Pandya
- કોંગ્રેસ કાર્યાલયે કાર્યકરોનો હોબાળો
- ટિકિટ વહેંચણીને લઇને ભરતસિંહ સોલંકીનો વિરોધ
- પ્રદેશ કાર્યાલયે ભરતસિંહ સોલંકીના પોસ્ટર્સ સળગાવ્યા
- ભરતસિંહ સોલંકીના નામની તકતી પણ કાર્યકરોએ તોડી નથી
- ભરતસિંહ સોલંકી અંગે અભદ્ર લખાણ લખાયા
- ઇમરાન ખેડાવાળાને જમાલપુરથી રિપીટ કરતા હોબાળો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ પક્ષ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. જોકે, હાલમાં પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, તમામ પક્ષમાં ટિકિટને લઇને ભારે હોબાળો મચી રહ્યો છે. ઘણા એવા નેતાઓ કે કાર્યકર્તાઓ ટિકિટ ફાળવણીને લઇને ગુસ્સામાં જોવા મળી રહ્યા છે તાજેતરમાં કોંગ્રેસના પણ કાર્યકરો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. જેનું કારણ પણ ટિકિટની ફાળવણી જ છે.
કાર્યકર્તાઓ કાર્યાલયમાં કર્યો હોબાળો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાવાની છે પરંતુ આજે રાજ્યમાં તમામ પક્ષ માટે પરીક્ષાની ઘડી આવી ગઇ હોય તેવો માહોલ બની ગયો છે. તાજેતરમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટીના જ કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળ્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, યુથ કૉંગ્રેસ તેમજ NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયા છે. અહીં, આક્રમક દેખાવો કરી ભરતસિંહના નામની તકતી પણ તોડી નાંખી પૈસાના જોરે ટિકિટ વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રદેશ કાર્યલય ખાતે ભરતસિંહ સોલંકીના પોસ્ટર્સ સળગાવવામાં આવ્યા છે. ગુસ્સામાં આવેલા કાર્યકર્તાઓએ ભરતસિંહ સોલંકીના નામની તકતી પણ તોડી નાથી હતી. આ ઉપરાંત ભરતસિંહ સોલંકી અંગે આ કાર્યકર્તાઓએ અભદ્ર લખાણ પણ લખ્યું હતું. કાર્યકર્તાઓએ ઈમરાન ખેડાવાળાને જમાલપુરથી રિપિટ કરાયા અંગે હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો - રિવાબા પ્રચંડ બહુમતીથી જીતશે, આ વિશ્વાસ સાથે રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ફર્સ્ટને આપી પ્રતિક્રિયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article