Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બીજા તબક્કમાં પણ મતદારો ઉત્સાહથી મતદાન કરે: CR Patil

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી CR પાટીલ (CR Patil)દ્વારા આજે ગાંધીનગર( Gandhinagar)ખાતે આવેલા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ કાર્યાલય પર પત્રકાર પરિષદ (Press conference)સંબોધવામાં આવી હતી. તેમણે આ દરમિયાન થઈ ગયેલા પ્રથમ તબક્કાના મતદાન અને આગામી 5મી ડિસેમ્બરે થનારા બીજા તબક્કાના મતદાન અંગે વાત કરી હતી. તેમણે થયેલા ઓછા મતદાનની ટકાવારીથી લઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi)    ઝંઝાવાતી પ્રચાર ઉપરાંત
01:42 PM Dec 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી CR પાટીલ (CR Patil)દ્વારા આજે ગાંધીનગર( Gandhinagar)ખાતે આવેલા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ કાર્યાલય પર પત્રકાર પરિષદ (Press conference)સંબોધવામાં આવી હતી. તેમણે આ દરમિયાન થઈ ગયેલા પ્રથમ તબક્કાના મતદાન અને આગામી 5મી ડિસેમ્બરે થનારા બીજા તબક્કાના મતદાન અંગે વાત કરી હતી. તેમણે થયેલા ઓછા મતદાનની ટકાવારીથી લઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો (Narendra Modi)    ઝંઝાવાતી પ્રચાર ઉપરાંત પાર્ટીની સામે પડેલા ઉમેદવારો અંગે પણ પત્રકારો સાથે સવાલો વખતે જવાબો આપ્યા હતા.
મતોમાં વધારો થયો છેઃ પાટીલ
અધ્યક્ષશ્રી પાટીલે કહ્યું કે પ્રથમ તબક્કામાં થયેલા મતદાનથી મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કરીને સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. પાર્ટીના કાર્યકરોએ પણ મતદારોની જે પ્રમાણે મદદ કરી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાર્ટીના પ્રચારની કમાન સંભાળી હતી. ગૃહમંત્રીશ્રીએ પણ સતત અમદાવાદમાં રહી અને વિવિધ વ્યવસ્થાઓ કરી, સફળ મીટિંગ, રોડ શો, સભાઓ કરી તે બાબતે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. પહેલા તબક્કામાં જે કુલ મતદાન થયું તે 1 કરોડ 51 લાખ મતદાન નોંધાયું છે. 2017માં પણ આ જ 89 બેઠકો પર 1 કરોડ 41 લાખ મતદાન નોંધાયું હતું. જેથી 10 લાખ મત વધુ પડ્યા છે પરંતુ ટકાવારી પ્રમાણે ભલે ઓછું દેખાય છે. નવા મતદારો જોડાયા છે. તેથી મતદાન ઓછું દેખાયું છે.
પાર્ટી છોડી ગયેલા નેતાઓ જીતશે તો પણ પાછા લેવાશે નહીંઃ પાટીલ
ગુજરાત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું પોતાનું રાજ્ય છે તેઓએ 2017માં પણ પ્રચાર કર્યો હતો અને તેના કારણે સફળતા પણ મળતી હોય છે. મેં 182 વિધાનસભામાં પ્રવાસ કર્યો. મન મોટાવ દુર કરવાનો પ્રયાસ કર્યો, ઘણા નારાજ હતા, નિષ્ક્રિય હતા તેમને પણ સમજાવ્યા અને પાર્ટીને કામે લાગે તે માટે સફળ પ્રયત્નો થયા છે. પરિણામના દિવસે પણ શાંતિ બગડવાની શક્યતાઓ નથી. પહેલા તબક્કામાં જે શાંતિથી મતદાન થયું છે તેથી લાગતું નથી. નાનો મોટો વિરોધ હશે પણ આખી પાર્ટી અને મતદાતાઓમાં મોટો કોઈ વાંધો દેખાયો નથી. તેમણે પત્રકારો સાથેના સવાલ જવાબ વખતે એવું પણ કહ્યું કે, કેટલાક ચાર પાંચ કાર્યકરો જે નારાજ થયા તેમણે ઉમેદવારી કરી છે પરંતુ પાર્ટીએ ચલાવી લીધું નથી. તેમની સામે પગલા લીધા છે. અમે કોઈ પણ ચમરબંધી કે અશિસ્ત ચલાવી લઈશું નહીં. સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી વખતે કેટલાક લોકો સામે ગયા અને જીત્યા તેમાંથી કોઈને પણ પાછા લીધા નથી. પાર્ટીમાં અશિસ્ત કરીને પાછા આવી જઈશું તેવું માનતા હોય તો તેમને લેવાશે નહીં. જીતે તો પણ તેમને પાર્ટીમાં લેવાશે નહીં.
આ પણ વાંચો- બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, 5મીએ થશે મતદાન, બીજા તબક્કામાં આટલા ઉમેદવારો છે મેદાને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022CRPatilElectionElection2022GandhinagarGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstPressConference
Next Article