ગુજરાતની ચૂંટણી ક્યારે જાહેર થશે? આવ્યું મહત્વનું અપડેટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ક્યારે જાહેર થશે તે વિશે ભારે ચર્ચા અને અટકળો ચાલી રહી છે ત્યારે આ સપ્તાહે બુધવાર બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે તેવું જાણવા મળે છે.તમામ રાજકીય પક્ષોની તડામાર તૈયારીગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને જનતાને લોભાવવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. લોકોને લોભામણા વચનો પણ આપવામાં આવી રહ્યા છà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ક્યારે જાહેર થશે તે વિશે ભારે ચર્ચા અને અટકળો ચાલી રહી છે ત્યારે આ સપ્તાહે બુધવાર બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે તેવું જાણવા મળે છે.
તમામ રાજકીય પક્ષોની તડામાર તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને જનતાને લોભાવવા અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. લોકોને લોભામણા વચનો પણ આપવામાં આવી રહ્યા છે. હજું તો ચૂંટણી જાહેર પણ થઇ નથી ત્યારે તમામ રાજકીય પક્ષો ઉમેદવાર પસંદ કરવાથી માંડીને કઇ રીતે ચૂંટણી જીતી શકાય તેની રણનીતિ ઘડી રહ્યા છે.
બુધવાર બાદ ચૂંટણી જાહેર થશે
જો કે છેલ્લા બે સપ્તાહથી ચૂંટણી ક્યારે જાહેર થશે તે વિશે ભારે અટકળો જોવા મળી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટને મળેલી માહિતી મુજબ આ સપ્તાહે બુધવાર બાદ ગમે તે દિવસે ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે.
પીએમની 3 દિવસની મુલાકાત
સુત્રોએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજથી એટલે કે 30 ઓક્ટોબર રવિવારથી રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે છે. પીએમ મોદી 1લી તારીખે સાંજે એટલે કે મંગળવારે સાંજે દિલ્હી પરત જઇ શકે છે, જેથી આ તારીખોમાં ચૂંટણી જાહેર થાય તેવું લાગતું નથી.
બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક મળવાની સંભાવના
બીજી તરફ સુત્રોએ કહ્યું કે આ બુધવારે રાજ્ય સરકારની વધુ એક કેબિનેટ બેઠક મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ કેબિનેટ બેઠકમાં વધુ કેટલાક મહત્વના નિર્ણય લેવાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે શનિવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કમિટિ રચવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. આ જ કેબિનેટ બેઠકમાં હજું એક બેઠક મળી શકે તેવા સંકેતો અપાયા હતા.
આ સપ્તાહ ચૂંટણી માટે મહત્વનું
સંભવિત રીતે આવતા બુધવારે કેબિનેટ બેઠક મળ્યા બાદ ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. એટલે કે મંગળવારે પીએમ મોદીની મુલાકાત પૂર્ણ થાય અને બુધવારે કેબિનેટની બેઠક મળે ત્યારબાદ ગમે તે દિવસે ચૂંટણી જાહેર થઇ શકે છે તેવી અટકળો છે.
Advertisement