CM ધામીની હાર પછી કોણ બનેશ મુખ્યમંત્રી ? રેસમાં 3 નામ આવ્યા સામે
પાંચ રાજ્યોમાં
વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર અને
ઉત્તરાખંડમાં ભાજપે બાજી મારી છે તો પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી
છે. ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ તો રચી દીધો છે પરંતુ એક સમસ્યા પણ
ઉભી થઈ છે. જી હા ઉત્તરાખંડમાં સીએમ પુષ્કરસિંહ ધામીની શરમજનક હાર થઈ છે. ભાજપની
શાનદાર જીતાં મહત્વની ભૂમિકા નિભાવનાર મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ચૂંટણી હારી
ગયા છે. નવા મુખ્યમંત્રીની ચૂંટણીને લઈને ભાજપની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ ભાજપ
નેતાઓની જો વાત માનવામાં આવે તો કોઈ ધારાસભ્યને જ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે
છે. એવામાં હવે મુખ્યમંત્રી માટે સૌથી આગળ નામ છે તે છે ઉત્તરાખંડના સ્વાસ્થમંત્રી
ધનસિંહ રાવત. જેને રાજકારણનો બહોળો અનુભવ છે. હાલમાં સીએમની ચૂંટણીમાં હાર પછી
સીએમ કોણ બનશે તેને લઈને ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ત્યારે હાલમાં સીએમ બનવા માટે
ત્રણ નામ સામે આવ્યા છે. એક તો ધનસિંહ રાવત કે જેને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી
અમિત શાહના નજીકના હોવાનો ફાયદો થઈ શકે છે. સંઘના નજીક હોવાનો પણ ફાયદો ધનસિંહને
મળી શકે છે.
બીજું નામ છે
સતપાલ મહારાજનું. સતપાલ
મહારાજ માટે સૌથી મોટો ફાયદો સંઘના વડા મોહન ભાગવત સાથે તેમની નિકટતા છે. મોહન
ભાગવતની નજીક હોવાના કારણે સતપાલ મહારાજને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. મોહન
ભાગવતે ખુદ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સતપાલ મહારાજ માટે ઘણી વખત
વાત કરી છે.
જો ધારાસભ્યોમાંથી સીએમ ન બનાવવામાં
આવે તો પાર્ટી અનુભવી પૂર્વ સીએમ ડો. રમેશ પોખરીયાલ નિશંક પર પણ દાવ રમી શકે છે.
બ્રાહ્મણ હોવાના કારણે પાર્ટી 2024ની
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બ્રાહ્મણને મુખ્યમંત્રી બનાવીને ઉત્તર પ્રદેશને
સંદેશ આપવા માંગે છે. સંસ્થા અને સરકારના સારા અનુભવને કારણે રમેશ પોખરિયાલ
નિશંકના નામ પર પણ મહોર લાગી શકે છે. ડૉ. રમેશ પોખરિયાલ નિશંકનો દિલ્હીમાં બીજેપી
હાઈકમાન્ડ સાથે ખૂબ જ મજબૂત સંબંધ છે. 2019 માં હરિદ્વારથી લોકસભાની ચૂંટણી જીત્યા પછી, મિશનને ભારે મંત્રાલય આપવું એ
સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીમાં તેમની પકડ કેટલી મજબૂત છે.