Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના કેજરીવાલ પર પ્રહાર, જાણો શું કહ્યું

આગામી વિધાનસભાની ચૂંટણી( Assembly elections)નજીક છે ત્યારે ભાજપે (BJP) માઇક્રો પ્લાનીંગ કરીને તૈયારીઓ કરી લીધી છે. શનિવારે  વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના મહિલા મોર્ચા દ્વારા 'હેલો કમલ શક્તિ' કાર્યક્રમ યોજાયો હતો જેમાં  કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)  કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભાજપે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્à
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના કેજરીવાલ પર પ્રહાર  જાણો શું કહ્યું
આગામી વિધાનસભાની ચૂંટણી( Assembly elections)નજીક છે ત્યારે ભાજપે (BJP) માઇક્રો પ્લાનીંગ કરીને તૈયારીઓ કરી લીધી છે. શનિવારે  વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના મહિલા મોર્ચા દ્વારા 'હેલો કમલ શક્તિ' કાર્યક્રમ યોજાયો હતો જેમાં  કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)  કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 

ભાજપે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો 
કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની અને દર્શના જરદોશ  ગરબે ઘૂમ્યા હતા. આજના કાર્યક્રમમાં  ભાજપે  મહિલાઓ માટે  ટોલ ફ્રી નંબર જાહેર પણ જાહેર કર્યો હતો. 

દિલ્હીના સોદાગર ગુજરાતની મહિલાઓને ભરમાવે છે
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે દિલ્હીના સોદાગર ગુજરાત આવીને ગુજરાતની મહિલાઓને ભરમાવી રહ્યા છે. દિલ્હીથી લોકો ચૂંટણી રમવા આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ગરીબ બહેનોને કહે છે કે ઝાડુનું કાર્ડ લઇ ઘેર જાઓ તો રુપિયા આપીશું. તેમણે કહ્યું કે કાર્યકર્તા ખરીદવાનો ગુજરાતમાં રીવાજ ન હતો. તેમણે કહ્યું કે ગુજરાતીઓના દિલમાં મોદીજીએ જે જગ્યા બનાવી છે તે ખરીદી નહીં શકાય. આ લોકો ચૂંટણી લડવા અને જીતવા આવ્યા નથી. 2014ની ચૂંટણીમાં જે ભાઇ મફલર પહેરે છે તે ચૂંટણી લડવા કાશી ગયા હતા. લોકોને કહેતા કે હું મોદીને હરાવીશ પણ પોતે જ હારી ગયા હતા. 

દિલ્હીમાં તમે પાણી પહોંચાડી શક્યા નથી
તેમણે નામ વગર જણાવ્યું કે તમે દિલ્હીમાં બસ ખરીદવામાં ગોટાળા કરો છો. તેમણે કટાક્ષ કર્યો કે હું હિન્દીમાં બોલું છું કારણ કે મફલર પહેરીને આવી નથી. તેમનું સત્ય એ છે કે તેઓ દિલ્હીમાં 690 ઝુંપડપટ્ટીઓમાં પાણી પહોંચાડી શક્યા નથી. દિલ્હીમાં સંગમ વિહારમાં જઇ આવો, ત્યાં પાણી મળતું નથી. તેમણે કહ્યું કે આવી પાર્ટી તમને રુપિયાના આધારે જોડવા માગે છે તો પૂછો કે રુપિયા આવ્યા ક્યાંથી. 
તેઓ અંધારુ લઇને ગુજરાતમાં આવ્યા છે. 
તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકાર દૂધ આપે છે અને દિલ્હી સરકાર ઠેકા આપે છે. ત્રણ દિવસ પહેલા કેજરીવાલ મિટીંગમાંથી ભાગી ગયા હતા. કેજરીવાલે પોતાની વિધાનસભામાં એક પણ રુપિયો આપ્યો નથી. 7 વર્ષમાં સ્કુલ જોવા ગયા નથી. તેઓ અંધારું લઇને ગુજરાતમાં આવ્યા છે પણ ગુજરાતમાં વિકાસનું અજવાળું છે અને આ વિકાસના અજવાળામાં તેમનું અંધારુ ખોવાઇ જશે. તેમના કૌંભાંડો લોકો સુધી પહોંચાડીશું. તેમણે કહ્યું કે માતાને તમે ગંદી રાજનીતિમાં ઘસડ્યા છે અને અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. અમારા ભાઇ પર આક્ષેપ કરે છે અને માતાનું અપમાન કરે તેમને અમે નહીં ચલાવીએ. 

રાહુલ ગાંધી પર પણ પ્રહાર
રાહુલ ગાંધી પર સ્મૃતિ ઇરાનીએ પ્રહાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઇને નિકળ્યા છે અને ગુજરાત આવતા નથી. તમે ગુજરાતીને અમેઠી મોકલી તો તે ત્યાંથી ભાગ્યા હતા. તેમની યાત્રા વિશે સવાલો કરજો તેમ જણાવતાં તેમણે કહ્યું કે એમની પાર્ટીના લોકો પણ એમને આવવાની ના પાડે છે. તમે આવો તો અમને નુસાન થાય છે તેમ તેમણે કહ્યું હતું.
સી.આર.પાટીલનું પણ ઉદબોધન
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને સન્માન આપ્યું છે અને નારીને શક્તિશાળી ગણાવી છે. મહિલા સશક્તિકરણ કાર્યક્રમના કારણે મહિલાઓ બહાર નિકળી છે. તેમણે કહ્યું કે મે મારા સંસદીય ક્ષેત્રમાં મહિલાઓ માટે અનેક કામ કર્યા છે. મહિલાઓ માટે કુપોષણ અભિયાન શરૂ કર્યું હતું અને  તેમાં મહિલા મોરચાએ સારું કામ કર્યું હતું.  ભાજપના આગેવાનો અને ડેરીના આગેવાનોએ બહેનોને મફતમાં દૂધ આપ્યું છે અને  બહેનોની સામાન્ય બીમારી માટે પણ કામ કર્યું છે. તેમણે અપિલ કરી હતી કે દરેક મોર્ચા દરેક વિધાનસભામાં 1 હજાર લોકોને જોડે. 182 વિધાનસભામાં મહિલા મોરચાના 1 લાખથી વધુ મહિલાઓને જોડ્યા છે. તેમણે કહ્યું કે  ભાજપની મહિલા કાર્યકરો બહેનોને મળી પ્રચાર કરે છે અને ભાજપની બહેનોને મતદાતા આવકારે છે. મહિલાઓ માટે  ઉજ્જવલા યોજના શરૂ કરી છે અને ઘણી બહેનોને ગેસ કનેક્શન મળ્યા છે. 
ભાજપ પોતાની તાકાત પર ચૂંટણી લડે છે
સી.આર.પાટીલે કહ્યું કે  પહેલા 12 અને 20 રૂપિયામાં વીમો આપ્યો જેનાથી બહેનોની ચિંતા દૂર થઈ છે અને બહેનોને લાચારીથી મુક્ત કરવા આ વીમા યોજના છે. સુકન્યા યોજનાથી અનેક ચિંતાઓ મટી ગઇ છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી કહે છે કે  બહેનો માતાની ભૂમિકા નિભાવે છે. તમે બાળકને માત્ર જન્મ આપો તે દીકરો કે દીકરી તે ના જુઓ. તેમણે  હેલો કમલ શક્તિ કાર્યક્રમ વિશે પણ નિવેદન આપતાં કહ્યું કે બહેનો આ કાર્યક્રમથી જોડાય ત્યારે તેમને કેન્દ્રની યોજનાઓ વિશે માહિતી આપો. તેમણે કહ્યું કે ભાજપ પોતાની તાકાત પર ચૂંટણી લડે છે. 
 
Advertisement
Tags :
Advertisement

.