Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં AAP વિરુદ્ધ કેમ લાગ્યા પોસ્ટરો ? જાણો સમગ્ર વિવાદ

દિલ્હીની AAP સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) કરેલા વિવાદીત નિવેદન બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો ઉગ્ર વિરોધ શરુ થયો છે. શનિવારે સવારથી જ રાજ્યના વિવિધ શહેરોમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલની હિન્દુ વિરોધી માનસિક્તા દર્શાવતાં પોસ્ટરો લાગતાં રાજકારણ (Politics)માં ગરમાવો આવી ગયો છે. લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ ગુજરાત વિધàª
ગુજરાતમાં aap વિરુદ્ધ કેમ લાગ્યા પોસ્ટરો   જાણો સમગ્ર વિવાદ
દિલ્હીની AAP સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે (Rajendra Pal Gautam) કરેલા વિવાદીત નિવેદન બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)નો ઉગ્ર વિરોધ શરુ થયો છે. શનિવારે સવારથી જ રાજ્યના વિવિધ શહેરોમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલની હિન્દુ વિરોધી માનસિક્તા દર્શાવતાં પોસ્ટરો લાગતાં રાજકારણ (Politics)માં ગરમાવો આવી ગયો છે. 
લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝુકાવ્યું છે અને આપના નેતાઓ, મુખ્યમંત્રીઓ તથા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. મત અને સત્તા મેળવવા માટે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને રેવડી કલ્ચર અપનાવી રહ્યા છે અને મફત આપવાની લોકોને લોભામણી લાલચ આપી રહ્યા છે. આપના નેતાઓ મંદિરોમાં દર્શન કરીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

મંત્રીનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ 
બીજી તરફ દશેરાના દિવસે દિલ્હીના આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરતું નિવેદન કરતો વિડીયો વાયરલ થયો હતો. આપ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો એક વિડીયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ વિડીયોમાં મંત્રી દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ લેવડાવતા દેખાઈ રહ્યાં છે. મંત્રીના વાયરલ વિડીયોને લઈને હવે આમ આદમી પાર્ટી ભાજપના નિશાને છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને મંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે. આ મામલે ફરિયાદ પણ નોંધાઇ છે.
Advertisement

રાજ્યમાં વિવિધ શહેરોમાં કેજરીવાલનો વિરોધ 
બીજી તરફ શનિવારે સવારથી જ રાજ્યના વિવિધ શહેરોમાં આમ આદમી પાર્ટીની હિન્દુ વિરોધી માનસિક્તા સામે પોસ્ટરો લાગી ગયા છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટરો લાગ્યા છે. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા હતા. 

અમદાવાદમાં લાગ્યા પોસ્ટર
અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટર હિન્દુ હિત રક્ષક સમિતિએ લગાવ્યા હોવાનું લખાણ લખેલું છે. હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું તેવું પણ લખાણ લખેલું છે અને અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવામાં આવ્યો છે. 
સુરતમાં લાગ્યા પોસ્ટર
સુરતમાં પણ સિટી ચોક વિસ્તાર સહિત વિવિધ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના વિરોધ કરતા પોસ્ટરો લાગ્યા હતા. જેમાં લખાયું હતું કે હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહી અને અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવાયો છે. 

રાજકોટમાં પણ પોસ્ટર લાગ્યા
રાજકોટમાં પણ સુરત અમદાવાદની જેમ બહુમાળી ભવન વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા હતા. હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઇ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં અને હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું તેવું લખાણ લખાયેલા પોસ્ટરો લાગ્યા છે. સાથે અરવિંદ કેજરીવાલનો ફોટો પણ લગાવાયો છે. 
વડોદરામાં પણ વિરોધ 
વડોદરામાં પણ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે તે પૂર્વે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા હતા. તેમાં પણ અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાનું લખાણ લખવામાં આવ્યું હતું. 
Tags :
Advertisement

.