મેયર કોન્ફરન્સમાં PM MODIએ મેયરોને શું સલાહ આપી ? જાણો
ગાંધીનગર (Gandhinagar) માં આજથી બે દિવસીય મેયર (Mayors) કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલી હાજર રહીને સંબોધન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા( JP Nadda) ના હસ્તે મેયર પરિષદનું ઉદ્ઘાટન કરાયું હતું. મેયર કોન્ફરન્સમાં 18 રાજ્યના 121 મેયર અને ડેપ્યુટી મેયરે હાજરી આપી હતી. ઉપરાંત 48 મહિલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. Koo App PM Shri Narendra Modi addresses
07:09 AM Sep 20, 2022 IST
|
Vipul Pandya
ગાંધીનગર (Gandhinagar) માં આજથી બે દિવસીય મેયર (Mayors) કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલી હાજર રહીને સંબોધન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા( JP Nadda) ના હસ્તે મેયર પરિષદનું ઉદ્ઘાટન કરાયું હતું. મેયર કોન્ફરન્સમાં 18 રાજ્યના 121 મેયર અને ડેપ્યુટી મેયરે હાજરી આપી હતી. ઉપરાંત 48 મહિલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી.
આ કોન્ફરન્સમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મેયરોને સલાહ આપતા કહ્યું કે તમે તમારા શહેરમાં એવું કામ કરો કે આવનારી પેઢી તમને યાદ કરે.
પીએમ મોદીએ મેયરોને કહ્યું, કે આપણું કામ જનતાની સેવા કરવાનું છે અને સત્તા તેનું માધ્યમ છે. આપણે રાજનીતિમાં માત્ર સિંહાસન પર બેસવા માટે નથી આવ્યા, સત્તા આપણા માટે જનતાની સેવા કરવા માટેનું માધ્યમ છે. તેમણે વધુમાં કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. આ જે વૈચારીક પદ્ધતિ ભાજપ દ્વારા અપનાવવામાં આવી છે તેના કારણે આપણું મોડેલ અન્ય લોકોથી અલગ છે.
Koo App
વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે દેશની જનતા ભાજપ પર વિશ્વાસ કરે છે. નીચલા સ્તરેથી કામ કરવાની તમામ મેયરોની જવાબદારી છે. વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને વિકાસનું આયોજન સારી રીતે થવું જોઈએ. સંબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, સરદાર પટેલે મેયર તરીકે તેમની સફરની શરૂઆત કરી હતી. અમે વધુ સારા ભારત માટે તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલીશું અને તેના વિકાસ માટે કામ કરીશું. તેમણે તમામ મેયરોને સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસને અનુસરવા જણાવ્યું હતું.
પીએમએ વધુમાં કહ્યું કે ટાયર 2 અને ટાયર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે. આપણે તે વિસ્તારોમાં ઉદ્યોગ ક્લસ્ટર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નાના વિક્રેતાઓને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવી જોઈએ. આ માટે મેયરોએ પહેલ કરવી જોઈએ.
વડાપ્રધાનશ્રીએ મેયરોને એમ પણ કહ્યું કે ક્વોલીટીમાં કોમ્પ્રોમાઇઝ ના કરો. પીએમ સ્વનીધી સાથે વેન્ડરોને જોડો અને તેઓ ડીજીટલી પૈસાનો વ્યવહાર કરે તે માટે પ્રોત્સાહન આપો. એવું કામ કરો કે લોકો કહે કે આ મેયરના કાર્યકાળ વખતે આ કામ થયું હતું.
Next Article