Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોળકા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
ધોળકા બેઠકની તસવીર અને તાસીર શું છે  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ધોળકા બેઠક મહત્વની
આજે વાત કરીશું ગુજરાતના રાજકારણમાં મહત્વની ગણાતી એક બેઠક ધોળકા વિધાનસભા બેઠક (Dholka assembly constituency)ની. ગત ચૂંટણીમાં આ બેઠક પર ખૂબ રસાકસી જામી હતી અને ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ પાતળી સરસાઈ એટલે કે માત્ર 327 જેટલા મતથી જ જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડનો પરાજય થયો હતો. ત્યારબાદ આ બેઠક માટેની મતગણતરીનો વિવાદ થયો હતો અને આ વિવાદ પહેલા હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.
ધોળકા ડાંગર અને ઘઉં માટે જાણીતું
ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની ધોળકા વિધાનસભા બેઠકમાં ધોળકા પંથક ભાલ વિસ્તારના ડાંગર અને ઘઉં ઉત્પાદન માટે જાણીતો છે. ધોળકાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા રાજ્ય સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે મહત્વના પ્રધાન પદ પર જવાબદારી નિભાવી ચુક્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા એટલે કે 1962થી ધોળકા વિધાનસભાની બેઠક કૉંગ્રેસની ગણાતી હતી. અગાઉ ધોળકા બેઠક પર જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1980 અને 1985ની બે ચૂંટણી હારી ચૂક્યા હતા.
ધોળકા બેઠક પર કોનું છે પ્રભુત્વ?
ધોળકા વિધાનસભા બેઠલ પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારોનું પ્રભૂત્વ જોવા મળે છે. મળતા આંકડા મુજબ આ બેઠક પર કોળી પટેલ મતદારો 17.8 ટકા, પટેલ સમુદાય 10.8 ટકા, દલિત સમુદાય 17.8 ટકા, ક્ષત્રિય સમુદાય 15.3 ટકા, મુસ્લિમ સમુદાય 11.2 ટકા, ઠાકોર સમુદાય 10.2 ટકા, માલધારી સમુદાય 7.6 ટકા અન્ય સમુદાય 9.30 ટકા છે.
ભાજપે પહેલીવાર 1990માં બેઠક જીતી
આ બેઠક ભાજપે પહેલીવાર 1990માં જીતી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કૉંગ્રેસના પરસોત્તમ મકવાણાને હરાવ્યા હતા. તેઓ ત્યારબાદ 1995માં પણ ધોળકા બેઠક પરથી જીત્યા હતા. જોકે, 1998ની ચૂંટણીમાં એમનો કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા સામે પરાજય થયો હતો. ત્યારબાદ 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ફરીથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતી લીધી હતી. જોકે, એ વખતે એમની જીતનું માર્જિન ફક્ત 722 મતનું હતું અને તેઓ કૉંગ્રેસના ઉમેદવાર કાનજીભાઈ તળપદા સામે વિજય થયા હતા.
આ પછી ફરી સમય અને સમીકરણો બદલાયા હતા અને 2007માં કાનજીભાઈ તળપદાએ આ બેઠક ફરીથી જીતી લીધી હતી. જોકે, 2012માં કૉંગ્રેસે પ્રયોગ કર્યો અને કાનજીભાઈને બદલે ચાવડા પ્રધ્યુમનસિંહને ટિકિટ આપી હતી. જેથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહનો તે ચૂંટણીમાં શાનદાર વિજય થયો હતો.
છેલ્લી 3 ચૂંટણીમાં વિજેતા
વર્ષ       વિજેતા ઉમેદવાર            પક્ષ
2017   ભૂપેન્દ્રસિંહ ચુડાસમા     ભાજપ
2012   ભૂપેન્દ્રસિંહ ચુડાસમા     ભાજપ
2007   કાનજીભાઈ તળપદા   કોંગ્રેસ
આ ઉપરાંત 2002માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ 1998માં કાનજીભાઈ તળપદા કોંગ્રેસ અને 1995માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ તથા 1990માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા બન્યા હતા.
 2017માં આંદોલનનો માહોલ
આ દરમિયાન 2017ની ચૂંટણીનો માહોલ થોડો અલગ હતો. તે ચૂંટણી આંદોલનોના ઓછાયા વચ્ચે લડાઈ હતી અને તે ચૂંટણીમાં ભાજપ સામે મોટો પડકાર ઉભો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સામે ધોળકામાં દલિતોએ જમીનના અધિકારને લઈને આંદોલન કર્યું હતું. આ આંદોલનની આગેવાની જિજ્ઞેશ મેવાણીએ લીધી હતી.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ
ગુજરાત વિધાનસભા તરફથી વર્ષ 2019 અને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ ધારાસભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2019માં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી. 

ધોળકા બેઠક પરનો વિવાદ અને કોર્ટ કેસ
પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ કોર્ટ કેસમાં ગૂંચવાયું હતું. 2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી.,અશ્વિન રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.
જેથી ધોળકા વિધાનસભા સીટ પર પૂર્વ કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન થઈ હતી. જેના ચુકાદામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની વિધાનસભાની ચૂંટણી રદ કરી દીધી હતી. ત્યાર બાદ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જ્યાં તેમણે રાહત મળી હતી અને ધોળકા બેઠક પર તેમનું ધારાસભ્ય પદ બચ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.