Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાશીમાં મારા મૃત્યુની કામના કરવામાં આવી હતી : અખિલેશનું નામ લીધા વગર મોદીના પ્રહાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારે ખરાખરીની રાજકિય જંગ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં આજે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ બધા વચ્ચે આગળના તબક્કા માટે રેલી અને સભાઓ તો શરુ જ હતી. આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા હતા. વારાણસી પહોંચીને તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. બૂથ વિજય સંમેલન માટે વારાણસી પહ
કાશીમાં મારા મૃત્યુની કામના કરવામાં આવી હતી   અખિલેશનું નામ લીધા વગર મોદીના પ્રહાર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારે ખરાખરીની રાજકિય જંગ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં આજે પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું. આ બધા વચ્ચે આગળના તબક્કા માટે રેલી અને સભાઓ તો શરુ જ હતી. આ જ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં પહોંચ્યા હતા. વારાણસી પહોંચીને તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. બૂથ વિજય સંમેલન માટે વારાણસી પહોંચેલા વડાપ્રધાને પોતાના સંબોધન દરમિચાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
Advertisement

કાશીની સેવા કરતા મોત મળે તે સૌભાગ્ય
નરેન્દ્ર મોદીએ અખિલેશ યાદવનું નામ લીધા વગર કહ્યું કે ‘જ્યારે કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકો નીચલા સ્તરે આવી ગયા હતા. કાશીમાં મારા મૃત્યુની કામના કરવામાં આવી. મારા મૃત્યુની કામના કરી તો પણ હું ખૂબ ખુશ હતો. મને લાગ્યું કે મારા કટ્ટર વિરોધીઓ પણ જોઈ રહ્યા છે કે કાશીના લોકોને મારા માટે કેટલો પ્રેમ છે. એટલે કે મારા મૃત્યુ સુધી ના તો કાશીના લોકો મને છોડશે અને ના તો કાશી છોડશે. જો કાશીની સેવા કરતી વખતે મારું મૃત્યુ લખાયું હોય તો આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય? જો ભક્તોની સેવા કરતો જાઉં, તો એનાથી વધુ સારું બીજું શું હોય? બનારસ તો એક જીવતું શહેર છે, જે મુક્તિનો રસ્તો ખોલે છે. પરિવારવાદી લોકો આ વાત નહીં સમજી શકે.’

અખિલેશ યાદવને નિશાન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા માટે વારાણસી આવ્યા ત્યારે અખિલેશ યાદવે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જયારે અંતિમ સમય ચાલતો હોય, ત્યારે લોકોને કાશીમાં જ રહેવું જોઇએ. ત્યારે આજે વડાપ્રધાને અખિલેશ યાદવનું નામ લીધા વગર તેમને જવાબ આપ્યો છે.

‘પરિવારવાદી લોકો ક્યારેય રાષ્ટ્રહિતમાં ના વિચારે’
‘જે લોકો હંમેશાથી દેશની સેનાની જરૂરિયાતને અવગણતા આવ્યા છે, તેવા પરિવારવાદીઓ દેશને મજબૂત નહીં બનાવી શકે. જે લોકોનું હ્રદય દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારા આતંકવાદીઓ માટે ધબકતું હોય, તેઓ ક્યારેય દેશને સશક્ત નહીં કરી શકે. અગાઉની સરકારોની જે નીતિઓ હતી, તેમાં વિદેશથી માલ આયાત કરવાનો આગ્રહ રાખવામાં આવતો. આ લોકોને ભારત અન્ય દેશો પર નિર્ભર રહે તે ગમતું હતું. આવા લોકો માત્ર કમિશન જુએ છે, તેથી તેઓ ક્યારેય આત્મનિર્ભર ભારતની વાત કરતા નથી. કમિશન માટે જીવતા પરિવારવાદીઓ ખેડૂતના હિત અને રાષ્ટ્રીય હિત માટે પગલાં ના લઇ શકે. તેઓ કોઈ જાતિના નથી કે પછી કોઈ સમાજના નથી. તેમના માટે તેમનો સ્વાર્થ સૌથી મોટો છે’
Tags :
Advertisement

.