Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીની ગતિવિધીઓ તેજ, જાણો મહત્ત્વના અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે ત્યારે ચૂંટણી પંચે (Election Commission) પણ તેની છેલ્લી ઘડીની તૈયારીઓ શરુ કરી છે.  ચૂંટણી પંચ આજે સમગ્ર રાજ્યના તમામ જીલ્લાઓના કલેક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યું છે. ચૂંટણી પંચ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી રહ્યું છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પણ ઉમેદવારોની પસંદગી માટે મંથન કરી રહ્યા છે. ચૂંટણી પંચની  બેઠàª
ચૂંટણીની ગતિવિધીઓ તેજ  જાણો મહત્ત્વના અપડેટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) હવે ગમે ત્યારે જાહેર થઇ શકે છે ત્યારે ચૂંટણી પંચે (Election Commission) પણ તેની છેલ્લી ઘડીની તૈયારીઓ શરુ કરી છે.  ચૂંટણી પંચ આજે સમગ્ર રાજ્યના તમામ જીલ્લાઓના કલેક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યું છે. ચૂંટણી પંચ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી રહ્યું છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પણ ઉમેદવારોની પસંદગી માટે મંથન કરી રહ્યા છે. 
ચૂંટણી પંચની  બેઠક 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની  છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આજે વિડીયો કોન્ફરન્સ મારફતે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. જીલ્લા વહિવટી તંત્રના તમામ અધિકારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે આ બેઠક યોજાઇ રહી છે અને તેમાં ચૂંટણીને લગતા તમામ પાસાની તૈયારીઓ વિશે માહિતી મેળવાઇ રહી છે.  ચૂંટણીની જાહેરાત પહેલા તમામ તૈયારીઓની સમિક્ષા કરાઇ રહી છે. 

આવતીકાલે ભાજપની સંકલન બેઠક
બીજી તરફ ઉમેદવારોની પસંદગી માટે ભાજપે પણ કવાયત આદરી છે.આવતીકાલે ભાજપની સંકલન બેઠક યોજાશે જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં મળેલા બાયોડેટા પર મંથન થશે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં 4340 બાયોડેટા મળ્યા છે જેમાંથી મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. 
ભાજપમાં સૌથી વધુ દાવેદારો ઉત્તર ગુજરાતમાં
ભાજપની સેન્સ પ્રક્રિયામાં 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધુ મળ્યા છે.  સૌથી વધુ બાયોડેટા ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ઉત્તર ગુજરાતમાં 1490 દાવેદાર છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાંથી 962 બાયોડેટા મળ્યા છે અને સૌથી ઓછા બાયોડેટા દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. દક્ષિણ ગુજરાતમાંથી 725 બાયોડેટા મળ્યા છે. ભાજપની સંકલન બેઠકમાં મળેલા તમામ બાયોડેટા પર મંથન કરવામાં આવશે અને મંથન બાદ મહત્વના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે. 
કોંગ્રેસમાં 129 ઉમેદવારોની યાદી તૈયાર 
બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસમાં પણ મંથન ચાલી રહ્યું છે. આજે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા થઇ રહી છે. સુત્રોએ કહ્યું હતું કે 129 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની યાદી તૈયાર છે અને ગમે ત્યારે આ યાદી જાહેર થઇ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.