Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યૂપી કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો કોંગ્રેસે કયા-કયા વાયદાઓ કર્યા?

 યૂપીમાં ઇલેક્શનનો માહોલ ગરમાયો છે. એક બાદ એક પાર્ટીઓ પ્રજાને પોતાના પક્ષે કરવા  ઘોષણા પત્રો જાહેર કરી રહ્યી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)અને સમાજવાદી પાર્ટી (SP)બાદ હવે કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે 'ઉન્નતિ વિધાન' નામથી કોગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. પ્રિà
01:28 PM Feb 09, 2022 IST | Vipul Pandya
 
યૂપીમાં ઇલેક્શનનો માહોલ ગરમાયો છે. એક બાદ એક પાર્ટીઓ પ્રજાને પોતાના પક્ષે કરવા  ઘોષણા પત્રો જાહેર કરી રહ્યી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)અને સમાજવાદી પાર્ટી (SP)બાદ હવે કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે 'ઉન્નતિ વિધાન' નામથી કોગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, કે હાલમાં દેશમાં બેરોજગારી અને મોંધવારી બે મુખ્ય મુદ્દા છે. કોગ્રેસે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા પર ઘણું કામ કર્યું છે.  તો જો યુ.પીમાં જો કોંગ્રેસની સરકાર આવશે તો યૂપીની જનતાને શું મળશે.
શું મળશે ખેડૂતોને?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો યૂપીમાં કોગ્રેસ આવશે, તો 10 દિવસમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. રૂ.2500 ક્વિન્ટલના ભાવે  ડાંગર-ઘઉંની ખરીદી સરકાર કરશે, અને શેરડીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ  રૂ.400  કરીશું. રાજ્યમાં વીજળીનું બિલ અડધું થશે. જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને 3000 રૂપિયા આપવામાં આવશે. 'ગૌધન ન્યાય યોજના' શરૂ કરવામાં આવશે અને ગાયનું છાણ રૂ.2 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે. આ યોજના છત્તીસગઢમાં ચાલી રહી છે.
 
શું મળશે કોરોનાથી આર્થિક રીતે પ્રભાવિત થયેલા પરિવારોને?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો યૂપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી આર્થિક રીતે પ્રભાવિત થયેલા પરિવારોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.
શું મળશે યુથને?
20 લાખ સરકારી નોકરીઓ આપશે. સાથે જ ખાલી પડેલી 12 લાખ  જગ્યાઓ પર ભરતી  કરવામાં આવશે. 8 લાખ નવી સરકારી નોકરીઓ આપવામાં આવશે. સાથે જ યૂપીમાં પત્રકારો સામે નોંધાયેલા કેસ બંધ કરવામાં આવશે.
 
શું મળશે મહિલાઓને?
સરકારી નોકરીમાં 40 ટકા જગ્યાઓ  મહિલાઓ  માટે અનામત રાખવામાં આવશે. મહિલા પોલીસકર્મીઓને ગૃહ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે.
શું મળશે વેપારીઓને?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો નાના વેપારીઓને 1% વ્યાજ પર લોન મળશે. શ્રમિકો અને કર્મચારીઓ માટે આઉટસોર્સિંગ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ અને સફાઈ કામદારોને નિયમિત કરવામાં આવશે.
શું મળશે ગરીબોને?
કોંગ્રેસે વચન આપ્યું છે કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ત્યાંની જમીનનો માલિકી હક્ક આપવામાં આવશે. સાથે જ ઘર વિહોણાં લોકોને એફોર્ડેબલ હાઉસિંગ આપવામાં આવશે. ચોકીદારોના પગાર મહિને 5000 રૂપિયા કરાશે.10 લાખરુપિયા સુધીની સારવાર પણ મફતમાં મળશે .
 
શું મળશે વિદ્યાર્થીઓને?
શિક્ષામિત્રોને નિયમિત કરવામાં આવશે. સંસ્કૃત અને ઉર્દુ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.એસસી અને એસટીના વિદ્યાર્થીઓને કે.જી.થી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે.
Tags :
CongressGujaratFirst
Next Article