Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કામરેજ બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે. ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખ
કામરેજ  બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે. ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઇ રહી છે આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થવા જઈ રહ્યું છે ગુજરાતના રાજકારણનો સમીકરણ સુરતથી બદલાઈ રહ્યો છે. એ વાત સૌ જાણે છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાતમાં સુરતથી થઈ છે અને સુરતના નામાંકિત ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
સુરત વિધાનસભાની 12 બેઠક પર આમ આદમી પાર્ટીના સુરતના ચહેરાઓ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે કારણ કે જે પાલિકાની 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ વિજય મેળવી છે આ તમામ કોંગ્રેસની બેઠક છે જેથી આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરમાં બાર વિધાનસભાની બેઠક આવે છે જેમાંથી આજે અમે તમને સૌથી મહત્વની ગણાતી કામરેજ વિધાનસભા બેઠક (kamrej assembly constituency)વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

પાટીદારોનો મિજાજ
વિધાનસભા બેઠક છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો નિશ્ચિત કરે છે કે કયા પક્ષના ઉમેદવાર વિજય મેળવશે. આ બેઠક પર હળપતિ મતદારોનું સારું એવું પ્રભુત્વ છે. જેમાં શહેરી વિસ્તારમાં પાટીદારો અને ગ્રામ્ય વિસ્તારમાં હળપતિ મતદારો વહેંચાયેલા છે. વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન આ ચાર બેઠક પર દેશભરની નજર હતી.
વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન ચરમસીમા પર હતું તે સમયે પાસના પૂર્વ નેતા અને કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે ચાર વિધાનસભા બેઠક (વરાછા રોડ, કરંજ, કામરેજ અને કતારગામ) પર કોંગ્રેસના ચારેય ઉમેદવારોને લઈ હજારોની સંખ્યામાં કાર્યકરોને લઈ રોડ શો પણ કર્યો હતો. પરંતુ સરકાર સામે ભારે વિરોધ બાદ પણ આ ચારેય બેઠક પર પાટીદાર સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવ્યા હતા. આંદોલનની ભારે અસર જોવા મળી હતી તેમ છતાં હાર્દિક ફેક્ટર વિધાનસભા ચૂંટણી વખતે આ ચારે બેઠક પર જોવા મળી નહોતી.
2017ની ચૂંટણી પરીણામો પર એક નજર
કામરેજ વિધાનસભા બેઠક પર વર્ષ 2017માં પણ ભારે રસાકસી ભરી સ્થિતિ હતી. સુરતની મોટા ભાગની બેઠકોમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ છે તે વાત સૌ કોઇ જાણે છે. ત્યારે 2017માં સત્તાના સંગ્રામમાં ભાજપે વીડી ઝાલાવડીયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી અશોક જીરાવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, આ બેઠક પર ભાજપના વી.ડી ઝાલાવડીયાએ 1,47,371 મતોથી જીત મેળવી હતી. જ્યારે અશોક જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા.
કામરેજ બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ (Elections held on Kamrej Assembly seat)
ચૂંટણી વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 વી ડી ઝાલાવડીયા ભાજપ
2012 પ્રફુલભાઇ પાનશેરીયા ભાજપ
2007 ભારતીબેન રાઠોડ ભાજપ
2002 પ્રવિણભાઇ રાઠોડ ભાજપ
1998 રમણભાઇ રાઠોડ કોંગ્રેસ
1995 ધનજીભાઇ રાઠોડ ભાજપ
1990 ડાહીબેન રાઠોડ કોંગ્રેસ
1985 નારણભાઇ રાઠોડ કોંગ્રેસ
1980 નારણભાઇ રાઠોડ કોંગ્રેસ
1975 ધનજીભાઇ રાઠોડ એનસીઓ
ભૂતકાળની વાત કરવામાં આવે તો તેઓએ વર્ષ 2019માં લોકસભા સુરતની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીથી ટિકિટ માંગી હતી એટલું જ નહીં વર્ષ 2016માં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે તેઓએ કામરેજ વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નેતા અમિત શાહના સભાનું આયોજન પણ કર્યું હતું, જેમાં પાસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. હાર્દિક જેલમાં હતો ત્યારે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થતા કરનાર મહેશ સવાણી જ હતા. હવે કામરેજ અથવા વરાછા વિધાનસભા બેઠક પર આપ અન્ય ચહેરો શોધી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.