હિમાચલમાં આજે મતદાન, 1982થી દર 5 વર્ષે અહીં સરકાર બદલાય છે
હિમાચલ પ્રદેશ વિધાનસભા (Himachal Pradesh Assembly Elections)ની 68 બેઠકો પર આજે મતદાનની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. કાતિલ ઠંડી હોવા છતાં મતદાન (Voting) કરવા માટે સવારથી જ મતદારો (Voters)માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિમાચલમાં 68 બેઠકો પર મતદાન શરુ હિમાચલ પ્રદેશમં 68 બેઠકો પર 412 ઉમેદવારો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 55 લાખ 92 હજાર 828 મતદાતા છે. મતદારોને મતદાન માટે સમગ્ર રાજ્યમાં 7884 મતદાન કેન્દ્ર બનાવવામાં આà
03:06 AM Nov 12, 2022 IST
|
Vipul Pandya
હિમાચલ પ્રદેશ વિધાનસભા (Himachal Pradesh Assembly Elections)ની 68 બેઠકો પર આજે મતદાનની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. કાતિલ ઠંડી હોવા છતાં મતદાન (Voting) કરવા માટે સવારથી જ મતદારો (Voters)માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિમાચલમાં 68 બેઠકો પર મતદાન શરુ
હિમાચલ પ્રદેશમં 68 બેઠકો પર 412 ઉમેદવારો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 55 લાખ 92 હજાર 828 મતદાતા છે. મતદારોને મતદાન માટે સમગ્ર રાજ્યમાં 7884 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સવારથી મતદાન શરુ થઇ ચુક્યું છે અને મતદારો ઉત્સાહ સાથે મતદાન કરતાં જોવા મળી રહ્યા છે.
વડાપ્રધાને ટ્વિટ કરી મતદાનનો રેકોર્ડ કરવા કરી અપિલ
હિમાચલ પ્રદેશમાં મતદાન શરુ થતાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને લોકોને લોકશાહીના આ પર્વમાં જોડાવાની અપિલ કરી હતી. વડાપ્રધાને કહ્યું કે દેવભૂમિના તમામ મતદાતાઓને અપિલ છે કે તેઓ લોકશાહીના આ ઉત્સવમાં ઉત્સાહ સાથે ભાગ લે અને વોટીંગનો નવો રેકોર્ડ બનાવે. તેમણે પહેલીવાર મતદાન કરનારા રાજ્યના યુવા મતદાતાઓને અભિનંદન આપ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહે પણ તમામ મતદાતાઓને મત આપવા અપિલ કરી હતી.
મોટા નેતાઓ પણ કરશે મતદાન
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ વિજયનગરમાં મતદાન કરશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રતિભા સિંહ, આનંદ શર્મા, અનુરાગ ઠાકુર જેવા નેતાઓ પણ મતદાન કરશે.
2017માં ભાજપે 44 બેઠકો જીતી હતી
હિમાચલમાં 18થી 19 વર્ષના 1.86 લાખ મતદાતા છે જ્યારે 6 થર્ડ જેન્ડર મતદાતા છે. હિમાચલ પ્રદેશમાં 2017માં ભાજપે 44 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 21, સીપીઆઇએ 1 અને અન્યને 2 બેઠકો મળી હતી.
દર વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે સત્તા બદલાય છે
હિમાચલમાં 1982 પછી કોઇ પણ પક્ષને લગાતાર બે વાર સત્તામાં આવવાનો મોકો મળ્યો નથી. દર વખતે અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા બદલતી હે છે. 68માંથી 23 બેઠકો એવી છે કે જ્યાં દર વખતે ધારાસભ્યો ચેન્જ થાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article