ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરા એરપોર્ટ પર મોદીજીએ કોની સાથે કરી ઓચિંતી મુલાકાત? જાણો સમગ્ર મામલો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ-શો અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ફરી પ્રચાર માટે બે દિવસ ગુજરાત આવ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂં
11:01 AM Nov 27, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022)પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ-શો અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ફરી પ્રચાર માટે બે દિવસ ગુજરાત આવ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપમાં બે એવી ઘટના બની છે, જેનાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
PM મોદીએ વડોદરા એરપોર્ટ પર નજીકના ત્રણ લોકોને મળવા બોલાવ્યાંઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતમાં સભા યોજાય તે પહેલા વડોદરા એરપોર્ટ ખાતે નજીકના ત્રણ લોકોને મળવા બોલાવ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા  છે કે વડોદરા મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને ગુજરાત ફાયનાન્સ બોર્ડમાં પૂર્વ મેમ્બર દિનેશ ચોક્સી, પૂર્વ મુખ્ય સરકારના વકીલ નારાયણ શાહ અને પૂર્વ ડેપ્યુટી મેયર રામમનોહર તિવારીને એરપોર્ટ પર મળવા બોલાવવામાં આવ્યા છે. વડોદરા એરપોર્ટ પર શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત છે. અચાનક વડોદરા એરપોર્ટ ખાતે આ ત્રણેયને મળવા બોલાવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. 
જુના સંબંધો અને સ્મરણો તાજા કર્યા :દિનેશ ચોકસી
પીએમ સાથેની મુલાકાત દિનેશ ચોકસીએ  જણાવ્યું  કે  ચૂંટણીલક્ષી ચર્ચા માટે આ મુલાકાત ન્હોતી પણ જુના સંબંધો અને સ્મરણો તાજા કર્યા. પીએમ આટલી ટોચ પર પહોંચ્યા અને વ્યસ્તતા વચ્ચે પણ નાના માણસને યાદ રાખે છે એ અમારા માટે આનંદનો વિષય છે અમારી આત્મીયતા અને નિષ્ઠાપૂર્વકનાં નિર્ણયોને ગ્રાહ્ય રાખતાં હતાં અને  રાજકીય કરતાં પારિવારિક સંબંધો અમારા  વધારે છે  ત્યારે  વધુમાં  કહ્યું  કે  વડાપ્રધાનશ્રી  પાસે દરેક સીટનો રિપોર્ટ હોય છે તેમને ગોધરા કાંડ પછી કોંગ્રેસનાં વર્તનનો સામનો કર્યો છેઅને નરેન્દ્રભાઈ પાસે દૈવી શક્તિ છે ત્યારે વડાપ્રધાનશ્રી મારા પુત્રના  લગ્નમાં પણ આવ્યા હતાં એ પછી આજે 12 વર્ષે  વડાપ્રધાનશ્રીને  મળવાનું થયું છે
G20 પ્રમુખપદ માટે અભિનંદન આપ્યાં : નારાયણ શાહ
નારાયણ શાહએ પણ જણાવ્યુ  કે  77-78 માં પ્રચારક તરીકે મોદી વડોદરામાં કામ કરતા હતા તે સમયનો સંબંધ છે અને પારિવારિક રીતે એમને સાથે સમય વિતાવવાનો અવસર મળ્યો હતો G20 પ્રમુખપદ માટે અભિનંદન આપ્યાં અને એફટીએ સંધી અંગે શુભેચ્છા પાઠવી હતી 
રામમનોહર તિવારીએ શું  કહ્યું 
ત્યારે બીજી તરફ રામમનોહર તિવારી પણ મળ્યા હતા. તેઓ બાળપણથી નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું છે વડાપ્રધાન  બન્યાં પછી 40 વર્ષ જુના સંબંધોને પણ યાદ રાખે છે તે અમારી માટે આનંદની વાત છે  ત્યારે સંઘની પારિવારિક ભાવના છે એટલે અમારી મુલાકાત થઈ. 
આ પણ વાંચો- લેબોરેટરીમાં બનેલા હીરાની માંગ વિશ્વમાં વધી, જાણો રસપ્રદ માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstNarendraModiVadodaraAirport
Next Article