Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક તરફ પત્ની બીજી તરફ છે બહેન, કોને કરશે રવિન્દ્ર જાડેજા સપોર્ટ? જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ થઈ ગયો છે. આ ક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ તેની પત્ની રિવાબા જાડેજા માટે વોટ માંગતો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ જામનગર (ઉત્તર) બેઠક પરથી રિવાબાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર રસાકસીભર્યો મુકાબલો થવાની પૂરી સંભાવનાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી મેદાને ક્રિકેટરની બહેન અને રિવાબાની નણંદ પણ છે, જે કોંગ્રેસના નેતા છે.
03:34 AM Nov 14, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ થઈ ગયો છે. આ ક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ તેની પત્ની રિવાબા જાડેજા માટે વોટ માંગતો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ જામનગર (ઉત્તર) બેઠક પરથી રિવાબાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર રસાકસીભર્યો મુકાબલો થવાની પૂરી સંભાવનાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ચૂંટણી મેદાને ક્રિકેટરની બહેન અને રિવાબાની નણંદ પણ છે, જે કોંગ્રેસના નેતા છે.
એક તરફ બહેન અને બીજી તરફ પત્ની
બંને પાકા મિત્રો હતા. પછી તે ભાભી અને નણંદ બન્યા. દોસ્તી ચાલુ રહી, પણ ભાભી જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે નણંદ કોંગ્રેસમાં જોડાઈ ગયા. હવે ભાભી અને નણંદ વચ્ચેની આ રાજકીય હરીફાઈ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. અમે વાત કરી રહ્યા છીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારની. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ રવિન્દ્રની બહેન કોંગ્રેસમાં છે અને તે પોતાની ભાભીનો ઉગ્ર વિરોધ કરી રહી છે. હવે ભાભી અને નણંદ એટલે કે રિવાબા અને નૈના વચ્ચેની આ રાજકીય લડાઈનું પરિણામ શું આવશે તેના પર સૌની નજર છે.

રવિન્દ્ર જાડેજાએ માંગ્યા મત
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની ટ્વિટર વોલ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે પોતાની પત્ની માટે વોટ માંગતો જોવા મળી રહ્યો છે. જામનગરની જનતા અને ક્રિકેટ ચાહકોને તેમની પત્નીની તરફેણમાં મતદાન કરવા અપીલ કરતા જાડેજાએ તેમને જંગી મતોથી જીતાડવાની વાત કરી છે. જાડેજાએ કહ્યું છે કે, ગુજરાતની ચૂંટણી T-20 મેચ જેવી છે. મારી પત્ની ભાજપની ટિકિટ પર રાજકારણમાં પહેલીવાર ડેબ્યુ કરવા જઈ રહી છે. તે સોમવારે ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું કે, હું જામનગરની જનતા અને તમામ ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આવીને સમર્થન આપે.
નૈનાનો દાવો - મોટા માર્જિનથી હારશે રિવાબા
નૈના જાડેજા તેની ભાભી રિવાબા સામે જોરદાર પ્રચાર કરી રહી છે. નૈના કહી રહી છે કે, ભાજપે તેની ભાભીને ઉમેદવાર બનાવીને ભૂલ કરી છે. રવિન્દ્રની બહેનનું કહેવું છે કે રિવાબા ભલે તેમના ક્રિકેટર પતિના કારણે સેલિબ્રિટી બની જાય, પરંતુ તેને રાજકારણનો કોઈ અનુભવ નથી. નૈનાનો દાવો છે કે, રિવાબા જામનગર ઉત્તર બેઠક ચૂંટણીમાં મોટા માર્જિનથી હારી જશે. જણાવી દઈએ કે, રિવાબા લગભગ 3 વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. અગાઉ તે સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. રિવાબા અગાઉ કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે. તેમની સક્રિયતા જોઈને ભાજપે ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. મિકેનિકલ એન્જિનિયર રિવાબા જાડેજાના પિતા રાજકોટના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની સ્થિતિ
જ્યાં હિમાચલ પ્રદેશમાં જનતા દરેક વખતે અલગ-અલગ પાર્ટીઓને તક આપે છે. બીજી તરફ, ભાજપ લગભગ 27 વર્ષથી ગુજરાતની સત્તા પર છે. જો તમને યાદ હોય તો 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે પાર્ટીને મજબૂતી મળી હતી. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) 99 બેઠકો પર જીતી હતી.
આ પણ વાંચો - કોંગ્રેસે વધુ 33 ઉમેદવારોના નામ કર્યાં જાહેર, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોરને મળી ટિકિટ, જુઓ લીસ્ટ....

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstJamnagarRavindraJadejaRivabaJadeja
Next Article