Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ કોને બનાવશે ઉમેદવાર ? આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાની આવનારી ચુંટણી માટે  ભાજપે 181 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે..હવે એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. જે માહિતી જાણવા મળી છે તે અનુસાર માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સાતમી વખત ટિકીટ માટે હઠ પર ઉતર્યા છે. જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. .અનાર પટેલના નામની ચર્ચા  બીજà«
વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપ કોને બનાવશે ઉમેદવાર   આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ ચર્ચામાં
ગુજરાત વિધાનસભાની આવનારી ચુંટણી માટે  ભાજપે 181 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે..હવે એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. જે માહિતી જાણવા મળી છે તે અનુસાર માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ સાતમી વખત ટિકીટ માટે હઠ પર ઉતર્યા છે. જેના કારણે ભાજપની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. .
અનાર પટેલના નામની ચર્ચા 
 બીજી બાજુ માંજલપુર બેઠક પર આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના નામની પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કારણ કે, આ સીટ પર પાટીદાર મતદારો વધુ હોવાથી ભાજપ અનાર પટેલને અહીં ચૂંટણી લડવા મેદાને ઉતારે તો નવાઇ નહીં 
સીટ પર બળવાના પણ એંધાણ 
માંજલપુરમાં હિમાંશુ પટેલ, ડૉ.હિતેન્દ્ર પટેલ, સિટિંગ ધારાસભ્ય યોગેશ પટેલ અને કે.પી પટેલ સહીતના નેતાઑ દાવેદાર હોવાથી ભાજપને ઉમેદવાર પસંદગીમાં પ્રશ્ન ઊભો થયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારથી ધારાસભ્ય યોગેશ પટેલે 4 વખત રાવપુરા બેઠક પર ચુંટણી લડી જીત મેળવી હતી. બાદમાં પાંચ વિધાનસભા બેઠકો થઇ હતી...જે બાદ તેઑ 2 ટર્મથી માંજલપુર બેઠકથી જીત મેળવતા આવ્યા છે. 
છ વખતથી ટિકીટ મેળવનાર યોગેશ પટેલની વય હાલ 76 વર્ષ 
હવે તેઑ 76 વર્ષની ઉમરે પહોંચતા ભાજપે ટિકિટ કાપી અન્ય ઉમેદવારને ઉતારવા નક્કી કર્યું છે. પરતું ટિકિટને લઇને ધારાસભ્ય યોગેશ પટેલે આડકતરી રીતે હઠ પર ઉતરતા ભાજપ ગૂંચવણમાં મુકાયુ હોવાનું જાણવા મળ્યું છે.  ટિકિટ ન મળે તો આ સીટ પર બળવાના પણ એંધાણ વર્તાઇ રહ્યા છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.