Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા પાછળ શું છે ગણિત, ગુજરાતની ચૂંટણી છે કારણ?

બીજેપીએ દ્રૌપદી મુર્મૂને તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. જેની પાછળનું રાજકીય ગણિત બીજેપી દ્રૌપદી મુર્મૂની મદદથી અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં વસતા આદિવાસી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ટ્રમ્પ કાર્ડથી બીજેપીને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને તેનો ફાયદો મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેà
07:10 AM Jun 22, 2022 IST | Vipul Pandya
બીજેપીએ દ્રૌપદી મુર્મૂને તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. જેની પાછળનું રાજકીય ગણિત બીજેપી દ્રૌપદી મુર્મૂની મદદથી અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં વસતા આદિવાસી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ટ્રમ્પ કાર્ડથી બીજેપીને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને તેનો ફાયદો મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ અને ઓડિશાના આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જો મુર્મુ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતશે તો તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. 

ગુજરાતની ઘણી બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે
આ સમયે એપણ સવાલ થાય કે અનેક નામોની ચર્ચા વચ્ચે ભાજપે દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કેમ બનાવ્યા? રાજકીય નિષ્ણાતો ભાજપના આ દાવ પાછળની રાજકીય રણનીતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે દ્રૌપદી મુર્મૂની મદદથી પાર્ટીએ દેશના ઘણા રાજ્યોમાં મોટી સંખ્યામાં રહેતા આદિવાસી સમુદાય પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટીને તેનો ફાયદો મળી શકે છે. વાસ્તવમાં, ગુજરાતની ઘણી બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને જો તેઓ કોઈ એક પક્ષ તરફ વળે તો સત્તામાં કોણ હશે તે લગભગ નક્કી થઇ શકે છે. 

અનેક રાજ્યોમાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ દાયકાઓથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આદિવાસીઓની તાકાતથી જ રાજકારણમાં જોર લગાવી રહી છે. આવી સ્થિતિમાં દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર આદિવાસી મહિલાને બેસાડી ભાજપ તેને આદિવાસીઓના સન્માન તરીકે રજૂ કરી શકે છે. પાર્ટીના રણનીતિકારોને વિશ્વાસ છે કે ઓડિશા, ઝારખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં ભાજપને ઘણો ફાયદો થઈ શકે છે. 
2017માં ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી, પરંતુ લાંબા સમય બાદ તેને કોંગ્રેસ તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની કુલ વસ્તીના આશરે 14.8 ટકા આદિવાસીઓ છે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 2017 વિધાન સભાની ચૂંટણીમાં બીજેપી પાર્ટી અડધી બેઠકો પર પણ કમળ ખીલવી શકી ન હતી. માનવામાં આવે છે કે દ્રૌપદી મુર્મૂની મદદથી ભાજપ આ વખતે મોટાભાગની આદિવાસી સીટો પર કમળ ખીલવે તેવી અપેક્ષા છે.
ગુજરાતમાં કોંગ્રેસથી લઈને AAPની નજર આદિવાસી મતદારો પર છે
કોંગ્રેસ પરંપરાગત રીતે ગુજરાતમાં આદિવાસી મતદારો પર સારી પકડ ધરાવે છે, પરંતુ છેલ્લા બે દાયકામાં, ભાજપ ઉત્તરમાં અંબાજીથી દક્ષિણમાં અંબરગાંવ સુધીના આદિવાસી પટ્ટામાં પ્રભુત્ત્વ જમાવવામાં ઉણું ઉતર્યુ છે. તેથી ભાજપનો આ રાજકીય દાવ તેને આવનાર ગુજરાત ઇલેક્શનમાં ફાયદો કરાવી શકે છે. જોકે  2017થી ફરી એકવાર કોંગ્રેસ અહીં પોતાનો ખોવાયેલો વિશ્વાસ ફરી જાળવાના પ્રયાસો કરી રહી છે. સાથેજ આ વખતે આમ આદમી પાર્ટીની નજર પણ ગુજરાત ઇલેક્શનમાં આદિવાસી સમુદાય પર છે.
આ પણ વાંચો- કેન્દ્ર સરકારે દ્રૌપદી મુર્મુને Z સુરક્ષા પ્રદાન કરવાનો લીધો નિર્ણય
Tags :
DraupadiMurmuGujaratAssemblyElectionsGujaratFirstNDAPresidentialcandidatePresidentialElection
Next Article