Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રવિન્દ્ર જાડેજાને લઇને પત્ની રિવાબાએ આ શું કહી દીધું? તમામ મહિલાઓએ જાણવું જોઇએ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. રિવાબા જાડેજા 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. આ વખતે તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી લડતા તેમને તેનમા પતિ રવિન્દ્ર જાડેજાનો પૂરો સાથ મળી રહ્યો છે. વળી આ અંગે તેમણે મીડિયા સાથે વાત પણ કરી છે.પતિ રવિન્દ્ર જાડેજાને લઇને રિવાબાએ શું કહà«
રવિન્દ્ર જાડેજાને લઇને પત્ની રિવાબાએ આ શું કહી દીધું  તમામ મહિલાઓએ જાણવું જોઇએ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) ગુજરાતની જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. રિવાબા જાડેજા 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. આ વખતે તેઓ જામનગર ઉત્તર બેઠક પરથી લડતા તેમને તેનમા પતિ રવિન્દ્ર જાડેજાનો પૂરો સાથ મળી રહ્યો છે. વળી આ અંગે તેમણે મીડિયા સાથે વાત પણ કરી છે.
પતિ રવિન્દ્ર જાડેજાને લઇને રિવાબાએ શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ચૂંટણી લડવા અને પતિ રવિન્દ્ર જાડેજા તરફથી મળેલા સમર્થન અંગે ખુલ્લા મને વાત કરી છે. રિવાબાએ કહ્યું કે, જ્યારે હું નોમિનેશન માટે જઈ રહી હતી ત્યારે તે સમયે મારા પતિ રવિન્દ્ર મારી સાથે હતા અને તેમણે મને દરેક સમયે સપોર્ટ કર્યો છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ કહ્યું કે, જ્યારે હું મારું નોમિનેશન ભરવા ગઈ ત્યારે તે ભાવનાત્મક ક્ષણ હતી અને તે (રવીન્દ્ર જાડેજા) મારી સાથે હતા. રિવાબાએ કહ્યું કે, હું એવી મહિલાઓ અને યુગલોને પ્રેરણા આપવા માંગુ છું અને કહેવા માંગુ છું કે મહિલાઓ લગ્ન પછી પણ તેમના સપના પૂરા કરી શકે છે.
Advertisement

લોકોને ભાજપ અને તેમના ઉમેદવારો પર છે વિશ્વાસ
રવિન્દ્ર જાડેજાના સમર્થન વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર રિવાબાએ કહ્યું કે, તેમને તેમના પતિનો સંપૂર્ણ સમર્થન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે રિવાબાએ જણાવ્યું હતું કે, ગુજરાતે ક્યારેય ત્રિકોણીય ચૂંટણી મોડને સ્વીકાર્યો નથી. જે પક્ષ ગુજરાતમાં આવ્યો નથી અને વિકાસના કામો કર્યા નથી તેને લોકો કેવી રીતે પસંદ કરી શકે. રિવાબાએ કહ્યું કે, તમે કંઈ કર્યું નથી તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે? તમે ભાજપના વિકાસના કામો જોઈ શકો છો. લોકોને ભાજપ અને તેમના ઉમેદવારો પર વિશ્વાસ છે.

કેટલી સંપત્તિના માલિક છે રિવાબા જાડેજા?
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. નોમિનેશન દરમિયાન આપવામાં આવેલી સંપત્તિની વિગતોમાં રિવાબાએ જણાવ્યું હતું કે, તેમની પાસે 1 કરોડ રૂપિયાના દાગીના અને 1.5 કરોડ રૂપિયાની લક્ઝરી કાર છે. આ સાથે તેમની પાસે કરોડોની જમીન, પ્લોટ અને આલીશાન મકાનો છે. રિવાબાએ ચાલુ નાણાકીય વર્ષમાં 18.56 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રિવાબા જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર છે. પાર્ટીએ વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ કાપીને રાજકીય પીચ પર રિવાબાને મેદાનમાં ઉતાર્યા છે.
કોણ છે રિવાબા જાડેજા?
રિવાબાએ 2016માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. મૂળ જૂનાગઢના રિવાબા જાડેજાનું બાળપણ રાજકોટમાં વીત્યું હતું. રિવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. રિવાબાના પિતા હરદેવસિંહ સોલંકી ગુજરાતના મોટા ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટર છે. રાજકીય પરિવાર સાથેના સંબંધો પર નજર કરીએ તો રિવાબા કોંગ્રેસના નેતા હરિસિંહ સોલંકીની ભત્રીજી છે. આ સાથે ભાજપમાં જોડાયા બાદ તેમની ભાભી નૈના જાડેજા કોંગ્રેસમાં જોડાયા છે.
2017માં ભાજપનું કેવું હતું પ્રદર્શન?
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી પાર્ટી સત્તા પર છે અને નરેન્દ્ર મોદી રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી રહ્યા છે. આ વખતે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં પાર્ટી સૌથી મોટી 140થી વધુ સીટ મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્ય લાંબા સમયથી ભાજપનો ગઢ છે અને પાર્ટી સાતમી મુદત માટે સત્તામાં પાછા ફરવાના પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભા મતવિસ્તાર છે. આ વખતે રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા હેઠળ 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા હેઠળ 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.