રાજ્યની 182 બેઠકો ઉપર ભાજપના 'મુરતીયા' કોણ ? આજથી શરુ થશે આ પ્રક્રિયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત હવે ગમે ત્યારે થઇ શકે છે ત્યારે ભાજપે (BJP) મુરતીયા શોધવાની કવાયત તેજ બનાવી છે. ભાજપની 182 બેઠકોના ઉમેદવાર ( Candidate) કોણ હોઇ શકે છે તેની પસંદગી કરવા માટે આજથી રાજ્યના 33 જીલ્લા અને 8 મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઇ છે. 33 જીલ્લા અને 8 મહાનગરમાં આજથી સેન્સવિધાનસભા ચૂંટણી હવે નજીક છે અને દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણી કર્યા બાદ તમામ રàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)ની જાહેરાત હવે ગમે ત્યારે થઇ શકે છે ત્યારે ભાજપે (BJP) મુરતીયા શોધવાની કવાયત તેજ બનાવી છે. ભાજપની 182 બેઠકોના ઉમેદવાર ( Candidate) કોણ હોઇ શકે છે તેની પસંદગી કરવા માટે આજથી રાજ્યના 33 જીલ્લા અને 8 મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઇ છે.
33 જીલ્લા અને 8 મહાનગરમાં આજથી સેન્સ
વિધાનસભા ચૂંટણી હવે નજીક છે અને દિવાળીના તહેવારોની ઉલ્લાસપૂર્વક ઉજવણી કર્યા બાદ તમામ રાજકીય પક્ષો ફરી એક વાર ચૂંટણીની તૈયારીઓ માટે સજ્જ થઇ ગયા છે. ઉમેદવારોની પસંદગીને લઈ ભાજપની કવાયત તેજ થઇ છે અને આજથી 33 જીલ્લા અને 8 મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઇ રહી છે. આ માટે નિમાયેલા નિરીક્ષકો જે તે બેઠક પર જશે અને ભાજપના આગેવાનો અને મહત્વના કાર્યકરોને મળીને તેમનો મત જાણવાની કોશિશ કરશે.
29 ઓક્ટોબર સુધી સેન્સ પ્રક્રિયા
સુત્રોએ કહ્યું કે આગામી 29 ઓક્ટોબર સુધી નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવશે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર આ માટે નિરીક્ષકો નિમવામાં આવ્યા છે. આ જ પ્રમાણે અમદાવાદ શહેરની 16 બેઠકની સેન્સ પ્રક્રિયા યોજાશે જેમાં વેજલપુર,સાબરમતી,નરોડા,અસારવા બેઠકની સેન્સ લેવાશે.આ ઉપરાંત ઘાટલોડિયા,નારાયણપુરા બેઠક અને દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાશે.
કમલમમાં યોજાઇ ખાસ બેઠક
બુધવારે બેસતા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ હતી ત્યારે ગુજરાત ભાજપ પણ બેસતા વર્ષની ઉજવણી કરવાની સાથે સાથે ચૂંટણીની પ્રક્રિયામાં જોતરાયેલો હતો. બુધવારે સાંજે કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર હતા. નવા વર્ષના દિવસે ભાજપ દ્વારા સ્નેહમિલન બેઠક યોજાઇ હતી અને આગામી ચૂંટણીને લઈને બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ હતી. પ્રદેશ સંગઠનના હોદ્દેદારો આ બેઠકમાં હાજર હતા
60 નિરીક્ષકોની ટીમ
સુત્રોએ કહ્યું કે આ બેઠકમાં 27 ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે ભાજપના નિરિક્ષકો 182 વિધાનસભા બેઠકોમાં જશે તેવો નિર્ણય લેવાયો હતો. આ માટે 60 નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. એક ટીમને ત્રણ વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઇ છે. નિરીક્ષકો જે તે બેઠકના જિલ્લા, નગર અને શહેરના હોદ્દેદારો સાથે બેસી ઉમેદવાર નક્કી કરવા અભિપ્રાય માંગશે.
ઝોન વાઇસ નિરીક્ષકો સેન્સ લેશે
સુત્રોએ કહ્યું કે ઝોન વાઇસ નિરીક્ષકો આજથી દરેક બેઠકમાં સેન્સ લેશે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં હર્ષ સંઘવી, તાપીમાં બ્રિજેશ મેરઝા અને મનિષા વકિલ ઉપરાંત વડોદરામાં શંકર ચૌધરી અને સુરતમાં જગદીશ પંચાલ અને જામનગરમાં જયદ્રથ પરમારને નિરીક્ષકની જવાબદારી સોંપાઇ છે.
Advertisement