Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

UP અને ગોવામાં મતગણતરી શરૂ, કોણ છે આગળ અને કોણ છે પાછળ જાણો પળેપળના સમાચાર

પાંચ રાજ્યોમાં જ્યાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં ગુરુવારે મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં COVID-19 માર્ગદર્શિકાને અનુસરીને, ગુરુવારે (10 માર્ચ) સવારે 8:00 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ ગઇ છે અને બપોર સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણ
02:46 AM Mar 10, 2022 IST | Vipul Pandya
પાંચ રાજ્યોમાં જ્યાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યાં ગુરુવારે મત ગણતરી માટે 50,000 થી વધુ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં COVID-19 માર્ગદર્શિકાને અનુસરીને, ગુરુવારે (10 માર્ચ) સવારે 8:00 વાગ્યાથી મત ગણતરી શરૂ થઇ ગઇ છે અને બપોર સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી.
વસ્તીની દૃષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં સાત તબક્કામાં મતદાન થયું હતું, જેમાં 403 વિધાનસભા બેઠકો છે. ઉત્તરાખંડમાં 70, પંજાબમાં 117, મણિપુરમાં 60 અને 40 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. આ તમામ રાજ્યોની મતગણતરી આજે શરૂ કરવામાં આવી છે. લગભગ 1,200 કાઉન્ટિંગ હોલ બનાવવામાં આવ્યા છે જ્યાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પરિણામો રેકોર્ડ કરશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને સત્તાથી દૂર રાખવા આમ આદમી પાર્ટીએ સપાને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તો પંજાબમાં કોંગ્રેસ કેમ્પે આમ આદમી પાર્ટીના સમર્થનથી સરકાર બનાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. 
વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જ્યા 403 વિધાનસભા બેઠકો છે, વળી ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. જો આપણે એક્ઝિટ પોલની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ બેઠક મળવાની સંભાવનાઓ છે. તો વળી ગોવામાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરની સંભાવનાઓ છે. 40 બેઠકો સાથે ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો માનવામાં આવી રહ્યો છે, પરંતુ AAP, TMC, NCP, શિવસેના અને MGP જે રીતે ચૂંટણી લડ્યા છે, તે જોતા ગોવાના પરિણામો ચોંકાવનારા હોઈ શકે છે.

મતગણતરી શરૂ (Live)

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. 

02.45 AM
Goa- #GoaElections2022 માટે સત્તાવાર EC વલણોને પગલે પણજીમાં BJP કાર્યાલય ખાતે ઉજવણી થઇ રહી છે. તાજેતરના વલણો મુજબ, ભાજપ અત્યાર સુધીમાં 5 જીતી છે અને 15 પર આગળ ચાલી રહી છે.

02.14 AM
Goa- બિચોલીમ મતવિસ્તારના અપક્ષ ઉમેદવાર ડૉ. ચંદ્રકાંત શેટ્ટેએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું. કોર્ટોરિમથી અપક્ષ ઉમેદવાર મેન્યુઅલ વાઝ અને કર્ટોરીમથી એલેક્સિયો રેજિનાલ્ડોએ ભાજપને સમર્થન આપ્યું હતું.

01.49 AM
UP- 1.5 વર્ષની એક બાળકી, નવ્યાએ CM યોગી આદિત્યનાથનો વેશ ધારણ કર્યો છે અને રમકડાનું બુલડોઝર સાથે લઇને આવી છે, કારણ કે તે તેના પિતા સાથે લખનઉમાં ભાજપ કાર્યાલય પર પહોંચી છે.


01.47 AM
UP- લખનઉમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે સત્તાવાર વલણો દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં પાર્ટીએ સપાટો બોલાવ્યો છે.


01.34 AM

Goa- કોંગ્રેસના નેતા માઈકલ લોબોસે કહ્યુ કે, અમને લાગ્યું કે અમે જીતીશું પણ અમારે જનાદેશ સ્વીકારવો પડશે. અમને 12 બેઠકો મળી છે, ભાજપને 18 બેઠકો મળી છે. અમે વિપક્ષ તરીકે મજબૂતીથી કામ કરીશું. કોંગ્રેસે લોકોનો વિશ્વાસ જીતવા સખત મહેનત કરવી પડશે.


01.26 Am
Goa- સત્તાવાર EC વલણો મુજબ ભાજપ અને કોંગ્રેસે 1-1 બેઠક જીતી છે અને અનુક્રમે 18 અને 10 પર આગળ ચાલી રહી છે. મતગણતરી હજુ ચાલુ છે.


1.24 AM

Goa- ભાજપ ગોવા ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિએ કહ્યું કે, કોંગ્રેસ ખોટા વચનો આપે છે; ભાજપનો વિકાસ થયો છે. અમારી પાર્ટી એક માળખાકીય પાર્ટી છે, અમે પરિણામો પછી અને અમારા ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરીશું. પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.


1.18 AM
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પાર્ટીની જોરદાર જીત બાદ મુંબઈમાં ઉત્સાહી ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા લોકોમાં વહેંચવા માટે મીઠાઈઓ (લાડુ) તૈયાર કરવામાં આવી રહી છે.


01.01 AM
UP- ઉત્તર પ્રદેશની મતગણતરીમાં ભાજપ આગળ દેખાયા બાદ ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, અમને પહેલેથી જ ખબર હતી કે અમારી સરકાર બનશે, અમે વિકાસના દરેક પાસાઓ માટે કામ કર્યું છે, તેથી જ લોકો અમારા પર વિશ્વાસ કરે છે.


12.58 AM
Goa- ગોવાના CM પ્રમોદ સાવંતે કહ્યું કે, આ જીતનો શ્રેય પક્ષના કાર્યકરોને જાય છે. ગોવામાં ભાજપ સરકાર બનાવશે." 


12.56 AM
Goa- ગોવામાં ભાજપ સરકાર બનાવશે; ગોવાના CM અને BJP નેતા પ્રમોદ સાવંત કહે છે કે, અમે MGP અને અપક્ષ ઉમેદવારોને અમારી સાથે લઈશું.


12.50 AM
Goa- મને લાગે છે કે ભાજપ કેડેરે મને પાર્ટીમાં સ્વીકાર્યો નથી. હું તેને આ રીતે જોઉં છું. જો તેને (ઉત્પલ પર્રિકર) આટલા બધા મત મેળવી શકે છે, તો તે માત્ર એટલા માટે છે કે કેડરે તેમનો મત તેમને ટ્રાન્સફર કર્યો છે. ભાજપનું નેતૃત્વ અહીં ડેમેજ કંટ્રોલ કરી શક્યું નથી: અતાનાસિયો મોન્સેરેટ, પણજીના ભાજપના ઉમેદવાર


12.22 AM
Goa- કાલાંગુટ મતવિસ્તારમાંથી કોંગ્રેસ નેતા માઈકલ લોબો આગળ છે.


12.17 AM
Goa- ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજ્યમાં સરકારની રચના અને દાવો કરવા માટે આજે ગોવાના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળશે.


12.01 AM
UP- સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓપી રાજભર ઝહુરાબાદ મતવિસ્તારથી આગળ ચાલી રહ્યા છે. 


11.56 AM
UP- રામપુર બેઠકથી સમાજવાદી પાર્ટીના આઝમ ખાન આગળ ચાલી રહ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્ય ફાઝીલનગરથી પાછળ ચાલી રહ્યા છે.


11.51 AM
UP- તાજેતરના વલણો અનુસાર, ખુશખુશાલ ભાજપના કાર્યકરો લખનઉમાં પાર્ટી કાર્યાલયમાં હોળી રમે છે અને "યુપી મેં કા બા? યુપી મે બાબા" ના નારા લગાવી રહ્યા છે, કારણ કે સત્તાવાર વલણો પાર્ટીને વ્યાપક દર્શાવે છે. CM યોગી આદિત્યનાથ ગોરખપુર અર્બનથી 12,000 મતોથી આગળ છે.


11.37 AM
Goa- સ્વર્ગીય CM મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે મતગણતરી કેન્દ્રમાંથી બહાર નીકળતી વખતે કહ્યું કે, "એક અપક્ષ ઉમેદવાર તરીકે તે સારી લડાઈ હતી, હું લોકોનો આભાર માનું છું. લડાઈથી સંતુષ્ટ છું પરંતુ પરિણામ થોડું નિરાશાજનક છે." તેઓ પણજીમાં 713 મતોથી પાછળ છે.


11.11 AM
કોંગ્રેસના કાર્યકરો EVM સામે વિરોધ કરી રહ્યા છે, દિલ્હીમાં પાર્ટી કાર્યાલયની બહાર વિધાનસભા ચૂંટણીની ગણતરી ચાલુ છે. ચૂંટણી પંચના તાજેતરના સત્તાવાર વલણો અનુસાર પક્ષ પાંચેય રાજ્યોમાં પાછળ છે.

11.05 AM
Goa- ભાજપ નેતા વિશ્વજીત રાણેએ કહ્યું કે, અમે આ ગોવાની ચૂંટણીમાં સ્વીપ કરીશું. લોકોએ કૌભાંડીઓને, બહારના લોકોને ફગાવી દીધા છે. તેઓએ એવી પાર્ટીને મત આપ્યો છે જે ગોવાના લોકો માટે કામ કરે છે. પ્રમોદ સાવંત મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેઓ કહે છે, "પાર્ટી નેતૃત્વ નક્કી કરશે."


11.04 AM
Goa- ચૂંટણીના વલણો: ભાજપ અર્ધ-માર્ગે બંધ, CM પ્રમોદ સાવંત હવે આગળ ચાલી રહ્યા છે. 

10.56 AM
UP- પ્રારંભિક વલણો: ભાજપે યુપીમાં અડધો આંકડો પાર કરી દીધો છે. પરિણામ આવ્યા પહેલા જ ભાજપના કાર્યકર્તાઓ એકબીજાને મીઠાઇઓ ખવડાવી ઉજવણી કરી રહ્યા છે. 


10.54 AM
UP- સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ લખનઉમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા. #UttarPradeshElectionsમાં પાર્ટી અત્યાર સુધી 97 સીટો પર આગળ છે. ભાજપે રાજ્યમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.

10.52 AM
UP- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરી વિધાનસભા મતવિસ્તારમાં આગળ ચાલી રહ્યા છે. પ્રારંભિક વલણો મુજબ, ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 232 મતવિસ્તારોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.


10.38 AM
Goa- અમે વલણો જોઈ રહ્યા છીએ, ગોવાના લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છેઃ ગિરીશ ચોડણકર, ગોવા કોંગ્રેસ અધ્યક્ષ


10.36 AM
Goa- ગોવામાં તમામ 40 બેઠકો માટે સત્તાવાર વલણો બહાર; ભાજપ 18 પર, કોંગ્રેસ 12 પર આગળ. CM પ્રમોદ સાવંત સાંકેલિમ બેઠકમાં અત્યાર સુધીમાં 300થી વધુ મતોથી આગળ છે. રાજ્યમાં બહુમતી ચિહ્ન - 21 છે.

10.31 AM
UP- ભાજપ 201 પર આગળ, 202ના બહુમતી અંકની નજીક, તેમના સહયોગી અપના દળ (S) 8 પર આગળ છે. સમાજવાદી પાર્ટી (SP) 89 પર આગળ છે. UttarPradeshElections માટે મતોની ગણતરી ચાલી રહી છે.


10.23 AM
Goa- CM પ્રમોદ સાવંત સાંકેલિમ બેઠકથી પાછળ ચાલી રહ્યા છે, કોંગ્રેસ નેતા ધર્મેશ સંગલાણી આ બેઠકથી આગળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચના પ્રારંભિક વલણો મુજબ ભાજપ 18 બેઠકો પર આગળ, કોંગ્રેસ-12, મહારાષ્ટ્રવાદી ગોમંતક-5, આમ આદમી પાર્ટી-1, અપક્ષ-2.

10.14 AM
Goa- પ્રારંભિક ECના વલણો મુજબ ભાજપ-17 બેઠકો પર આગળ, કોંગ્રેસ-13, મહારાષ્ટ્રવાદી ગોમંતક-5, આમ આદમી પાર્ટી-1


10.05 AM
UP- ECના વલણો મુજબ શિવપાલ સિંહ યાદવ, જેમને સમાજવાદી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે, તેઓ જસવંતનગર વિધાનસભા મતવિસ્તારમાંથી પાછળ ચાલી રહ્યા છે.


10.03 AM

UP- પ્રારંભિક વલણો મુજબ યુપીમાં ભાજપ-102, સમાજવાદી પાર્ટી-46, અપના દળ-5, કોંગ્રેસ-4

10.01 AM
Goa- ગોવામાં કોંગ્રેસ હવે 15 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 13 બેઠકો પર આગળ છે. CM પ્રમોદ સાવંત તેમના મતવિસ્તાર સાંકેલિમથી પાછળ ચાલી રહ્યા છે.

09.59 AM
UP- યુપીમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાયબરેલી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની અદિતિ સિંહ આગળ ચાલી રહ્યા છે.

09.49 AM
Goa- ગોવામાં પ્રારંભિક વલણો મુજબ મતગણતરીના પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ 13 બેઠકો પર આગળ, કોંગ્રેસ 7 પર આગળ, MGP 2, AAP 1 અને અપક્ષ 2 બેઠકો પર આગળ છે.

09.47 AM
UP- ઉત્તર પ્રદેશની કરહાલ વિધાનસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે, ચૂંટણી પંચ અનુસાર બસપા અને ભાજપ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

09.44 AM
UP- ગૌતમ બુદ્ધ નગરની ત્રણેય બેઠકો પર ભાજપની લીડ, જેવર બેઠક પરથી ભાજપના અવતાર સિંહ ભડાના ઘણા પાછળ છે.
09.41 AM
Goa- ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ક્વિપેમ મતવિસ્તારમાં કોંગ્રેસના નેતા એલ્ટન ડી'કોસ્ટા આગળ છે, જ્યારે ભાજપના ચંદ્રકાંત કાવલેકર પાછળ ચાલી રહ્યા છે.

09.23 AM
Goa- સાંકેલિમથી ભાજપના ઉમેદવાર અને ગોવાના CM પ્રમોદ સાવંત 400 મતોથી પાછળ ચાલી રહ્યા છે, કોંગ્રેસ અહીં આગળ ચાલી રહી છે.

09.07 AM
UP- ઉત્તર પ્રદેશમાં તાજેતરના વલણોમાં, ભાજપ ગઠબંધન 80 બેઠકો પર આગળ છે, સપા ગઠબંધન 34 પર આગળ છે. ચૂંટણી પંચના મતે ગોવાના પણજી વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે.

08.57 AM

UP- ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રારંભિક વલણોમાં, ભાજપના અલકા સિંહ સંદિલા વિધાનસભા ક્ષેત્રમાં આગળ ચાલી રહ્યા છે.

08.52 AM
Goa- તાજેતરમાં ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અહીં કોંગ્રેસને શરૂઆતી વલણમાં 20 તો ભાજપને 16 બેઠકો મળતી જોવા મળી રહી છે. 
08.35 AM
UP- યુપીમાં ભાજપ અને સપા વચ્ચે શરૂઆતી ટ્રેન્ડમાં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધી જે 17 બેઠકો આવી છે તેના પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ 11 અને સપા 6 બેઠકો પર આગળ છે. ગોવામાં હજુ 2 બેઠકો પર વલણ સામે આવ્યું છે, જેમા બંને બેઠકો અન્યને મળી રહી છે. ગોવામાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ત્રીજી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ આ વખતે તેની તરફેણમાં સ્પષ્ટ જનાદેશની આશા રાખી રહ્યું છે. 
08.21 AM

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, EVMમાં ​​ચેડાં કરવાનો સવાલ જ ઊભો થતો નથી. EVMનો ઉપયોગ 2004થી થઈ રહ્યો છે. વર્ષ 2019 માં, અમે દરેક મતદાન કેન્દ્ર પર VVPAT સિસ્ટમ શરૂ કરી છે.

08.19 AM

Goa- ગોવા વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શ્રી દત્ત મંદિરમાં પ્રાર્થના કરવા ગયા છે.


08.05 AM
UP- મતગણતરી શરૂ થાય તે પહેલા લખનઉમાં સપા નેતા નરેશ ઉત્તમ પટેલે કહ્યું કે, ભાજપ લોકશાહીનો નાશ કરી રહી છે, ક્યાંક બેલેટ પેપર પકડાઈ રહ્યા છે તો ક્યાંક ઈવીએમની હીલચાલ પકડાઈ રહી છે. લોકોએ આ વખતે ભાજપના જુઠ્ઠાણાનો અંત લાવવાનું મન બનાવી લીધું છે.

પરિણામની જાહેરાત પહેલા જ ઉત્તર પ્રદેશમાં EVMને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. વારાણસી સહિત આસપાસના વિસ્તારોમાં EVM, બેલેટ પેપર શંકાસ્પદ સ્થળોએ મળી આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે, સાથે જ ચૂંટણી પંચને પરિણામોમાં નિષ્પક્ષ રહેવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2017માં ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ 312 બેઠકો મળી હતી. જે દરમિયાન કોંગ્રેસને સૌથી ઓછી 7 બેઠકો મળી હતી. સપાને 47, બસપાને 19 અને અન્યને 18 બેઠકો મળી હતી. જોકે, આ વખતનું સમીકરણ થોડું અલગ છે. આ વખતે એક્ઝિટ પોલમાં કોઇ પાર્ટીને 300 બેઠકો મળી રહી નથી.  વળી ગોવાની વાત કરીએ તો વર્ષ 2017માં ભાજપને અહી 13 તો કોંગ્રેસને 17 બેઠકો મળી હતી તેમ છતા ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. વળી અન્યને અહી 10 બેઠકો મળી હતી.

Tags :
AssemblyElectionBJPCongressElectionElection2022GoaGujaratFirstUttarPradesh
Next Article