ભાજપના સંકલ્પ પત્રમાં જેમનો ઉલ્લેખ છે તે શારદા મહેતા કોણ છે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે (BJP) પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દિકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે શારદા મહેતા યોજના શરુ કરવાની જાહેરાત કરી છે. શારદા મહેતા યોજના શરુ કરવાનો વાયદોવિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અગ્રેસર ગુજરાત હેઠળ સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.ભાજપે કરેલા વાયદાઓની વણઝà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે ભાજપે (BJP) પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. આ સંકલ્પ પત્રમાં ભાજપે આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દિકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે શારદા મહેતા યોજના શરુ કરવાની જાહેરાત કરી છે.
શારદા મહેતા યોજના શરુ કરવાનો વાયદો
વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે અગ્રેસર ગુજરાત હેઠળ સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.ભાજપે કરેલા વાયદાઓની વણઝારમાં શિક્ષણ અને મહિલાઓના સંદર્ભમાં અગ્રેસર નારી સંકલ્પમાં 'શારદા મહેતા યોજના'શરૂ કરવાનો વાયદો કર્યો છે.આ વાયદા પ્રમાણે ફરીથી ભાજપ સરકાર બનવા પર આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેટ્ર્કિટ સ્કૂટર આપવામાં આવશે.
શારદા મહેતા કોણ છે
અગ્રેસર નારી સંકલ્પ હેઠળ ભાજપે શારદા મહેતા યોજના શરુ કરવાની જાહેરાત કરી છે પણ સૌને થશે કે આ શારદા મહેતા કોણ છે. જાણીને આશ્ચર્ય થશે કે શારદા મહેતા ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા હતા.
શિક્ષણ શાસ્ત્રી અને સમાજ સુધારક
ભાજપે જાહેર કરેલી આ યોજનામાં જેમનું નામ છે એ શારદા મહેતા કોણ હતા તેની પર નજર કરીએ...શારદા મહેતા એ ભારતીય સમાજ સુધારક,શિક્ષણ શાસ્ત્રી અને ગુજરાતી લેખિકા હતા.તેઓ ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા હતા.તેમના જીવન પરિચય અંગે વાત કરીએ તો શારદાબેન મહેતાનો જન્મ 26 જૂન 1882માં અમદાવાદમાં થયો હતો.તેઓ ન્યાયાધીશ ગોપીલાલ ધ્રુવ અને બાળાબેન નામના નાગર બ્રાહ્મણ પરિવારની પુત્રી હતા.તેઓ સમાજ સુધારક અને કવિ ભોળાનાથ દિવેટિયાની પૌત્રી હતા.તેમણે પ્રાથમિક શિક્ષણ રાયબાહાદુર મગનભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં કર્યુ હતું.
પ્રથમ સ્નાતક મહિલા
તેઓ 1887માં મહાલક્ષ્મી શિક્ષક તાલીમ કોલેજના એંગ્લો-સ્થાનિક ભાષા વર્ગમાં જોડાયા હતા.તેમણે 1901માં વિનયન સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.તેમની મોટી બહેન વિદ્યાગૌરી નિલકંઠ સાથે તેઓ ગુજરાતના પ્રથમ બે મહિલા સ્નાતકો બન્યા હતા.
મહિલાઓ માટે વિશેષ કામ કર્યા
અમદાવાદમાં તેમણે વનીતા વિશ્રામ મહિલા વિદ્યાલયની સ્થાનપા કરી હતી.તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા.1917માં બળજબરીથી શ્રમ પ્રથા (ગિરમીટિયા) સામે વિરોધ ઉઠાવ્યો હતો.1930માં એક ખાદી દુકાનની સ્થાપના કરી હતી અને 1934માં શેરથા નજીક તેમના પતિના આશ્રમમાં કામ કર્યુ,1934માં અપના ઘર કરી દુકાન નામની એક સહકારી દુકાનની સ્થાપના કરી હતી.1934માં મહિલા કલ્યાણ માટે જ્યોતિ સંઘની સ્થાપના કરી.વડોદરા ખાતે તેમણે ચીમનાબાઈ સ્ત્રીસમાજની સ્થાપના કરી હતી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઈથી આશ્રમય મળી શકે તેવી વ્યવસ્થા કરી હતી.
તેઓ લેખક પણ હતા
શારદા મહેતા નિબંધલેખક, જીવનકથા લેખક અને અનુવાદક હતા.૧૯૩૮માં, તેમણે તેમના જાહેર જીવન વિશે અને મહિલા શિક્ષણ માટે તેમના પ્રયત્નોને આવરી લેતી 'જીવનસંભારણા' નામે આત્મકથા લખી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement