મજુરા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી મજુરા બેઠક (Gujarat Assembly Election 2022): આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં ચૂંટણી લડવાની જાહેરાત કરતા ત્રિપાંખીયા જંગ પર સૌની મીટ મંડાયેલી છે. આપનું પ્રભુત્વ પાટીદાર વોટ બેંક પર છે અને સુરત પાટીદારોનું હબ ગણાય છે. આપે સુરતના મતદારોની તાસીર પારખી લીધી છે અને તેથી જ ત્યાંની બેઠકો પર પકડ જમાવી રહ્યું છે. સુરતની વરાછા, ઉધના, કતારગામ અને મજુરા બેઠક આ વખતે રાજકીય ઉલટફેરને લઇને ચર્ચામાં છે. મજુરા બેઠક પર સામાજિક રાજકીય સમીકરણ કેવા છે? આવો જાણીએ.
મજુરા બેઠક વિશે ટૂંકમાં (Majura assembly seat)
મજુરા બેઠકમાં (majura assembly constituency) આવતા વિસ્તારને સુરતનો પોશ વિસ્તાર માનવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં કાપડના વેપારીઓ વસવાટ કરે છે. નોટબંધી અને જીએસટીના કારણે સરકારને કાપડના વેપારીઓના રોષનો સામનો કરવો પડ્યો હતો.જેના કારણે ભાજપ માટે સલામત ગણાતી આ બેઠક પર ખરાખરીની ફાઇટ થાય તો નવાઇ નહીં. એટલું જ નહીં આ બેઠક પર પાટીદારોનું પણ ઘણે અંશે પ્રભુત્વ હોવાથી પાટીદાર આંદોલનની પણ અહીં વ્યાપક અસર જોવા મળી હતી. જોકે, ભાજપે આ સંઘર્ષ વચ્ચે પણ સત્તા જાળવી રાખી હતી.
ચૂંટણી સંગ્રામ પર નજર
2012માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠકની સ્થિતિ પર નજર કરીએ તો ભાજપના હર્ષ સંઘવી અને કોંગ્રેસના ધનપત જૈન વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના હર્ષ સંઘવીનો 1,03,577 મતે વિજય થયો હતો. તો વર્ષ 2017માં ભાજપે ફરી હર્ષ સંઘવી પર પસંદગીનો કળશ ઢોળી આ બેઠક પર મેદાને ઉતાર્યા હતા. તો બીજી બાજું કોંગ્રેસે કાપડના વેપારી અશોક કોઠારીને ટિકિટ આપી હતી. જેના કારણ આ બેઠક પર કાપડના વેપારીઓ ઉપરાંત જૈન મારવાડી સમાજના મતોનું વિભાજન થવાની સ્થિતિ પેદા થઇ હતી. આ દરમિયાન અહીં પાટીદાર આંદોલન પર ચરમ સીમાએ હતું. સરકાર સામે વિરોધ વચ્ચે ભાજપ માટે આ બેઠક કપરી સાબિત થઇ શકે તેમ હતી. જોકે, આ બધાથી ઉપર આવી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ ફરી 1,16,741 મતો સાથે જીત મેળવી હતી અને કોંગ્રેસ ઉમેદવાર અશોક કોઠારીને હારનો સામનો કરવો પડ્યો હતો.
કેવા છે આ બેઠક પર જાતિગત સમીકરણો?
વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠકના જાતિગત સમીકરણો પર નજર કરીએ તો અહીં જૈન મારવાડી, મોઢ વણિક સમાજનું આગવું પ્રભુત્વ છે. જ્ઞાતિ પ્રમાણે કહીએ તો ગુજરાતી જૈન મારવાડી 36,489, મોઢ વણિક, ખત્રી, રાણા સમાજ 24,999, પાટીદાર 24205, એસટી, એસસી 24,941, ઉત્તર ભારતીય 16230, પંજાબી સીંધી 12,198 મતદારો છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,39,563 છે, જેમાં મહિલા મતદારો 1,07,512 અને પુરૂષ મતદારો 1,32,048 છે.
ટેક્સટાઇલ માર્કેટર્સનો બેઠક પર પ્રભાવ
આ સીટ પર ટેક્ષટાઈલ વર્કસના વોટ્સની સંખ્યા અંદાજે 40 હજાર છે જે કોઈપણ પાર્ટીના જીતના ગણિતમાં ફેર પાડી શકે છે. આ વિસ્તારના કુલ 2.19 લાખ મતદારો પૈકી મોટાભાગના મતદારો ઉચ્ચ મધ્યમ વર્ગના છે. રાજસ્થાન, બિહાર અને UPથી આવીને વસેલા લોકોને આકર્ષવા માટે ભાજપે કમર કસવી પડી શકે છે.કોંગ્રેસે પણ પ્રચારની સંપૂર્ણ નવી સ્ટ્રેટેજી તૈયાર કરવી પડી શકે છે. નોંધનીય છે કે ટેક્ષટાઈલ ટ્રેડર સેક્શન કોંગ્રેસને મત આપવા ઈચ્છુક નથી, પરંતુ GST અને નોટબંધીને કારણે તેઓ ભાજપથી પણ નારાજ છે. ભાજપ મજુરા અને સુરત (વેસ્ટ) વિધાનસભા બેઠકને પોતાની સલામત બેઠકો માને છે.જ્યારે કોંગ્રેસ આ સીટો પર મધ્યમ વર્ગીય મતદારો, હિન્દી બોલનાર વર્ગ, ટેક્ષટાઈલ ટ્રેડર્સ પર મદાર રાખી રહી છે. નોંધનીય છે કે આ ત્રણેય વર્ગોને ભાજપની GST અને નોટબંધીની અસર નડી છે.
સતત બે ટર્મથી હર્ષ સંઘવી મારી રહ્યા છે બાજી
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીએ 2012માં ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. અહીંથી જ તેઓ પહેલી વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. તેઓ આ સમયે માત્ર 27 વર્ષના યુવાન હતા. તેઓ એબીવીપી નેતા હતા.2012 થી 2015 રાષ્ટ્રીય મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો, ઉપપ્રમખુ ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત પ્રદેશ તરીકે સેવા આપી હતી. જોકે, ભાજપની પરીવર્તનની લહેરમાં તેઓ હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી રહ્યા છે.રાજ્યમાં કોરોનાના કપરા કાળમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતાના મિત્ર વર્તુળની મદદથી કોરોના દર્દીઓ માટે એક હૉસ્પિટલ શરૂ કરી હતી. જ્યાં 182 જેટલા દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. હૉસ્પિટલ બનાવવાનો ખર્ચ ધારાસભ્ય અને તેમના મિત્રોએ ઉઠાવ્યો હતો. હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવાન ધારાસભ્ય તરીકે એક અનોખી ઓળખ ધરાવે છે.
2017માં આ હતા પ્રચારના મુદ્દા
સંઘવીએ ઘણી અલગ રીતે પ્રચાર કર્યો હતો. તેણે પોતાના પ્રચારમાં વાતાવરણની વાત કરી તેમજ તે સાયકલ પર કે ચાલતા પણ મતદારોને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે વિસ્તારમાં હવા પ્રદૂષણ અટકાવવા માટે નક્કર પગલા લેવાની પણ બાંહેધરી આપી હતી.જ્યારે બીજી તરફ કોઠારીએ ડોર-ટુ-ડોર કેમ્પેઈનિંગ પર ભાર આપ્યો હતો. તેઓ ટેક્ષટાઈલ ટ્રેડર્સ અને રિંગ રોડ પર આવેલા માર્કેટ્સમાં ફરી ફરીને લોકોને મળ્યા હતો. ટેક્ષટાઈલ ટ્રેડર્સ પર પડેલી GSTની અસર વિશે તેમણે મતદારો સાથે વાત કરી હતી. તેમણે વિસ્તારમાં પાટીદારોના ઘરે જઈને પણ પ્રચાર કર્યો હતો.
મજુરા સીટ પરથી 2022માં કોણ મારશે બાજી
ઉલ્લેખનિય છે કે, 2017માં બીજેપી માટે અનેક મુદ્દાઓને લઈને મજુરા સીટ પર તેમના માટે વિપરીત સ્થિતિઓનું નિર્માણ થયું હતું. જોકે તે છતાં પણ હર્ષ સંઘવીએ બીજેપીને મોટા માર્જિન સાથે મજુરાની સીટ બીજેપીને જીતાડી હતી. તેનું ઈનામ પણ તેમણે મળી ગયું છે.
જોકે એક વખત ફરીથી આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મજુરા સીટને લઈને બીજેપી માટે કેટલાક પડકારો ઉભા થયા છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ અથાગ મહેનત કરી રહી હોવાથી 2022માં આ સીટ કોના પાસે જાય છે, તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ રાજકીય નિષ્ણાતો અનુસાર આ સીટ માટે બીજેપી સૌથી મોટી દાવેદાર ગણાય છે.
Advertisement