Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહુધાના કોંગ્રેસ ધારાસભ્યનો વીડિયો વાઇરલ,મુસ્લિમોને ગણાવ્યાં અલ્લાહ અને મા-બાપ સમાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Election 2022)અલ્પસંખ્યક મતદારોને રિઝવતા કોંગ્રેસના        (Congress)વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ (video viral)થયો છે અને આ વીડિયો પર ભાજપે નિશાન સાધ્યું છે. ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારના    (Indrajit Singh Parmar)વીડિયો પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા કોંગ્રેસી ધારાસભ્યના અલ્પસંà
મહુધાના કોંગ્રેસ ધારાસભ્યનો વીડિયો વાઇરલ મુસ્લિમોને ગણાવ્યાં અલ્લાહ અને મા બાપ સમાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Election 2022)અલ્પસંખ્યક મતદારોને રિઝવતા કોંગ્રેસના        (Congress)વધુ એક ધારાસભ્યનો વીડિયો વાયરલ (video viral)થયો છે અને આ વીડિયો પર ભાજપે નિશાન સાધ્યું છે. ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારના    (Indrajit Singh Parmar)વીડિયો પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા કોંગ્રેસી ધારાસભ્યના અલ્પસંખ્યક તૃષ્ટિકરણના વીડિયો સામે નિશાન સાધ્યું છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વિવાદિત વીડિયો બાદ વધુ એક કોંગ્રેસી MLAનો વીડિયો વાયરલ થયો છે અને તેની સામે ભાજપ સવાલ ઉઠાવ્યા છે. આ વીડિયોમાં લઘુમતી મતદારોને કોંગ્રેસના ધારાસભ્ય પોતાનાં માબાપ ગણાવી રહ્યા છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને વોટ આપ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે હિન્દુ-મુસ્લિમ રાજનીતિની એન્ટ્રી થઈ છે. 
 
ઈન્દ્રજિતસિંહનો વિવાદિત વીડિયો 
ભાજપના નેતા પ્રદિપસિંહ વાઘેલાએ કોંગ્રેસના ઉમેદવાર પ્રદિપસિંહ વાઘેલાનો વીડિયો ટ્વીટ કરીને શેર કર્યો છે. આ વીડિયોમાં ઈન્દ્રજીત પરમાર હોસ્પિટલની જગ્યા બદલવાની વાત કરી રહ્યાં છે. આ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમાર મુસ્લિમ મતદારોને કહી રહ્યા છે કે તમે મારા માટે અલ્લાહ સમાન છો અને તમે જ માબાપ છો. આ દવાખાનું પેલી બાજુ (હિન્દુ વિસ્તારમાં) જાય તો કોઈ કામનું નથી. એમને દવાખાનાની જરૂર જ નથી! હું મુસ્લિમ સમાજના લીધે ધારાસભ્ય બન્યો છું. હું બાંહેધરી આપું છું કે હિન્દુ વિસ્તારમાં દવાખાનું નઈ જવા દઉ 
Advertisement

ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના ધારાસભ્ય મુસ્લિમ વિસ્તારમાં એક દવાખાનું હિન્દુ વિસ્તારમાં ના ખસેડવા માટે પૂરજોર પ્રયાસ કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. હિન્દુ વિસ્તારમાં દવાખાનું ન જવા દેવાની આ વીડિયોમાં ધારાસભ્યન ખાતરી આપી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે કે હિન્દુ વિસ્તારમાં દવાખાનાની જરૂર નથી. તો મતદાન પહેલાં અલ્પસંખ્યક તૃષ્ટિકરણનો વધુ એક વીડિયો વાયરલ થયો છે અને ભાજપે આ વીડિયો પર નિશાન સાધ્યું છે. સિદ્ધપુરના કોંગ્રેસી ઉમેદવારના વિડીયો સંદર્ભે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં  આવી  હતી  જે  સંદર્ભે જનપ્રતિનિધિ અધિનિયમ 1951 હેઠળ ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ નોંધાવવામાં આવી જેમાં વિડિઓ રેકોર્ડીંગ આરઓ પાસે તપાસવા માટેની રજુઆત કરી   છે 

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.