ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિસનગરના કોંગ્રેસના ઉમેદવારને ધારાસભ્ય બનવાની ઉતાવળ, ઇન્સ્ટાગ્રામ પર લખી નાખ્યું MLA

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર કિરિટ પટેલે ભાંગરો વાટ્યો છે અને તેમની ધારાસભ્ય બનવાની ઉતાવળ સામે આવી છે. હજું તો મતદાન પણ થયું નથી ત્યારે કિરિટ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં  MLA લખી દીધું છે. કિરિટ પટેલની આ પોસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી હતી. કિરિટ પટેલની ઉતાવળ સામે આવીવિસનગર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલની ધારાસભ્ય
11:06 AM Nov 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર કિરિટ પટેલે ભાંગરો વાટ્યો છે અને તેમની ધારાસભ્ય બનવાની ઉતાવળ સામે આવી છે. હજું તો મતદાન પણ થયું નથી ત્યારે કિરિટ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં  MLA લખી દીધું છે. કિરિટ પટેલની આ પોસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી હતી. 

કિરિટ પટેલની ઉતાવળ સામે આવી
વિસનગર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલની ધારાસભ્ય બનવા ઉતાવળ સામે આવી છે. વિસનગર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે હરખપદુડા બનીને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં  MLA લખી દીધું છે. વિસનગરમાં હજું તો મતદાન પણ થયું નથી અને હાલ વર્તમાન ધારાસભ્ય ઋષિકેશ પટેલ છે છતાં કોંગ્રેસના ઉમેદવારે હરખપદુડા બનીને  MLA કિરિટ પટેલ લખી દીધુ છે. 

ભ્રમ ફેલાવાનો પ્રયાસ 
વિધાનસભાની ચૂંટણી માટે હાલ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે અને જંગ જામી ચુક્યો છે ત્યારે વિસનગરના કોંગ્રેસના ઉમેદવાર કિરિટ પટેલે જાણે પોતે જીતી ગયા હોય તેમ માની લીધું છે. મતદારોએ હજું પોતાનો ફેંસલો આપ્યો નથી ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ભ્રમ ફેલાવવા માટે પોતાને સોશિયલ મીડિયા ના એકાઉન્ટમાં MLA જાહેર કરી દીધા હતા.
પોસ્ટ બની ટોક ઓફ ધી ટાઉન
કિરિટ પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની આ પોસ્ટ ટોક ઓફ ધી ટાઉન બની છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ મામલે તેમની પ્રતિક્રિયા જાણવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. કિરીટ ભાઈને તો ધારાસભ્ય બનવાની ઉતાવળ છે પણ હવે જોવાનું એ રહ્યું છે કે મતદારો કોને પોતાના મત વિસ્તારનો જીતનો સરતાજ પહેરાવે છે.કિરીટ પટેલનું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમનું છે કે ફેક એ ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--કોંગ્રેસ વારંવાર વડાપ્રધાનશ્રીનું અપમાન કરી રહી છે: સંબિત પાત્રા 
Tags :
BJPGujaratElectionCongressElection2022GujaratAssemblyElection2022GujaratElection2022GujaratFirstKiritPatelPareshDhanani
Next Article