ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કરી આ મોટી જાહેરાત, જાણો

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રિયનેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય રેલવેમંત્રીએ ગુજરાત યુનિવર્સીટીમાં યુવાઓ સાથે ડ્રાઈવિંગ ડબલ એન્જીન પર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિ
01:08 PM Oct 07, 2022 IST | Vipul Pandya

વિધાનસભાની ચૂંટણી ટાણે કેન્દ્રિયનેતાઓ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં કેન્દ્રીય રેલવેમંત્રીએ ગુજરાત યુનિવર્સીટીમાં યુવાઓ સાથે ડ્રાઈવિંગ ડબલ એન્જીન પર સંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત યુનિવર્સિટી ખાતે એક મોટી જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સીટીમાં 5G લેબ બનશે. કેન્દ્રીય કોમ્યુનિકેશન અને IT મંત્રીએ તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ડબલ એન્જીનની સરકારમાં આવનારા 2-3 મહિનામાં નેટવર્ક ઉભું કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રપોઝલ આવ્યા બાદ 24 કલાકમાં એપ્રુવલ આપવાની બાંહેધરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટરનૅશન ટ્રેડ એન્ડ બિઝનેશ કોર્સ શરુ થયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ આ કાર્ષનો શુભારંભ કરાવ્યો હતો.

ભવિષ્ય માટે માઈન્ડ સેટ જરૂરી છે

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભવિષ્ય માટે માઈન્ડ સેટ જરૂરી છે. પીએમ મોદી અમને જે માર્ગદર્શન આપે છે તે માઈન્ડસેટ છે. આપણે ત્યાં રેલવેમાં દરરોજ 2.5 કરોડ જનતા મુસાફરી કરે છે. ત્યારે શહેરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની વાત પ્રધાનમંત્રીએ કરી હતી. સ્ટેશનને સીટી સેન્ટર બનાવવું છે. ત્રણ સ્ટેશન બનાવ્યા બાદ પ્રધાનમંત્રીએ કહ્યું આવા 200 સ્ટેશન બનાવવા છે. જેથી અમે લાંબા સમયની મહેનત બાદ 50 સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરી લીધી છે. અમને હતું કે અમે સારી ડિઝાઇન બનાવી છે પણ મિટિંગ સમયે પ્રધાનમંત્રી ખુશ નહોતા. મિટિંગ બાદ રાત્રે 11 વાગે પ્રધાનમંત્રીનો મને કોલ આવ્યો કે આ ડિઝાઇન આજ માટે તો સારી છે, પણ સ્ટેશનની ડિઝાઇન આગામી 25 વર્ષને જોઈને કરવી જોઈએ. આ નેતૃત્વ છે જે આજનું અને ભવિષ્યનું બંને વિચારે છે.


નવી ટેક્નોલોજી સાથે કાલુપુર રેલવે સ્ટેશન બનાવવામાં આવશે

અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી સાથે કાલુપુર રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. પ્લેટફોર્મ ઉપર ફાઈબર કોન્ક્રીટના પિલર લગાવવામાં આવશે. આસપાસના રોડ ઉપર એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. તેના ઉપર ત્રણ લેવલની રૂફ બનાવવામાં આવશે. ઉપરના ધાબા ઉપર કમ્પ્લીટ સોલર પેનલ મુકવામાં આવશે. 12 દિવસ પહેલા પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટને કેબિનેટમાં મંજૂરી આપી દીધી છે. મોટા ભાગે આજે જ આનું ટેન્ડર પણ જાહેર થઇ જશે. આવા 199 સ્ટેશન દેશમાં હજી બનાવવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનમાં બસ સ્ટેન્ડ પણ એલિવેટેડ કરવામાં આવ્યું છે. આજથી 15 દિવસ પહેલા જ આનું ટેન્ડરિંગ થઇ ગયું છે. ત્રણ ચાર મહિના પહેલા કેબિનેટમાં તેણે મંજૂરી પણ મળી ગઈ છે. આ સ્ટેશન ડેવલોપ કરવામાં પણ રૂફ પ્લાઝાનો કન્સેપટ છે. આ તમામ સ્ટેશન મલ્ટીલેવલ ઇન્ટિગ્રેશનનું આયોજન છે. નાના સ્ટેશન પર પણ આજ પ્રકારનું આયોજન છે. ભુજ, ઉધના, સોમનાથ દરેક સ્ટેશનને આવી જ રીતે ડેવલોપ કરવામાં આવશે. હાલમાં 134 સ્ટેશનના માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. 65 ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા 47 ના ટેન્ડર મંજુર થયા અને 34 સ્ટેશનના કામ ચાલુ કરી દેવામાં આવ્યા.

નવા ડિઝાઇન સાથે લાઈટ વેઇટ બોડી હશે

તેમણે જણાવ્યું કે આવા પ્લાનિંગમાં સમય લાગે છે. તમારે હાલ કોઈ લાલચમાં ફસાવવું ન જોઈએ. વંદે ભારત 2019માં પ્રધાનમંત્રીએ શરૂ કરી હતી. જે અત્યાર સુધી 18 લાખ KM ચાલી છે. અત્યાર સુધી દુનિયાના 45 ફેરા મારી શકાય તેટલા km ફરી છે. આગામી 2025 માં વંદે 3 શરૂ કરવાનો રેલવે વિભાગનો ટાર્ગેટ છે. જેમાં નવા ડિઝાઇન સાથે લાઈટ વેઇટ બોડી હશે. જે 220 પ્રતિ કલાકની ઝડપે દોડશે. સેમ ટ્રેક પર આવતી ટ્રેનને એક બીજા સાથે અથડાતા રોકવા કવચ ટેક્નોલોજી ઉપર કામ થઇ રહ્યું છે. આનું સફળ પરીક્ષણ પણ થયું છે. કવચના કારણે બંને તરફથી આવતી ટ્રેન 380 km ના અંતરે જાતે જ બ્રેક લાગી જાય છે. 

અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન વિશે જણાવ્યું હતું કે,બુલેટ ટ્રેનની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી 92 km ના પિલર બની ચુક્યા છે. પહેલા બુલેટ ટ્રેનના મોલ્ડ કોરિયાથી મંગાવ્યા હતા, ત્યારબાદ તે ગુજરાતના રાજકોટમાં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આજે રાજકોટમાંથી દુનિયાભરમાં મોલ્ડ સપ્લાય થઈ રહ્યા છે. 

Tags :
AhmedabadannouncementAshwiniVaishnavGujaratFirstUnionRailwayMinister
Next Article